આ છે બોલિવૂડ ફિલ્મોના 10 દમદાર ખલનાયક, જેમને પોતાના પાત્રને કરી દીધું અમર, જોઇ લો તસવીરોમાં તમે પણ

બૉલીવુડ ફિલ્મોમાં જેટલું મહત્વ હીરો કે હિરોઇનનું હોય છે એટલું જ મહત્વ પાત્ર એક વિલનનું પણ હોય છે. વિલન હિન્દી સીનેમાનું એક એવું દમદાર કેરેકટર રહ્યું છે જેને પોતાની ચાલાકી, દગાખોરી, નિર્દયતા, ક્રુરતાથી ઓળખવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ બોલિવુડના આવા 10 દમદાર વિલન વિશે…

અજિત

image source

હિન્દી સિનેમામાં અજિતને ખૂબ જ લોકપ્રિય ખલનાયક તરીકે ઓળખવામાં આવે છે. એમનું સાચું નામ હામિદ અલી ખાન હતું એમને પોતાના કરિયર દરમિયાન 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને એમના વિલનવાળા પાત્રો દર્શકોને ખૂબ જ ગમ્યા. અજિતે પોતાના વિલનના પાત્રને સદાયને માટે અમર કરી દીધા.

અમરીશ પુરી.

image source

અમરીશ પુરી જેવા વિલનના તેમજ અન્ય પાત્રોમાં જીવ રેડનાર અભિનેતા હિન્દી સિનેમાની મળવા એ ગૌરવની વાત છે. એમને આમ તો ઘણા પ્રકારના પાત્રો ભજવ્યા પણ લાંબા સમય સુધી પોતાના વિલનના પાત્રોના લીધે ઓળખાયા. વિલન તરીકેના એમના પાત્રોને આજે પણ યાદ કરવામાં આવે છે.

પ્રાણ

image source

હિન્દી સિનેમામાં પ્રાણએ જેવી રીતે વિલનની ભૂમિકા ભજવી છે એ પ્રકારના પાત્રોને કદાચ જ અન્ય કોઈ એકટર કરી શકે. આ મહાન અભિનેતાએ લગભગ 50 વર્ષ હિન્દી સિનેમામાં પસાર કર્યા અને ફિલ્મોમાં અમર કરી દેનાર વિલનની ભૂમિકાઓ ભજવી.

ડેની

image source

એકટર ડેનીએ પોતાના ફિલ્મી કરિયર દરમિયાન લગભગ 190 ફિલ્મોમાં કામ કર્યું હતું. શરૂઆતમાં એમને ફિલ્મોમાં પોઝિટિવ પાત્રો ભજવ્યા પણ પછી એમને નેગેટિવ રોલ કર્યા. ઘણી ફિલ્મોમાં એમને વિલનનું પાત્ર એટલું ઉમદા રીતે ભજવ્યું કે વિલનનું પાત્ર હંમેશા માટે યાદગાર બની ગયું.

અમઝદ ખાન.

image source

લગભગ 30 વર્ષનો સમય હિન્દી સિનેમામાં પસાર કરનાર અમજદ ખાને મોટાભાગની ફિલ્મોમાં વિલનનું પાત્ર ભજવ્યું, પણ પોતાના દમ પર એમને પોતાના બધા વિલનના પાત્રોને અમર બનાવી દીધા. ફિલ્મ શોલેમાં ગબ્બર સિંહ બનેલા અમજદ ખાનને લોકો આજે પણ યાદ કરે છે.

પ્રેમ ચોપરા.

image source

હિન્દી સીનેમામાં દમદાર વિલન પ્રેમ ચોપરાનું નામ કોણ ભૂલી શકે. એમનો ફેમસ ડાયલોગ પ્રેમ નામ હે મેરા પ્રેમ આજે પણ મોટાથી લઈને નાના બાળકોની જીભ પર આવી જ જાય છે. પોતાના ફિલ્મી કરિયરમાં એમને 320થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા પ્રેમ ચોપરા મોટાભાગે નેગેટિવ પાત્રમાં જ દેખાયા.

કાદર ખાન

image source

વ્યવસાયે સિવિલ એન્જીનીયરિંગ ભણાવનાર કાદર ખાને પોતાના ફિલ્મી સફરની શરૂઆત ભલે મોડા કરી હોય પણ પોતાની પ્રતિભાના દમ પર એમને ઘણું નામ મેળવ્યું. દરેક પાત્રમાં એમને જીવ રેડી દીધો અને વિલન તરીકે જાણીતા થઈ ગયા.

ગુલશન ગ્રોવર.

image source

ગુલશન ગ્રોવરે લગભગ 400 ફિલ્મોમાં કામ કર્યું છે અને એ એક દમદાર વિલન તરીકે ઓળખાય છે. એમના ચહેરાનું વિલન જેવું સ્મિત એમને બોલિવુડના ચર્ચિત વિલનમાં સામેલ કરે છે.

શક્તિ કપૂર.

image source

ફિલ્મોના જાણીતા વિલન શક્તિ કપૂરનું સાચું નામ સુનિલ કપૂર છે. એ ફિલ્મોમક પોતાના પોઝિટિવ કેરેકટરથી વધુ નેગેટિવ કેરેકટર માટે જાણીતા છે. જો કે વિલનના રોલની સાથે સાથે એમને કોમેડી રોલ પણ કર્યા છે પણ વિલન તરીકે લોકોએ એમને ખૂબ પસંદ કર્યા છે.

અનુપમ ખેર.

image source

અનુપમ ખેર બોલિવુડના એવા વર્ષેટાઇલ એકટર છે જે કોઈપણ કેરેકટરમાં જીવ રેડી દે છે. જ્યારે એમને વિલનનું પાત્ર ભજવ્યું તો પુરી નિષ્ઠાથી ભજવ્યું. ફિલ્મ કર્મામાં એમના વિલનના રોલ માટે લોકો એમને આજે પણ યાદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત