જાન્હવી કપૂર 17 વર્ષ પહેલા કરિશ્માના લગ્નમાં પહોંચી હતી, જોઇ લો તસવીરમાં શ્રીદેવી તેની પુત્રીને કેવી સંભાળતી હતી

જાન્હવી કપૂર ૧૭ વર્ષ પહેલા કરિશ્માના લગ્નમાં પહોંચી હતી, શ્રીદેવી તેની પુત્રીને સંભાળતી નજરે પડી હતી

image source

સિતારાઓની પહેલાનાં વર્ષોની તસવીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. સિતારાઓની જૂની તસવીરો, સપ્તાહના અંતે દેખાતી રહે છે. આવો જ એક વીડિયો બોલીવુડ અભિનેત્રી જાન્હવી કપૂરનો છે, જે ૧૭ વર્ષ જૂનો છે.

image source

બોલિવુડમાં અભિનેતાઓના બાળકોનો જમાનો ચાલી રહ્યો છે અને ૯૦ના દાયકામાં જે સિતારાઓ પોતાનો જાદુ ફેલાવી ચૂક્યા છે તેઓના બાળકોનો હવે વારો આવ્યો છે.સૌથી પહેલી રહી ચૂકી સુપરસ્ટાર શ્રીદેવીની દીકરી જાન્હવીનો જાદુ કાંઇક એવો જ છવાયેલો છે. તે પોતાની ફીટનેસને લઇને સાવધાન રહે છે અને પહેલી ફીલ્મથી જ બોક્સ ઓફીસ પર તેણે ધમાલ મચાવી દીધી હતી.

image source

વિડિયોમાં કરિશ્મા કપૂર અને સંજય કપૂર છે. આ ઉપરાંત શ્રીદેવી, બોની કપૂર અને જાન્હવી કપૂર પણ જોવા મળી રહી છે. જાન્હવી કરિશ્મા સાથે ઉભી રહીને ફોટો પડાવતી દેખાય છે. થોડીવારમાં શ્રીદેવી જાન્હવીને પોતાની પાસે બોલાવે છે. આ સમય દરમિયાન જાન્હવીએ ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો છે. બીજી તરફ શ્રીદેવીએ આછા સફેદ રંગની સાડી પહેરી છે.

 

View this post on Instagram

 

A post shared by @janhvikapoorslays__ on

કરિશ્મા કપૂરે વર્ષ 2003 માં સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના ૧૩ વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લીધા હતા. કરિશ્માનાં લગ્નમાં બોલિવૂડના મોટા અભિનેતાઓ સહિત અન્ય ક્ષેત્રની અનેક મોટી હસ્તીઓ આવી હતી.

જાહન્વી કપૂરની ફિલ્મો વિશે વાત કરીએ તો તેણે વર્ષ 2018 માં ફિલ્મ ‘ધડક’થી પ્રથમ શરૂઆત કરી હતી. જાન્હવી આ દિવસોમાં તેના ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. તાજેતરમાં તે નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં જોવા મળી હતી.

image source

જાન્હવી પાસે બાયોપિક ફિલ્મ ‘ગુંજન સક્સેના: કારગિલ ગર્લ’ છે. આ સિવાય તે રાજકુમાર રાવ સાથે ‘રૂહી-અફઝા’, કરણ જોહરની ફીલ્મ ‘તખ્ત’માં અને કાર્તિક આર્યન સાથે ‘દોસ્તાના -2’ માં જોવા મળશે.

જાન્હવી કપૂર ફીલ્મો સિવાય ઘણીવાર મિડીયાના કેમેરામાં પણ કૈદ થઈ ચુકી છે, ક્યારેક જીમની બહાર તો ક્યારેક કોઈ પાર્ટીમાં પોતાની હાજરીથી માહોલની મજા લુંટે છે.ફેબ્રુઆરી ૨૦૧૮ માં શ્રીદેવીનું મ્રુત્યુ દુબઈની એક હોટલમાં થયુ હતું અને ત્યારબાદ જાહન્વી દ્વારા એક ભાવનાત્મક પોસ્ટ દ્વારા સોશિયલ મિડીયા પર પોતાનું દુ:ખ જાહેર કર્યુ હતું.

image source

તમારી જાણ માટે કે જાન્હવી કપૂર પોતાની માતા શ્રીદેવીની ખુબજ નજીક રહી છે, તથા તેની નાની બહેન ખુશી કપૂર તેના પિતા બોની કપૂરની નજીક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ