બીગ બીએ 42 વર્ષ જૂની તસવીર કરી શેર, જેમાં સાથે જોવા મળી નૂતન પણ..

બોલીવુડના સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચન બોલીવુડના સૌથી વ્યસ્ત અભિનેતાઓ માંથી એક છે. તેમ છતાં અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા સક્રિય જોવા મળે છે. અમિતાભ બચ્ચનએ પોતાના કરિયરમાં એટલી બધી ફિલ્મો કરી છે કે. લગભગ રોજ અમિતાભ બચ્ચનની કોઈને કોઈ ફિલ્મની એનીવર્સરી હોય છે.

image source

હાલમાં જ અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ ‘જંજીર’ની રીલીઝ એનીવર્સરી હતી. આવામાં આ વખતે અમિતાભ બચ્ચનએ એક ખાસ ફોટો શેર કર્યો છે અને આ સાથે જ અમિતાભ બચ્ચનએ પણ જણાવ્યું છે કે, તેમના માટે આ કેમ મહત્વનું છે.

image source

૧૨ મેના રોજ અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ડોન’ની રીલીઝ થયાને ૪૨ વર્ષ પુરા કરી લીધા છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ડોન’ બોક્સ ઓફીસ પર સુપરહીટ સાબિત થઈ હતી. ફિલ્મ ડોન’ માટે અમિતાભ બચ્ચનને ફિલ્મ ફેર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ફોટોમાં અમિતાભ બચ્ચનની સાથે અભિનેત્રી નુતન પણ જોવા મળી રહી છે. અભિનેત્રી નુતનએ પણ એ જ વર્ષે ફિલ્મ ફેરનો એવોર્ડ જીત્યો હતો.

image source

આ ફોટો શેર કરતા અમિતાભ બચ્ચન લખે છે કે, ‘ફિલ્મ ‘ડોન’ને ૪૨ વર્ષ પુરા થયા. નુતન જીની સાથે મને પણ ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ ‘ડોન’ના નિર્માણ નરીમન ઈરાનીએ કર્યું હતું. દુર્ભાગ્યવશ એક દુર્ઘટનામાં નિર્માતા નરીમન ઈરાનીનું મૃત્યુ થઈ ગયું હતું. મેં તેમના પત્નીને સ્ટેજ પર બોલાવ્યા હતા અને આ એવોર્ડ તેમને સમર્પિત કરી દીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

ફિલ્મ ‘ડોન’ની સફળતાએ અમિતાભ બચ્ચનને પોતાના કરિયરમાં વધારે ઉંચાઈઓ સુધી પહોચવામાં મદદ કરી હતી. ફિલ્મ ‘ડોન’ના ગીત પણ સુપરહિટ સાબિત થયા હતા. ફિલ્મ ‘ડોન’માં અમિતાભ બચ્ચનની સાથે જીનત અમાન, પ્રાણ અને હેલન મુખ્ય ભૂમિકાનું પાત્ર ભજવતા જોવા મળ્યા છે.

image source

આપને યાદ કરાવીએ કે, વીતેલા દિવસોમાં અમિતાભ બચ્ચનએ ફિલ્મ ‘જંજીર’ના ૪૭ વર્ષ પુરા થયા ત્યારે એક પોસ્ટર શેર કર્યું હતું. પોસ્ટરમાં અમિતાભ બચ્ચન પોલીસની વર્દીમાં જોવા મળ્યા છે. આ સાથે જ અભિનેતા અમિતાભ બચ્ચનની સાથે પ્રાણ પણ જોવા મળ્યા છે. અમિતાભ બચ્ચને ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ફિલ્મ ‘જંજીર’ના ૪૭ વશ પૂર્ણ થઈ ગયા.’

Source: અમરઉજાલા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ