સુરતમાં આ ભૂવાએ પણ જબરું કર્યું, મહિલા ત્યાં સુધી અંધશ્રદ્ધામાં માનતી રહી કે પેટમાં થઈ ગઈ 4.9 કિલોની ગાંઠ

સુરતમાં હાલમાં એક એવો અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો કે જેણે સૌ કોઈને ધ્રુજાવી મૂક્યા છે. મોરા ગામમાં એક 38 વર્ષીય મહિલાના પેટમાં ગાંઠ હતી ત્યારથી જ આ કહાનીની શરૂઆત થાય છે. જ્યારે તે મહિલા તબીબોના સંપર્કમાં આવી ત્યારે એવું લાગી રહ્યું હતું કે તેને નવ માસનો ગર્ભ છે. પરંતુ હકીકતમાં તે ગર્ભ નહીં ગાંઠ હતી. પહેલા તો તબીબો પણ મહિલાની તબિયત જોઈને ચોંકી ઊઠ્યા હતા. તબીબના મતે મહિલાના ગર્ભાશયમાં ફાયબ્રોડની ગાંઠનું ડિજનરેશન થયું છે અને તેને એક ખરેખર ભયંકર રોગ માનવામાં આવે છે. જ્યારે તબીબે આ મહિલાની સોનોગ્રાફી કરી ત્યારે ખબર પડી કે મહિલાના પેટમાં તો ગર્ભની જગ્યાએ ખૂબ જ મોટી ગાંઠ છે.

જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તબીબે તરત જ મહિલાને પૂછ્યું કે અત્યારસુધી કયા ડોક્ટર પાસે સારવાર લીધી હતી. ત્યારે તે મહિલાએ જવાબ આપવાનું ટાળ્યું, કારણ કે મહિલા અત્યાર સુધી અંધશ્રદ્ધામાં જ હતી. તેથી તેને જવાબ આપવામાં શરમ આવતી હતી. તબીબને શંકા ગઈ હતી કે કોઈ કારણોસર દર્દી બોલવા માટે તૈયાર નથી. તબીબે દર્દીને વિશ્વાસમાં લીધા બાદ પૂછ્યું ત્યારે મહિલાએ આશ્ચર્યજનક વાતો કરી હતી. મહિલા દર્દીએ આખી વાત કરતાં ડૉક્ટરને કહ્યું હતું કે તેના પેટમાં ઘણા સમયથી સતત દુઃખાવો થતો હતો. મને ઓપરેશન કરાવવાનો ડર લાગતો હતો, તેથી જાણીતા એક ભૂવા પાસેથી મંત્રેલું પાણી લઈ આવી.

મહિલા પોતાની આપવીતી કહે છે કે આ મંત્રેલું પાણી હું પીતી હતી. સમયાંતરે ભૂવા પાસે પીંછી ફેરવાવતી હતી. મંત્રેલું પાણી પીવાથી ગાંઠ ઓગળી જશે એવો મને વિશ્વાસ પણ આવતો હતો, પરંતુ દિવસે દિવસે ગાંઠ ખૂબ જ મોટી થઈ ગઈ અને મને રક્તસ્ત્રાવ પણ થવા માંડ્યો હતો. પછી મને લાગ્યું કે મે ભૂલ કરી અને હું ડોક્ટર પાસે જવાનું વિચાર્યું. હાલની પરિસ્થિતિ એવી હતી કે, આ મહિલાના પેટમાં 4.9 કિલોની ગાંઠને કારણે ઝડપથી તેનું ઓપરેશન કરવું પડે એવી સ્થિતિ હતી. એમાં પણ મોટી મુશ્કેલી એવી હતી કે ગાંઠ પેશાબની થેલી સાથે ચોંટી ગઈ હતી અને લોહીની નળીઓ પણ ખૂબ મોટી થઈ ગઈ હતી.

આ સાથે જ જો મહામુશ્કેલી વિશે વાત કરીએ તો મહિલાનું બ્લડ ગ્રુપ પણ નેગેટિવ હતું, તેથી એન્ડોસ્કોપીની મદદથી ઓપરેશન કરવાને બદલે લેપરોટોમી સર્જરી કરીને ગાંઠને બહાર કાઢવી પડી હતી. બ્લડ ગ્રુપ નેગેટિવ હોવાથી બ્લડની માત્ર એક જ બોટલ મળી સકી હતી. સર્જરી કરવામાં વિલંબ થાય એવી સ્થિતિ ન હતી. લવ એન્ડ કેર હોસ્પિટલનાં જાણીતાં ગાયનેકોલોજિસ્ટ ડૉ દીપ્તિ પટેલે આ મહિલા વિશે અને કેસ વિશે વાત કરી હતી કે આજના આધુનિક યુગમાં પણ મહિલાઓ અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખીને પોતાનો જીવ જોખમમાં મૂકે છે.

image source

ડોક્ટરે વાત કરતાં કહ્યું કે મહિલાના પેટમાં ચાર કિલો કરતાં પણ મોટી ગાંઠને મંત્રેલું પાણીથી ઉતારવાની માનસિકતાને કારણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. મહિલાઓએ અને તેમના પરિવારના લોકોએ પણ ખૂબ જાગ્રત થવાની જરૂર છે. અંધવિશ્વાસમાં રાચીને પોતાનો જીવ મુશ્કેલીમાં મૂકવો જોઈએ નહીં. ત્યારે હવે આ વાત ચારેકોર વાયરલ થઈ રહી છે અને લોકો પણ કહી રહ્યાં છે કે અંધવિશ્વાસમાં માનવું જોઈએ નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong