અમિતાભ બચ્ચનના હાથમાં જ્યારે ફુટ્યો હતો ફટાકડો ત્યારે… શું તમે જોઇ લેટેસ્ટમાં શેર કરેલી આ તસવીર જેમાં હાથમાં..

દીવાળીના તહેવારમાં અમિતાભ બચ્ચને કરી નાખ્યું હતું આ પરાક્રમ – પછી દીવસો સુધી ભોગવવી પડી હતી પીડા – ફેન્સ સાથે શેર કરી બાળપણની વાત

બોલીવૂડના પીઢ અભિનેતાઓમાં અમિતાભ બચ્ચન જ એક એવા સ્ટાર છે જેઓ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા એકધારા પોતાના ફેન્સના સંપર્કમાં રહે છે. અમિતાભ બચ્ચન સોશિયલ મિડિયા પર ઘણીવાર પોતાના જીવન સાથે જોડાયેલી નાની-મોટી ઘટનાઓ શેર કરતા જોવા મળ્યા છે. આ ઢળતી ઉંમરે તેઓ ઘણીવાર જુની વાતો યાદ કરીને લાગણીશીલ બની જતા હોય છે. ફિલ્મો તેમજ જાહેરાતો ઉપરાંત અમિતાભ બચ્ચન સોશિયલ મિડયા પર પણ ખૂબ સક્રીય રહે છે. તાજેતરમાં તેમણે પોતાના ફેન્સ સાથે પોતાની બાળપણના દિવસોની એક વાત શેર કરી છે.

image source

વાસ્તવમાં, બાળપણમાં દિવાળીના તહેવાર પર અમિતાભ બચ્ચનનો હાથમાં ફટાકડો ફૂટી ગયો હતો જેના કારણે તેમનો હાથ ખરાબ રીતે ઘવાઈ ગયો હતો. તેમના હાથની ઉપરના કેટલાક ભાગની ચામડી પણ ઉખડી ગઈ હતી અને તેને ઠીક થતાં ઘણો લાંબો સમય લાગ્યો હતો.

ટ્વિટર પર અમિતાભે પોતાના હાથની એક તસ્વીર શેર કરી છે. તેમણે આ તસ્વીર શેર કરતાં લખ્યું છે, ‘આંગળિઓ મનુષ્યના શરીરીના સૌથી જટીલ ભાગોમાંની એક છે. તેને ફરીવાર ઠીક થતાં ખૂબ લાંબો સમય લાગે છે. તેને એકધારી ચલાવતા રહેવી પડે છે, નહીંતર તે સ્થીર બની જાય છે. મને યાદ છે કે મેં દિવાળી પર મારો હાથ બાળી નાખ્યો હતો. મારે અંગુઠાને હલાવીને તર્જની આંગળી સુધી લાવવામાં બે મહિના થઈ ગયા હતા. અને હવે તે કેવો ક્રીએટીવ છે.’

image source

અમિતાભની હાલની ફિલ્મોની વાત કરીએ તો તેઓ નજીકના ભવિષ્યમાં ફિલ્મ ગુલાબો સિતાબોમાં જોવા મળશે જેને કોરોના વાયરસની મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ કરવામાં આવશે. પહેલાં આ ફિલ્મ એપ્રિલમાં થિયેટરમાં રિલિઝ થવાની હતી પણ લોકડાઉનના કારણે ફિલ્મમેકર્સે આ નિર્ણય લીધો છે. આ ફિલ્મમાં અમિતાભની સાથે આયુષ્માન ખુરાના પણ છે. આ ફિલ્મને સુજીત સરકારે દીગ્દર્શીત કરી છે. 12મી જુને આ ફિલ્મનું પ્રિમિયર એમેઝોન પ્રાઇમ વિડિયો પર થવા જઈ રહ્યું છે.

image source

આ ઉપરાંત અમિતાભ બચ્ચનની પાસે નાગરાજ મંજુલેની સ્પોર્ટ ડ્રામા ફિલ્મ ‘ઝુંડ’, ધર્મા પ્રોડક્શનની ફિલ્મ બ્રહ્માસ્ત્ર અને રૂમી જાફરીની ફિલ્મ ચેહરે છે. હાલ અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિની આવનારી સીઝન શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં તેમણે સિરિયલનો પ્રોમો પણ શૂટ કર્યો હતો. અને સ્પર્ધકો માટે ચેનલ તરફથી કેટલાક પ્રશ્નો પણ આપવામાં આવ્યા છે.

image source

આજે 70 વર્ષની ઉંમરે લોકો નિવૃત્ત થઈ જતા હોય છે ત્યાં અમિતાભ બચ્ચન કોઈ 30 વર્ષના યુવાનની જેમ પોતાના કામમાં વ્યસ્ત છે. અને એક પછી એક પ્રોજેક્ટ હાથ પર લઈ રહ્યા છે. તેમની સ્ફૂર્તિને તેમજ તેમની પોતાના કામ પ્રત્યેની ધગસને ખરેખર વંદન છે.

Source : Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ