લોકડાઉનમાં કરિનાએ લગાવ્યો ઘરે બનાવેલો માસ્ક, તસવીર જોઇને જ ખબર પડી જશે તમને

કરીનાનો લોકડાઉન લૂક જોઈલો તમને પણ તમારામાં અને તેનામાં કોઈ જ ફરક નહીં લાગે

કરીના કપૂર ખાન પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અવારનવાર પોતાના જીવનની ઝલક આપતી તસ્વીરો તેમજ વિડિયો શેર કરતી રહે છે. ક્યારેક પોતાના દીકરા તૈમુર સાથે તો ક્યારેક પતિ સૈફ અલિ ખાન સાથે. તેણીએ પોતાના કાકા ઋષિકપૂરના અવસાન બાદ તેમની પણ કેટલીક જૂની તસ્વીરો શેર કરીને તેમને યાદ કર્યા હતા. તો ઇરફાનખાન સાથેની પણ એક તસ્વીર શેરી કરીને તેના મૃત્યુ પર પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.

image source

પણ તાજેતરમાં કરીનાએ કેટલીક શેલ્ફી શેર કરી હતી. તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે તેણીએ ઘરે જ બનાવેલો ફેસ માસ્ક ચહેરા પર લગાવ્યો છે. હા તમે સત્ય જ વાંચી રહ્યા છો. કરીના કપૂર પણ ઘરે બનાવેલો ફેસ માસ્ક વાપરીને પોતાની સ્કીનની સંભાળ લઈ રહી છે.

image source

તેના વસ્ત્રોની વાત કરીએ તો તેણીએ જણાવ્યું કે તેણીને તેનું કફ્તાન ખૂબ પસંદ છે. કફ્તાન એક પ્રકારનું ગાઉન જેવું વસ્ત્ર છે જે તેણી લોકડાઉન દરમિયાન ઘરે રીલેક્સ રહેવા માટે પહેરે છે. અને કરીનાના વાળની વાત કરીએ તો તેણીના વાળ પણ એક સામાન્ય મહિલાની જેમ ઉંચા બાંધેલા છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

તેણીએ ફેસપેક લગાવેલી આ તસ્વીર શેર કરતા લખ્યું છે, ‘ઉનાળાની જરૂરીયાતઃ મેસી બન, કફ્તાન અને ઘરે જ બનાવેલો ફેસ માસ્ક.’ વધારામાં તેણીએ લખ્યું છે ‘PS: નીસા સરીન આ ઉત્તમ ફેસ પેક માટે ખૂબ ખૂબ આભાર #Hotmess #HomemadeMask # KaftanSeries’

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

કરીનાની આ વાત તો દેશની દરેક સામાન્ય સ્ત્રીઓ ને પણ લાગુ પડે છે, નહીં ? કરીનાએ ઘણી બધી તસ્વીરો પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર શેર કરી છે. જો તમે આ તસ્વીર જોશો તો તમને ખ્યાલ આવશે કે મોટે ભાગે તેણી કોટનના કફ્ટાનમાં જ જોવા મળી છે. અને તે પણ મેકઅપ વગર. તેણીએ એક એવી સેલ્ફી પણ શેર કરી હતી જેમાં તેના ચહેરા પર એક નાનકડી ફોડકી પણ હતી. અને તેનો પણ તેણીએ તસ્વીરના કેપ્શનમા ઉલ્લેખ કર્યો હતો.

image source

અને તેની ઇન્સ્ટાગ્રામ પરની લેટેસ્ટ તસ્વીરની વાત કરીએ તો તેણીએ સૈફ અલી ખાનની એક તસ્વીર શેર કરી છે જેમાં સૈફ એક વ્હાઇટ કપડું લઈને ઉભો છે જેના પર હાથના પંજાના રંગબીરંગી નીશાન કરવામાં આવ્યા છે. તસ્વીરના કેપ્શન પરથી લાગી રહ્યું છે કે તેમાં સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન અને તૈમુર અલી ખાનના હાથના પંજાના નીશાન છાપવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

થોડા સમય પહેલાં તેણીએ સૈફ અને તૈમુરની ઘરની દીવાલોને પેઇન્ટ કરતી તસ્વીરો પણ શેર કરી હતી. જેમાં સૈફ દીવાલ પર ફ્લાવર્સ પેઇન્ટ કરી રહ્યો હતો તો તૈમુર નાના છોકરાઓની જેમ જ અગડંમબગડમ પેઇન્ટ કરી રહ્યો હતો.

image source

કરીનાની હાલની ફિલ્મોની વાત કરીએ તો તાજેતરમાં તેણી ઇરફાન ખાન અભિનિત અંગ્રેઝી મિડિયમ ફિલ્મમાં જોવા મળી હતી. હવે તેણી આમીર ખાન સાથે લાલ સિંઘ ચઢ્ઢા અને કરન જોહરની મહત્વાકાંક્ષી ફિલ્મ તખ્તમાં જોવા મળશે.

Source : Indiatoday

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ