જોઇ લો અમિતાભે શેર કરેલો આ વાયરલ વિડીયો, જેમાં મહિલા ગઇ હતી બહાર સામાન લેવા અને ઘરે આવી તો મહિલાને નવડાવી સાબુથી

અમિતાભ બચ્ચન

image source

અમિતાભ બચ્ચન(Amitabh Bachchan)એ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં બજાર માંથી સામાન ખરીદીને પરત ફરેલ મહિલાને તેના પરિવારના લોકો સર્ફના પાણીથી નવડાવી રહ્યા છે અને આ સાથે જ મહિલાને સાફ પણ કરી રહ્યા છે.

image source

નોવેલ કોરોના વાયરસની મહામારી (corona virus pandemic)ના સંકટ સામે આખી દુનિયા લડી રહી છે. અમેરિકા, ઈટલી, ફ્રાંસ અને દુનિયાના કેટલાક દેશોમાં કોરોના વાયરસની મહામારીના કારણે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા દીધા છે. તેમજ, ભારતમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ ધીરે ધીરે ફેલાઈ રહ્યું છે. જેના લીધે હાલમાં દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન (lockdown) જાહેર કરી દેવામાં આવ્યું છે.

image source

આવામાં બોલીવુડ સેલેબ્સ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોનું મનોરંજન કરી રહ્યા છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચન(Amitabh Bachchan)એ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે બજાર માંથી સામાન ખરીદી કરીને પરત ફરેલ મહિલાને તેના પરિવારના સભ્યોએ સર્ફના પાણીથી નવડાવી રહ્યા છે અને આ સાથે જ મહિલાને સાફ કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ આ વિડીયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “હદ છે?” અમિતાભ બચ્ચન (Amitabh Bachchan Video)ના આ વિડીયો ટ્વીટ પર લોકો ખુબ કમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા સામાન ખરીદીને બહારથી આવે છે અને તે મહિલા લાકડીના સહારે તે સામાન ઘરવાળાઓને આપે છે, ત્યાર પછી તે મહિલાના પરિવારના સભ્યો તે મહિલા પર સર્ફનું પાણી ફેકી દે છે.

image source

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) દ્વારા શેર કરવામાં આવેલ આ ફની વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. તેમજ આપને જણાવી દઈએ કે, દિલ્લીમાં છેલ્લા ૨૪ કલાકમાં નોવેલ કોરોના વાયરસના નવા ૨૩ કેસ સામે આવ્યા છે ત્યાર પછી નોવેલ કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને મંગળવારે આ સંખ્યા ૧૨૦ વ્યક્તિઓની થઈ ગઈ છે. ઉપરાંત આખા દેશમાં નોવેલ કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા ૧૩૯૭નો આંકડો પાર કરી લીધો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ