વાંચો આ અભિનેત્રી વિશે, જે દિવસમાં પીતી હતી એટલી બધી સિગારેટ કે આંકડો જાણીને તમે પણ ચોંકી જશો

અંજુ

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપણે એવી ઘણી અભિનેત્રીઓ જોઈએ છીએ જેઓને આપણે સિગારેટ અને દારૂ પીતા જોવા મળી આવે છે. ફિલ્મ સિવાય રીયલ લાઈફમાં પણ ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને દારૂ અને સિગારેટ પીવાનો શોખ ધરાવે છે. આજે અમે આપને આવી જ એક અભિનેત્રી વિષે જણાવીશું જે દરરોજ નિયમિત રીતે એક દિવસમાં ૪૦ કપ ચાની સાથે જ ૪૦ સિગારેટ પણ પીવે છે.

image source

આપને જણાવીએ કે, આજે અમે આપને જે અભિનેત્રી વિષે જણાવા જઈ રહ્યા છીએ તેમનું નામ અંજુ મહેન્દ્રુ છે. અભિનેત્રી અંજુ મહેન્દ્રુ પોતાના સમયની બોલીવુડમાં પ્રસિદ્ધ અભિનેત્રી રહી છે. એક સમય દરમિયાન અંજુ મહેન્દ્રુનું નામ બોલીવુડ સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે ઘણું ચર્ચામાં રહ્યું છે.

કહેવાય છે કે એક સમયે રાજેશ ખન્ના અને અંજુ મહેન્દ્રુનું એકબીજા સાથે અફેર ચાલી રહ્યું હતું. ઉપરાંત આ સંબંધ આશરે ૭ વર્ષ જેટલા લાંબા સમયગાળા સુધી ચાલ્યું હતું.

image source

અંજુ મહેન્દ્રુ મોટાભાગે પોતાની જીવનશૈલીના લીધે ચર્ચામાં બની રહે છે. અંજુ મહેન્દ્રુએ ઘણી બધી મોટી ટીવી સિરીયલ્સમાં અને ફિલ્મ્સમાં કામ કર્યું છે. અંજુ મહેન્દ્રુ ૭૩ વર્ષની ઉમર ધરાવે છે. તેમછતાં અંજુ મહેન્દ્રુ હજી પણ પૂરી રીતે સ્વસ્થ છે. અંજુ મહેન્દ્રુ કહે છે કે, તે દરરોજ સવારે ૪ વાગતા ઉઠી જાય છે અને તે ફક્ત ૪ કલાક જ આરામ કરે છે. ઉપરાંત તે દરરોજ ૪૦ કપ ચા અને ૪૦ સિગારેટ પણ પીવે છે. તેમ છતાં અંજુ મહેન્દ્રુ ૭૩ વર્ષની ઉમરમાં પણ સંપૂર્ણ ફીટ રહે છે. અભિનેત્રી અંજુ મોટાભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ સક્રિય રહે છે.

image source

અંજુ મહેન્દ્રુની ઉમર ૭૩ વર્ષની હોવાછતાં અંજુની ખુબસુરતી હજી પણ અકબંધ રહી છે. અંજુ કહે છે કે, હું ફેસબુક, ટ્વીટર પર બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટીવ છું, પણ હું ટ્વીટર પર કઈ જ લખવા ઈચ્છતી નથી. આપે ઘણા વિચાર કરીને કોઈ પોસ્ટ કે ટીપ્પણી કરવી પડે છે. એક વખત મેં ટ્વીટર પર કઈક લખ્યું હતું, ત્યાર પછી મને ઘણા અપશબ્દો કમેન્ટ્સમાં મળ્યા હતા. ત્યાર પછી હું ટ્વીટર વિષે ઘણી સજાગ રહું છું.

image source

૭૩ વર્ષીય અંજુ મહેન્દ્રુ છેલ્લા ૫૦ વર્ષથી ફિલ્મ અને ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં સક્રિય જોવા મળે છે. જે આજે પણ કાર્યરત છે. અંજુ મહેન્દ્રુ છેલ્લે સ્ટાર પ્લસ પર પ્રસારિત ‘રિશ્તો કા ચક્રવ્યૂહ’ ટીવી સીરીયલમાં જોવા મળી હતી. અંજુ મ્હેન્દ્રુએ આજ સુધી મેરેજ નથી કર્યા, જયારે અંજુ મ્હેન્દ્રુને મેરેજ વિષે પૂછવામાં આવ્યું ત્યારે આ વાત વિષે અંજુ કહે છે કે, જ્યાં ક્યારેય કોઈ પૂર્ણ થતું નથી, ત્યાં ક્યાંક આસ્મા નથી મળતું’. કદાચ અંજુ મહેન્દ્રુની આ પ્રતિક્રિયા રાજેશ ખન્ના વિષે જણાવી રહી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ