એન્ટિબાયોટિક દવા લેવાની આદત હોય તો તેને આજે જ બદલી નાખજો કારણકે…

એન્ટિબાયોટિકના નિયમિત સેવનથી તમને થઈ શકે છે ગંભીર રોગનું જોખમ

શું તમે અવારનવાર એન્ટિબાયોટિક દવાઓ લો છો ? તો તમારે અત્યારથી જ ચેતી જવું જોઈએ.

કારણ કે તાજેતરમાં થયેલા એક અભ્યાસ પ્રમાણે એન્ટિબાયોટિક્સના નિયમિત સેવનથી શરીરને ગંભીર રોગોનું જોખમ ઉભું થઈ શકે છે જેમાં પાર્કિન્સનનો પણ સમાવેશ થાય છે.

આ સંશોધન ફિનલેન્ડની હેલ્સિંકી યુનિવર્સિટિના નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું છે. આ સંશોધન પ્રમાણે સંશોધકોને જાણવા મળ્યું કે પાર્કિન્સનનો સીધો જ સંબંધ લાભપ્રદ જીવાણુઓના નાશ સાથે છે.

image source

આ સંશોધન 1998થી 2014 સુધીમાં રાષ્ટ્રીય રજિસ્ટ્રિમાં નોંધાયેલા પાર્કિન્સનના 14000 દર્દીઓના આંકડા અને વિગતો લઈને કરવામાં આવ્યું છે.

આ સંશોધન બાદ પ્રકાશિત કરવામા આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કેટલીક એન્ટિબાયોટિકના વધારે વપરાશથી લોકોમાં પાર્કિન્સનની બીમારીનું જોખમ વધી જાય છે.

આપણામાંના ઘણા બધા લોકો પાર્કિન્સન રોગ વિષે ખાસ માહિતિ નથી ધરાવતા તો તમને પ્રથમ એ જણાવી દઈએ કે પાર્કિન્સ બીમારી શું છે

પાર્કિન્સન બીમારી

image source

પાર્કિન્સન એ શરીરની નર્વસ સિસ્ટમમાં ખુબ જ ઝડપથી ફેલાતો એક રોગ, એક વિકાર છે. જે તમારી શારીરિક પ્રવૃત્તિઓને અસર કરે છે. તે ધીમે ધીમે શરીરમાં વિકાસ પામે છે.

આ રોગની શરૂઆત એક હાથમાં ધ્રુજારી થવાથી થાય છે. પણ જ્યારે આ રોગ શરીરમાં એકસ્ટેપ આગળ વધે છે ત્યારે શરીરમાં ધ્રુજારી આવવાની જગ્યાએ શરીરના અંગો અકડાવાનું શરૂ થઈ જાય છે અથવા તો તમારી પ્રવૃત્તિઓ પણ ધીમી પડતી જાય છે.

image source

જાણો પાર્કિન્સનના લક્ષણો

– પાર્કિન્સનની બિમારી શારીરિક પ્રવૃત્તિઓને અસર કરતી બીમારી છે. જેમા કોશિકાઓ બનવાની બંધ થઈ જાય છે.

– આ બિમારીના શરૂઆતના લક્ષણો ઘણા ધીમા અને ધ્યાન પર ન આવે તેવા હોય છે જેને લોકો ખાસ ધ્યાન પર નથી લેતા. તેના કેટલાક ચોક્કસ મુખ્ય લક્ષણો છે.

image source

– તેમાં હાથ, બાવડા, પગ, મોઢું અને ચહેરા પર ધ્રુજારી આવે છે, એટલે કે હળવું કંપન આવે છે.

– આ ઉપરાંત સાંધા તેમજ ધડ એટલે કે શરીરના ઉપરના ભાગમાં કઠોરતા આવે છે. તેમાં તમારું શારીરિક સંતુલન બગડવાનું અને શારીરિક પ્રવૃત્તિઓમાં તાલમેલનો અભાવ તેમજ ધીમાપણું આવે છે.

– શરુઆતમાં આ બિમારીમાં વ્યક્તિને ચાલવા, વાત કરવામાં તેમજ બીજા નાના-નાના કામ કરવામાં મુશ્કેલી પડે છે.

image source

પાર્કિન્સનની બિમારીથી કેવી રીતે બચવું

સૌ પ્રથમ તો તમારા માટે આવી કોઈ બિમારીનું અસ્તિત્ત્વ છે તે જાણવું જરૂરી છે. કારણ કે તો જ તમને તમારા શરીરમાં આવતા બદલાવને તમે પરખી શકશો અને તમે અગાઉથી ચેતી શકશો.

સામાન્ય રીતે આ બીમારીને ઓળખવી એટલે કે તેનું નિદાન શોધવું મુશ્કેલ છે. કારણ કે તેની કોઈ ચોક્કસ રીતે તપાસ નથી થઈ શકતી. સામાન્ય રીતે ડોક્ટર તેના લક્ષણો તેમજ દર્દીની હાલત તપાસીને જ કોઈ નિદાન આપીશકે છે.

image source

શું સર્જરીનો સહારો લઈ શકાય

પાર્કિન્સન્સ રોગનું નિદાન થાય ત્યાર બાદ તમારી પાસે સર્જરીનો વિકલ્પ પણ ખુલ્લો છે.

પણ તેના માટે તમારે તેવી હોસ્પિટલમાં જવું જોઈએ જ્યાં પાર્કિન્સન્સના રોગીને ખાસ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય એટલે કે તે હોસ્પિટલમાં ન્યોરોલોજિસ્ટની ખાસ ટીમ હોવી જોઈએ.

image source
image source

જે મૂવમેન્ટ ડીસઓર્ડર પર ધ્યાન આપતી હોય અને બીજા હોવા જોઈએ બ્રેન સર્જન કે જેમને આવી સર્જરી કરવાનો અનુભવ હોય.

એટ્વિવા સિસ્ટમ દ્વારા પાર્કિન્સન્સનો ઇલાજ

આ સિસ્યમ દ્વારા ત્રણ ઘટકોનું પ્રત્યારોપણ કરવામાં આવે છે, જેમા લીડ, એક્સટેન્શન અને ન્યુરો સ્ટેમુલેટર મુખ્ય છે.

image source

લીડનો એક પાતળો ઇંસુલેટેડ તાર હોય છે, જેની અણી પર ચાર ઇલેક્ટ્રોડ હોય છે, તેનું મગજમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે.

જે એક્સેટેન્શન ન્યુરો-સ્ટેમુલેટર સાથે જોડાયેલા હોય છે, જે એક નાનો સિલબંધ ડીવાઈસ હોય છે, આ ડિવાઈઝ બેટરીપર ચાલે છે જે ત્રણથી પાંચ વર્ષ સુધી ચાલે છે. ન્યુરો સ્ટેમુલેટર છાતીની સ્કીન પર લગાવવામાં આવે છે.

હવે જો આધુનિક ટેક્નોલોજીની વાત કરીએ તો ન્યૂરો સ્ટેમુલેટર ખુબ જ એડવાન્સ હોય છે. તે સ્ટેમ્યુલેશન માટે પલ્સીસ ઉત્પન્ન કરે છે.

image source

સંશોધકોને એપણ જાણવા મળ્યું છે કે ઇલેવ્ટિક પલ્સીસ મગજના અસામાન્ય સંકેતોને બ્લોક કરે છે, જે પાર્કિન્સનની બિમારીના લક્ષણો પાછળ કારણરૂપ છે.

મગજના કોઈ ખાસ ભાગમાં વીજળીના તરંગો ઉત્પન્ન કરીને તેનાથી સ્ટેમુલેશન કરીને આ પ્રવૃત્તિઓને પ્રભાવિત કરે છે. વિદ્યુત તરંગો ઇલેક્ટ્રોડ તાર દ્વારા ઉત્પન્ન કરીને તેને મગજની સર્જરી દ્વારા સ્થાપિત કરવામાં આવે છે.

image source

દવાઓ આ લક્ષણોને નિયંત્રીત ન કરી શકે ત્યારે ડીપ બ્રેન સ્ટેમુલેશનને કોઈ ડ્રગ અથવા તો લેવોડોપા સાથે ઉપયોગ કરવામાં આવે છે.
આ ઉપરાંત અન્ય રીતેપણ પાર્કિન્સનની બીમારીને દૂર કરી શકાય છે અથવા તો અટકાવી શકાય છે.

થેલામોટોમાઈ

image source

થેલામોટોમાઈ ટેક્નીકમાં મગજના ખુબ જ ઉઁડા ભાગ જેને થેલામસ કહેવાય છે તેના નાનકડા ભાગનો નાશ કરવામાં આવે છે.

ન્યૂરોટ્રાંસપ્લાન્ટેશન

image source

આ પ્રયોગાત્મક પ્રક્રિયા છે, જેમાં પાર્કિન્સન બીમારીના ઉપચાર પર ધ્યાન આપવામાં આવે છે. જેમાં કોશિકાઓનું ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે છે જે મગજમાં ડોપામાઇનને વધારે છે.

પેલિડોટોમાઇ

image source

પેલિડોટોમાઈ ટેક્નીકની મદદથી મગજના ખુબ જ ઉંડા ભાગ જેને ગ્લોબસ પેલિડસ કહે છે તેના નાના ભાગનો નાશ કરવામાં આવે છે.

પાર્કિન્સનના દર્દીઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

image source

– ક્યારેય પોતાના રોગથી લજ્જીત ન થવું કે સંકોચ ન અનુભવવો. આ દર્દીઓ પોતાની બિમારીને છુપાવીને રાખે છે જેના કારણે તેમને ઓર વધારે તકલીફ થાય છે.

તેમને લાગે છે કે તેમની આ બિમારી દવાથી જ ઠીક થઈ જશે, પણ કેટલાક સંજોગોમાં તેવું ન પણ થાય ત્યારે તમારે દવાની જગ્યાએ બીજા ઉપચાર પણ અજમાવવા પડે છે. જેમ કે ડીપ બ્રેન સ્ટિમુલેશન સર્જરી.

– આ સર્જરી કરાવ્યા બાદ તમારી દવાઓમાં ધરખમ ઘટાડો થઈ જશે અને તેના કારણે તમારા શરીર પર પણ તેની ખરાબ અસરો નહીં થાય.

image source

ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે મોટા ભાગની ડોપામાઇન દવાઓએ દર્દીને માત્ર પાંચથી સાત વર્ષ જ રાહત આપી શકે છે ત્યાર બાદ ત્રીસી અથવા ચાલીસી વટાવ્યા બાદ દર્દીએ સર્જરી જ કરાવવી પડે છે. કારણ કે ત્યાર બાદ તેમણે સક્રીય જીવન જીવવાનું હોય છે.

3અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ