વધતી ઉંમરને છુપાવવા આજથી જ તમારા ડાયટ પ્લાનમાં કરો આ ફુડ્સને સામેલ

પ્રકૃતિનો નિયમ છે કે સમયની સાથે દરેક વ્યક્તિની ઉમર વધે છે.

વધતી ઉમરની સાથે ત્વચામાં પણ એની અસર જોવા મળી જાય છે, કેમકે જેમ જેમ આપણી ઉમર વધતી જાય છે, નવા સેલ્સ બનવાની પ્રક્રિયા પણ ધીમી પડવા લાગે છે. સાથે જ જૂના સેલ્સની ખતમ થવાની સંખ્યા પણ વધતી જાય છે જેની અસર આપણા શરીર પર પડે છે પછી ભલે તે બદલાવ અંદરથી હોય કે બહારથી હોય.

આપણું શરીર નબળું થતું જાય છે અને ચેહરાની ચમક પણ ખોવાવા લાગે છે. જો આપ પણ પોતાની ત્વચામાં સકારાત્મક બદલાવ લાવવા ઈચ્છો છો તો અમે આપના જણાવીશું કે એવા કયા સુપરફૂડ્સ છે જે આપની ઉમર વધવાની પ્રક્રિયાને ધીમી કરી શકે છે. તો હવે એ સુપરફૂડ્સ વિષે જાણીશું જે આપની ઉમર વધવાની પ્રક્રિયાને ધીમી કરી શકે છે.

૧. ઈંડા:

image source

ઈંડા પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે એટલા માટે ઈંડા નાસ્તામાં ઉપયોગ કરવામાં આવતા ખાદ્ય પદાર્થો માંથી એક માનવમાં આવે છે. આ એ લોકો માટે સૌથી સારો ઉપચાર છે જેઓ પોતાની સ્કીન અને વાળને સારા બનાવવા ઈચ્છે છે. આપની મોટાભાગની કોશિકાઓ પ્રોટીનથી બનેલી હોય છે અને ઈંડામાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળી આવે છે જે આપને વધારે સમય સુધી યુવાન બનાવી રાખવામાં મદદ કરે છે.

૨. તરબૂજ:

image source

ઉનાળામાં ખૂબ ગરમી પડે છે એટલે મોટાભાગના લોકો તરબૂજ ખાવાનું પસંદ કરે છે કેમકે તરબૂજનો સ્વાદ મીઠો હોવાની સાથે સાથે તરબૂજનું સેવન કરવાથી શરીરમાં તાજગીનો એહસાસ પણ કરાવે છે. પરંતુ શું આપ જાણો છો કે આ અદભૂત ફળ આપની ત્વચાને હાઇડ્રેટ રાખવાની સાથે સાથે ઉમર વધવાની પ્રક્રિયાને પણ ધીમી કરવામાં મદદ કરે છે.

તરબૂજમાં રહેલ વિટામિન સી, એંટીઓક્સિડન્ટ અને પોટશિયમ જેવા ગુણો હોય છે જે આપની ત્વચાની કોશિકાઓને પોષિત કરીને ત્વચાને જવાન બનાવી રાખવામાં મદદ કરે છે.

૩. એજિંગની પ્રક્રિયાને ધીમી કરી શકે છે લીંબુના ગુણ:

image source

ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ સૌથી સારો પ્રાકૃતિક ઉપચાર છે. લીંબુને પોતાના આહારમાં જરૂરથી સામેલ કરો. લીંબુના રસનું સેવન કરવાથી કે પછી ચેહરા પર લગાવવાથી ઉમર વધવાનો પ્રભાવ ઓછો થવા લાગે છે કેમકે લીંબુના રસમાં હાજર વિટામીન સીનો ગુણ મૃત કોશિકાઓને હટાવીને ચેહરાની ત્વચાને કોમળ અને સુંદર બનાવવામાં મદદ કરે છે.

૪. એવોકૈડો:

image source

ભારતમાં માખણ ફળના રૂપથી જાણીતું એવોકૈડોમાં કેટલાક પ્રકારના વિટામીન્સ અને ખનીજ તત્વ મળી આવે છે જે ત્વચાને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. એવોકૈડોમાં ઓમેગા-૩, ફેટી એસિડ અને લીનોલિક એસિડ હોય છે જે ત્વચાની કોશિકાઓને પોષણ આપીને તેને રિંકલ-ફ્રી અને મોઈશ્ચરાઇઝ્ડ રાખે છે. જેનાથી ત્વચાને ઘણા લાંબા સમય સુધી જવાન બની રહે છે.

૫. મેથી:

image source

પ્રાકૃતિક ગુણોથી ભરપૂર મેથીમાં કેટલાક પ્રકારના પોષકતત્વો, ખનીજ પદાર્થ અને એંટીઓક્સિડન્ટના ગુણ સામેલ હોય છે જે ત્વચાની મૃત કોશિકાઓને કાઢવામાં મદદ કરે છે. એંટીઓક્સિડન્ટ અને ફ્રી એલિમેન્ટ્સથી ભરપૂર મેથી આપની ત્વચા પર થનાર વધતી ઉમરના પ્રભાવને ઘટાડો કરે છે ઉપરાંત ચેહરાની ઝુરિયો પણ દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.

૬. દાડમ:

image source

દાડમ એ એન્ટિઓક્સિડન્ટનો ખૂબ સરસ સ્ત્રોત છે. દાડમમાં અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણ હોય છે જેના કારણે દાડમને ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં સૌથી સારો ઔષધીય ઉપચાર માનવામાં આવ્યો છે. ૧૦૦ ગ્રામ દાડમના દાણાનું સેવન નિયમિત રીતે કરવાથી ત્વચાનો ઝુરિયો અને ઉમરના દાગ-ધબ્બાને રોકવા માટે કરી શકાય છે. દાડમના ફળમાં એલિજિક એસિડ અને એંટીઓક્સિડન્ટના ગુણ પણ હોય છે જે ત્વચા પરના વધતી ઉમરના પ્રભાવને ઓછો કરવામાં મદદ કરે છે.

૭. બ્લૂબેરી:

image source

બ્લૂબેરીમાં રહેલા એંટી-ઓક્સિડન્ટ ગુણ ત્વચાથી જોડાયેલ સમસ્યાઓને દૂર કરવાની સાથે સ્વાસ્થ્ય સંબંધી તકલીફોને પણ ઓછી કરે છે. બ્લૂબેરી ડાયાબિટીસ, બ્લડપ્રેશર, વજન ઘટાડવામાં મદદ કરે છે. બ્લૂબેરી ત્વચાથી જોડાયેલી સમસ્યા જેવી કે દાગ-ધબ્બા, ઝુરિયો અને ત્વચાને વધતી ઉમરના પ્રભાવને ઓછો કરવામાં પણ મદદ કરે છે.

૮. બદામ:

image source

નટ્સ એક ખૂબજ હેલ્ધી નાસ્તો છે જે આપના શરીરમાં આખો દિવસ તાજગી અને ઉર્જા આપવાનું કામ કરે છે. બદામમાં ઓમેગા-૩ ફેટી એસિડ અને વિટામીન ઈ મળી આવે છે જે ત્વચાને નવી કોશિકાઓને બનાવવામાં મદદ કરે છે. એનાથી ત્વચામાં વધતી ઉમરનો પ્રભાવ ઓછો થાય છે અને ત્વચાને નિખાર મળે છે.

૯. દહી:

image source

ત્વચાથી જોડાયેલી દરેક સમસ્યાને દૂર કરવા માટે દહીનું સેવન એક ખૂબજ કારગત ઉપાય છે. દહીમાં હાજર કેલ્શિયમના ગુણ આપની ત્વચાની કોશિકાઓ અને હાડકાઓને મજબૂત બનાવે છે. આ સાથે જ દહીના સેવન થી ચેહરાના કાળા દાગ-ધબ્બા, વધતી ઉમરના લક્ષણો અને ખીલ- મુહાસેને ઠીક કરવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ