મે બધા જાણતા હશો કે ભારતીય પરંપરા પ્રમાણે દરેક મહિલાઓ લગ્ન બાદ પોતાના પગમાં વિંછિયા એટલે કે પગની આંગળીઓમાં કડી પહેરતી હોય છે. તેને સ્ત્રીના સોળ શ્રૃંગારમાં 15મું સ્થાન આપવામાં આવ્યું છે. સૌભાગ્યવતિ મહિલાઓએ પોતાની માંગમાં સોનું તેમજ પગમાં ચાંદીનો આભૂષણ પહેરવો જોઈએ. તે તમારા મનને ખૂબ જ શાંતિ પ્રદાન કરે છે. અને તમારા કૌટુંબિક જીવનમાં ખુશીઓ પણ લાવે છે.

જે મહિલાઓ આ રીતે પગમાં વિંછીયા પહેરે છે તે ક્યારેક ક્યારેક કેટલીક ભૂલો કરી બેસે છે જેનું નુકસાન તેણે ભોગવવાનો વારો આવે છે. તમને જણાવી દઈએ કે મહિલાએ પોતાના પગની આંગળીઓની કડીઓ બીજી કોઈ મહિલાને ક્યારેય ન આપવી જોઈએ. આમ કરવાથી તમારા પરિવાર તેમજ તમારા પતિના બધા જ કાર્યોને હાનિ પહોંચે છે, અને તમારા પતિ હંમેશા દેવામાં ડૂબેલા રહે છે.

હંમેશા મનમાં અશાંતિ રહ્યા કરે છે અને જ્યાંથી પણ ધનની પ્રાપ્તિ શક્ય હોય તે બધા જ રસ્તા બંધ થઈ જાય છે. આપણા વેદો તેમજ પુરાણોમાં સાચું જ કહ્યું છે કે મહિલાઓએ એવી પાયલ એટલે કે છડાં તેમજ વિંછિયા રાખવા જોઈ જેમાંથી ઓછામાં ઓછો અવાજ આવતો હોય . આમ કરવાથી પતિની બધી જ સમસ્યાઓ ટળી જાય છે.
હવે જાણો શાસ્ત્રો પ્રમાણે સૌભાગ્યવતિ મહિલાઓએ શા માટે વિંછીયા પહેરવા જોઈએ

આયુર્વેદમાં વિછિયાના મહત્ત્વને સમજાવવામા આવ્યું છે અને એ જ કારણ છે કે આપણી સંસ્કૃતિમાં લગ્ન બાદ મહિલાઓ માટે તેને પહેરવાનું વિધાન છે. આયુર્વેદમાં તેને મર્મ ચિકિત્સા અંતર્ગત દર્શાવવામાં આવ્યું છે.
સામાન્ય રીતે વિંછીયા ચાંદીની હોય છે પણ શું તમે ક્યારેય વિચારયું છે કે તેને પહેરવા પાછળનું કારણ શું છે ? મહિલાઓનું વિછિયા પહેરવું માત્ર એ પ્રતિક નથી કે તેણી વિવાહિત છે, પણ તેની પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છે. તો ચાલો જાણીએ આ બધા જ કારણો વિષે.

જો તમે ધ્યાન આપશો તો તમને જાણવા મળશે કે વિંછીયા હંમેશા ડાબા કે જમણા પગની બીજી આંગળી પર જ પહેરવામા આવે છે. આ ગર્ભાશયને નિયંત્રિત કરે છે અને ગર્ભાશયમાં સંતુલિત બ્લડ પ્રેશર દ્વારા તેને સ્વસ્થ રાખે છે.
વાસ્તવમાં પગમાના વિંછીયા મહિલાઓની પ્રજનન ક્ષમતા વધારવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આયુર્વેદમાં વિછિયાના આ મહત્ત્વને સમજાવવામાં આવ્યું છે અને તે જ કારણ છે કે આપણી સંસ્કૃતિમાં વિવાહિત મહિલાઓ માટે તેને પહેરવાનું વિધાન છે. આયુર્વેદમાં તેને મર્મ ચિકિત્સા હેઠળ દર્શાવવામાં આવ્યું છે. આયુર્વેદમાં મર્મ ચિકિત્સામા મહિલાઓમાં ફર્ટિલિટી વધારવા માટે વિંછીયાને મહત્વના ગણવામાં આવે છે.

સાઇટિક નર્વની એક નસ વિંછીયાથી દબાય છે જે કારણે આસ-પાસની બીજી નસોમાં રક્ત પ્રવાઝ ઝડપી બને છે અને યુટેરસ, બ્લેડર તેમજ આંતરડા સુધીનો રક્ત પ્રવાહ તેનાથી ઠીક થાય છે.
ભારતીય વેદો પ્રમાણે એવું માનવામાં આવે છે કે તેને બન્ને પગે પહેરવાથી મહિલાઓનું માસિક ચક્ર નિયમિત થાય છે.
વિંછીયા એક્યુપ્રેશરનું પણ કામ કરે છે, જેનાથી પગના તળિયાથી લઈને નાભિ સુધીની બધી જ નાડિઓ અને પેશિયો વ્યવસ્થિત થાય છે.

ભારતીય મહાકાવ્ય રામાયણમાં વિંછીયાની મહત્ત્વની ભૂમિકા છે. જ્યારે રાવણે સીતાજીનું અપહરણ કર્યું હતું ત્યારે તેમણે પોતાની વિંછીયાને ભગવાન રામની ઓળખ માટે ફેંકી દીધી હતી. તે દર્શાવે છે કે વિંછીયા પ્રાચીન કાળથી પહેરવામાં આવે છે.
ચાંદી એક સારી સુચાલક છે માટે તે પૃથ્વીની ધ્રુવિય ઉર્જાને ઠીક કરીને શરીર સુધી પહોંચે છે જેનાથી આખું શરીર તાજુ બની જાય છે.

આજકાલ ફેસન તરીકે બે કે ત્રણ આંગળીમાં પણ વિંછીયા પહેરવામાં આવે છે. બન્ને પગની બીજી આંગળી અને ત્રીજી આંગળીમા વિંછીયા પહેરવાથી સાઇટિક નસનું પ્રેશર વધે છે અને તેના કારણે આસપાસની નસો જે યુટેરસ તેમજ પ્રજનન તંત્ર સાથે જોડાયેલપી છે, તેમા રક્ત પ્રવાહ ઠીક થાય છે અને યુટેરસનું સંતુલન બનેલું રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ