ધડાધડ શેર થઇ રહ્યુ છે બીગ બીનુ આ ટ્વિટ, અમિતાભે ફેન્સને ભગવાન ગણેશમાં કોરોના વોરિયર્સના કરાવ્યા દર્શન

અમિતાભે ફેન્સને ભગવાન ગણેશમાં કોરોના વોરિયર્સના દર્શન કરાવ્યા- અમિતાભનું આ ટ્વિટ હાલ વાયુવેગે વાયરલ થઈ રહ્યું છે.

image source

હાલ સમગ્ર વિશ્વ પર કોરોના વાયરસનું સંકટ છે.દીવસેને દીવસે લોકો લાખોની સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે તો હજારોની સંખ્યામાં મૃત્યુ પામી રહ્યા છે. ભારતમાં પણ છેલ્લા એક મહિનાથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેથી કરીને વાયરસના ફેલાવાને અટકાવી શકાય. બીજી બાજુ કોરોના વોરિયર્સ એટલે કે કોરોનાના દર્દીઓની સારવાર કરતા પેરામેડિક સ્ટાફ, લોક રક્ષકો એટલે કે પોલીસ અને સ્વચ્છતા કર્મીઓના માથા પર જ દેશની સંપૂર્ણ જવાબદારી આવી ગઈ છે તેવું કહીએ તો તેમાં કોઈ જ અતિશયોક્તિ નથી થતી.

image source

આજે દેશ વિદેશની ઘણી બધી જગ્યાઓએ કોરોના વોરિયર્સના સમ્માનનમાં તેમને તાળીઓ તેમજ થાળીઓના ગડગડાટ સાથે વધાવવામાં આવી રહ્યા છે તો કેટલાક એવા લોકો પણ છે કે જેઓ આ કોરોના વોરિયર્સ સાથે ગેરવર્તન કરતા જોવા મળી રહ્યા છે. ક્યાંક આ લોકો સાથે મારપીટ કરવામાં આવી રહી છે તો ક્યાંક થૂકવામાં આવી રહ્યું છે. તો વળી ક્યાંક અપમાન થઈ રહ્યું છે.

image source

આવા લોકોને એ વાતનું જરા પણ ભાન નથી હોતું કે કોરોના વોરિયર્સ પોતાનું તેમજ પોતાના કુટુંબીજનોનું જીવન જોખમમાં મુકીને દેશ સેવા કરી રહ્યા છે. અને માટે જ અવારનવાર લોકોને આ બાબતે જાગૃત બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

image source

બોલીવૂડના દીગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન પણ પોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે. આખીએ ત્રાસદી દરમિયાન બોલીવૂડના જાણીતા સ્ટાર્સે લોકોમાં જાગૃતિ ફેલાવવાના અનેક પ્રયાસ કર્યા છે. અમિતાભ પણ સોશિયલ મિડિયા પર સતત સક્રીય રહે છે. તેમણે ફરી લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એક સુંદર તસ્વીર પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરી છે, જેને લોકો તરફથી ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે આ તસ્વીર શેર કરીને ટ્વીટ કર્યું છે, ‘ફ્રંટ લાઇન કાર્યકર્તા… ડૉક્ટર અને નર્સ… સોશલ વોરિયર્સ… નતમસ્તક છું હું…’ સાથે શેર કરેલી તસ્વીર પણ લોકોને ખૂબ પસંદ આવી રહી છે.

આ તસ્વિરમાં ‘નર્સ’, ‘ડૉક્ટર’, ‘સફાઈ કર્મચારી’, અને ‘પોલીસ’ જેવા શબ્દો લખીને ગણપતિ દાદાની સુંદર તસ્વીર બનાવવામાં આવી છે. આ તસ્વિર લોકોમાં હકારાત્મકતા ફેલાવવાનું કામ કરી રહી છે.

ઉપર જણાવ્યુ તેમ અમિતાભ સોશિયલ મિડિયા પર સતત એક્ટિવ રહે છે. થોડા સમય પહેલાં અમિતાભને એક ફેને ટ્વીટર પર પી.એમ બનવા વિષે પ્રશ્ન પુછ્યો ત્યારે તેમણે વાતને હસી કાઢતા જવાબ કંઈક આવી રીતે આપ્યો હતો, ‘અરે યાર, સવાર સવારમાં શુભ શુભ બોલો.’

image source

અમિતાભ કોરોના વિરુદ્ધની દેશની લડાઈમાં સતત સાથ આપી રહ્યા છે અને વિવિધ રીતે લોકોને પ્રોત્સાહિત પણ કરે છે. તેમણે પણ સામાન્ય નાગરીકની જેમ કોરોના વોરિયર્સને વધાવી લેવા માટે પોતાના ધાબા પર ચડીને સંપૂર્ણ પરિવાર સાથે તાળીઓ તેમજ ઘંટડી વગાડી હતી. જો કે તમને જણાવી દઈએ કે તેમના ધર્મ પત્ની જયા બચ્ચન હાલ લોકડાઉનના કારણે ઘરથી દૂર દિલ્લીમાં ફસાયેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ