કરોડો રૂપિયાની ઓફર નકારી હતી, આ ૫ મોસ્ટ ફેમસ સુપર્સ સ્ટાર્સે, કારણ જાણીને નવાઈ લાગશે…

બ્રાન્ડ પ્રોમોશન કરવાની કરોડો રૂપિયાની ઓફર નકારી હતી, આ ૫ મોસ્ટ ફેમસ સુપર્સ સ્ટાર્સે, કારણ જાણીને નવાઈ લાગશે… અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર કે રણબીર કપૂર કરોડોની ઓફર ઠુકરાવી છે, અમુક બ્રાન્ડની કદી નહીં કરે જાહેરાત…


ભારત દેશમાં કરોડો અને અબજોનો મોટો કારોબાર કરતી અનેક મલ્ટીનેશનલ કંપનીઓ ઘણી મોટી સંખ્યામાં તેમના પ્રોડક્ટ્સનું સેલીંગ કરતી હોય છે અને તેમને અનેક પોપ્યુલર બૉલીવુડ સ્ટાર્સ જાહેરાતો દ્વારા તેના વેંચાણ કરવાની ભલામણ કરતા હોય છે. લોકપ્રિય સ્ટાર્સ ઉપર પ્રેક્ષકોને આંખ બંધ કરી વિશ્વાસ કરી લેવાની આદત હોય છે, લોકો ઝડપથી તેમની વાત પર આધાર રાખીને તેમને સમર્થન આપે છે. અને કંપનીઓ આ એક જ બાબતે તેમની વસ્તુઓના વેંચાણ પરનો લાભ લે છે. તેના બદલમાં, આ પ્રખ્યાત સિતારાઓને મોટા પ્રમાણમાં પૈસા મળે છે. પરંતુ કેટલાક સિતારાઓ તેમના સિદ્ધાંતો અને નૈતિકતાની વિરુદ્ધ કદી નહીં જાય. આજે, અમે તમને પાંચ એવા સુપર્સ સ્ટાર્સ વિશે કહી રહ્યા છીએ જેમણે કરોડો જાહેરાતોને ઠુકરાવીને તેમની આવક બંધ કરી દીધી હતી.

અમિતાભ બચ્ચન

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on


જેમને આ સદીના મહાનાયક કહેવાયા છે તેવા સુપરસ્ટાર અમિતાભ બચ્ચન હંમેશાં તેમની સાદગી અને સારા વર્તન માટે જાણીતા છે. તેઓ અનેક બ્રાન્ડસની કમર્શિયલ જાહેરાતોમાં જોવા મળે છે. પરંતુ તેઓ ઠંડા પીણાંની જાહેરાતોમાં ક્યારેય દેખાતા નથી. વાસ્તવમાં, એકવાર છોકરીએ અમિતાભને કહ્યું કે તમે તેના પીણાંને પ્રોત્સાહિત કરો છો જેને તેના શિક્ષક ઝેર કહે છે. આ પછી, અમિતાભે તે ઠંડા પીણાંનો પ્રચાર કદી કર્યો ન હતો અને ઘણા સેલિબ્રિટીઓને પણ એવું જ કરવાનું કહ્યું હતું. આ કિસ્સાની નોંધ અનેક અખબારો અને સોશિયલ મીડિયામાં જે તે સમયે સારા પ્રમાણમાં લેવાઈ હતી.

અક્ષય કુમાર

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar) on


ખિલાડી કુમાર તરીકે જાણીતા, અક્ષય કુમારને બોલીવૂડના સૌથી વધુ ફીટ અભિનેતા પણ કહેવામાં આવે છે, તેઓ ઘણી સરકારી માદ્યમ દ્વારા દેશહિત માટે બનાવાતી જાહેરાતોમાં દેખાયા છે. તેમની ઘણી ફિલ્મો પણ દેશભક્તિના મુદ્દાઓ પર આધારિત હોય છે. અક્ષય કુમાર ફિટ ઈન્ડિયા કૅમ્પનને સપોર્ટ કરે છે. તેઓ કોઈપણ પ્રકારની વ્યસન કરતી ઉત્પાદનોના વિરોધી છે. તેથી જ્યારે તેમને એક પ્રખ્યાત પાન મસાલાના ઉત્પાદન માટે જાહેરાત કરવાની ઓફર હતી મળી ત્યારે તેમણે તે કરવાનો ઇનકાર કર્યો હતો.

આમિર ખાન


જેમને બોલીવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મીસ્ટર પર્ફેક્શનિસ્ટ કહેવામાં આવે છે, તેઓ અત્યાર સુધીમાં ઘણા બ્રાન્ડ્સનો ચહેરો બની ચૂક્યા છે. તેમના વિશે એમ કહેવામાં આવે છે કે આમિર માત્ર એવી જ પ્રોડક્ટની જાહેરાત કરે છે જેની પાછળ કોઈ ઉમદા સામાજિક સંદેશ છુપાવેલ હોય છે. જો કોઈ ઉત્પાદનમાં અથવા તો તે ઉત્પાદનના પ્રમોશનમાં સોસાયટીમાં કોઈ ખોટો સંદેશ પ્રસારિત થવાની શક્યતા ઊભી થતી હોય, તો તેઓ તે કામ કરવાનો ઇનકાર કરી દે છે.

રનબીર કપૂર

 

View this post on Instagram

 

A post shared by Ranbir Kapoor 🔵 (@ranbir_kapoooor) on


જે વસ્તુ સામાન્ય લોકોના હિતમાં નથી તેની જાહેરાત કરાની કે તે પ્રોડક્ટને સમર્થન આપવાનો ઇન્કાર કરનારા સુપર સ્ટાર્સના લીસ્ટમાં કપૂર સન્સની પેઢીનો આ યુવાન અને હેન્ડસમ હીરો, રનબીર કપૂરે એક એવો નિર્ણય આપી દીધો છે કે તે ક્યારે ફેરનેસ ક્રીમ કે પછી ત્વચાને ગોરી કરવાના કોઈ પણ પ્રોડ્ક્ટની જહેરાત કદી નહીં કરે. તેઓ માને છે કે આ રીતે લોકોમાં ભ્રમ ઊભો કરીને ખોટી બાબતને હું પ્રોત્સાહન નથી આપવા ઇચ્છતો…

જ્હોન અબ્રાહમ


તેમની તંદુરસ્તી વિશે ખૂબ ગંભીર હોય છે અન્ય સ્ટોર્સમાં પણ તેમના શરીરશૌષ્ઠવને લઈને ખૂબ સારી ચર્ચાઓ થતી હોય છે. તેમના સાથી મિત્રોમાં પણ એમને ખૂબ જ ફિટ પર્સનાલીટી માનવામાં આવે છે. જ્હોન સૌને પણ જ્યારે મળે, જ્યાં પણ મળે પોતાનાની જેમ ફિટ રહેવાની સલાહ આપે છે. જ્હોન અબ્રાહમે તમાકુ અથવા આલ્કોહોલની આજ સુધી કદી પણ જાહેરાત કરી નથી.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ