અનાજની કીંમત સમજાઈ, રસ્તા પર ઢોળાયેલા અનાજનો એક એક દાણો ઉઠાવતું દંપત્તી નજરે પડ્યું

છેવટે માનવજાતને અનાજની કીંમત સમજાઈ – રસ્તા પર ઢોળાયેલા અનાજનો એક એક દાણો ઉઠાવતું દંપત્તી નજરે પડ્યું

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામા આવેલા લૉકડાઉનનું હાલ બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે. ઘણા લોકો જીવન જરૂરીયાત વસ્તુઓ માટે કરિયાણાની દુકાનની લાઈનમાં કલાકો ઉભા રહે છે ત્યારે તેમને ઘઉં-ચોખા વિગેરે જરૂરિયાતની વસ્તુઓ મળવા પામે છે. દેશમાં એવા કરોડો લોકો છે જેઓ પોતાની રોજની કમાણી પર નિર્ભર છે પણ સમગ્ર દેશ બંધ હોવાથી તેમની કમાણી અટકી ગઈ છે અને માટે તેઓ બે ટંકનુ અનાજ પણ નથી મેળવી શકતાં.

image source

તેવા લોકો માટે સરકાર દ્વારા મફત અનાજની સુવિધા પુરી પાડવમાં આવી રહી છે. જેનું વિતરણ પણ દુકાનો પર શરૂ થઈ ગયું છે. અને લાઈનોમાં ઉભા રહીને ગરીબ લોકો પોતાના કુટુંબ માટે અનાજ મેળવી રહ્યા છે. પણ આ અનાજની કીંમત માણસને આવા સંજોગોમાં જ સમજાય છે.

આ ઘટના રાજકોટ-જામનગર હાઈવેના ધ્રોલ નજીક એક ગરીબ કુટુંબ સાથે ઘટી હતી. તેઓ પરિવાર માટે અનાજની થેલી લઈ જઈ રહ્યા હતા. અને થેલી પડી જતાં આખુંએ અનાજ રસ્તા પર ઢોળાઈ ગયું હતું. દેશમાં હાલ જે સંજોગો ઉભા થયા છે તેવા સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ માટે અનાજનો એક-એક દાણો મહત્ત્વનો બની જાય છે તો પછી આ ગરીબ દંપત્તી માટે તો આ અનાજ પોતાના જીવ સમાન હતું.

image source

આ દંપત્તી ઢોળાયેલા અનાજને વીણવા માટે દીકરાને રસ્તાની એક બાજુએ ઉભો રાખી દે છે અને પછી ઢોળાયેલા અનાજને વિણવા લાગી પડે છે. આ સમય દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી તેમજ લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજ રાઠોડ ત્યાંથી પસાર થયા અને તેમણે એ દુઃખદ દ્રશ્ય જોયું.

તેમણે પોતાનું વાહન રોક્યું અને તરત જ આ દંપત્તીની મદદે પહોંચી ગયા અને અનાજ ભેગુ કરવામાં તેમની મદદ કરવા લાગ્યા. આ દ્રશ્યથી દુઃખ અનુભવતા મનોજ રાઠોડે ગરીબો માટે અન્નના ભંડારો ખુલ્લા મુકી દેવા અરજ કરી છે અને બજારમાં થતી કાળાબજારી પણ અટકાવવા કહ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ