બાબરાના લગ્ન પ્રસંગમા ઢોલના અવાજથી ભડક્યું ઊંટ, બે વ્યક્તિ પડ્યા નીચે અને વરરાજા…જોઇ લો તસવીરો

કયારેક પ્રાણીઓ પણ મગજ પરથી કાબૂ ગુમાવી બેસતા હોય છે. આવો જ એક બનાવ બાબરામાં બન્યો છે. અમરેલી જિલ્લામાં લગ્ન પ્રસંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં 2 દિવસથી સોશિયલ મીડિયા પર આ વીડિયોએ ધૂમ મચાવી છે. જેમાં આ વીડિયો બાબરા શહેરના જીવન પરા વિસ્તારનો હોવાનું પ્રાથમિક અનુમાન છે. તેમાં મુસ્લિમ પરિવારના લગ્નોત્સવમાં સાંજના સમયે ફુલેકુ નીકળ્યું હતુ.

જેમાં વરરાજા અશ્વ પર ચડ્યા હતા અને ઊંટ પર બે વ્યક્તિ ચડ્યા હતા. જ્યારે ઊંટ પર સવાર લોકો લગ્ન પ્રસંગના ઉત્સાહમાં રૂપિયા ઉડાવતા હતા. અને ઊંટ પરથી બે વ્યક્તિ નીચે પડ્યા અને અફડા તફડી સર્જાઇ હતી. પરંતુ કોઈ ઇજા થવા પામી ન હતી.સામાન્ય રીતે આ પ્રકારના પ્રસંગમાં સૌરાષ્ટ્રમા નાની મોટી ઘટના બનતી હોય છે. પરંતુ ક્યારેક મોટી દુર્ઘટના પણ બનતી હોય છે. આ ઘટનામાં ઊંટ ની બાજુમા રહેલ વરરાજા અશ્વ પર હતા અને સદનસીબે બચાવ થયો હતો. આ વીડિયો આશરે 10 દિવસ પહેલાનો હોવાનું પ્રાથમિક અનુમાન છે.

સૌરાષ્ટ્રમાં ઊંટ, અશ્વનો ક્રેઝ વધુ પડતો છે

સૌરાષ્ટ્રના લગ્ન પ્રસંગમાં ઊંટ, અશ્વ પર ફુલેકા ધામ ધૂમ પૂર્વક નીકળે છે. જેમાં અશ્વો સહિત ઊંટ ફુલેકામાં જોડાતા હોય છે. પરંતુ અશ્વો વધુ પડતા કુદતા હોય છે. અને ઊંટ શાંતિ પૂર્ણ રીતે પસાર થતા હોય છે તેને લોકો કુદાવતા નથી. જેમાં સૌરાષ્ટ્રમાં આ પ્રકારનો ઊંટ કુદયો હોય તે પ્રથમ ઘટના હોઇ શકે છે.

બાબરાના જીવનપરામાં એક મુસ્લિમ પરિવારમાં લગ્નપ્રસંગ હતો. ત્યારે લગ્નપ્રસંગમાં એક ઉંટ પર ફુલેકું ફરી રહ્યં હતું. ત્યારે અચાનક ઉંટનો પિત્તો ખસ્યો હતો. અને, ઉંટ ભડકી ગયું હતું. ત્યારે ઉંટ પર સવાર બે યુવકો નીચે પટકાયા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.

અમરેલીના બાબરામાં ઊંટ પર ફૂલેકું કાઢવું મોંઘુ પડ્યું હતું. લગ્નમાં સામાન્ય રીતે ઘોડાનો ઉપયોગ થયો હોય છે. પરંતુ ઊંટ પર ફૂલેકું કાઢવા જતા ઊંટે જવાબ આપી દીધો હતો. લગ્નમાં ઢોલના અવાજ અને લોકોની ભીડ જોઈને ઊંટ બેકાબૂ બન્યું હતું. ઉપર બેસેલા લોકો પણ નીચે પછડાયા હતા. જો કે, લગ્નમાં જ આવેલા જ કોઈ વ્યક્તિના કેમેરામાં આ દૃશ્યો કેદ થયા હતા.

જે બાદ સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો વાઈરલ થયો હતો. જો કે, ઊંટ બેકાબૂ બનવાનો આ વીડિયો જોઈને લોકો હસી પણ પડ્યા હતા. અને લગ્નમાં એક હાસ્યાત્મ ઘટના પણ બની હતી. પરંતુ પ્રાણીઓનો ઉપયોગ પૈસા કમાવવા કરવો તે કેટલું યોગ્ય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ