લોકડાઉનમાં બોર્ડર ક્રોસ કરવા લોકો અપનાવી રહ્યા છે આવી અનેક અવનવી ટ્રિક, વાંચો તો ખરા

લોકડાઉનમાં મેટ્રો શહેરોમાં ફસાયેલ પ્રવાસી મજૂરો સેકડો કિલોમીટર સુધી ચાલીને પોતાના ઘરે પાછા ફરવા માટે અનોખા ઉપાય અપનાવી રહ્યા છે. લોકડાઉનના લીધે અલગ અલગ રાજ્યોએ પોતાના અલગ અલગ નિયમ બનાવી દીધા છે જેના લીધે એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં જવામાં લોકો ફસાઈ રહ્યા હતા. એવામાં કેટલાક લોકો લાંબુ અંતર કાપવા માટે સ્માર્ટ ઉપાયો અપનાવી રહ્યા છે.

image source

આવો જ એક કિસ્સો રવિવારના રોજ મધ્ય પ્રદેશના ભોપાલમાં જોવા મળ્યો. જ્યાં બાયપાસની નજીક લોકો ભેગા થઈ ગયા હતા. જયારે તેમના વિષે જાણકારી મેળવવામાં આવી તો સામે આવ્યું કે, તેઓ બીજા રાજ્યોથી આવ્યા છે અને હવે અહિયાથી ટ્રક બદલીને પોતાના રાજ્યમાં જવાના છે.

image source

આવી જ એક વ્યક્તિ સાથે વાત કરી તો તેણે પોતાનું પોતાનું નામ અરુણ યાદવ જણાવ્યું. અરુણએ જણાવ્યું છે કે, તેઓ બેંગલુરુથી ૬ દિવસ પહેલા ચાલતા નીકળ્યા હતા. અત્યાર સુધી તેમણે અંદાજીત ૧૫૦૦ કિલોમીટરની મુસાફરી કરીને અહિયાં સુધી પહોચ્યા છે, હજી ગોરખપુરના હજાર કિલોમીટરની મુસાફરી બાકી છે.

image source

જયારે તેમને પૂછવામાં આવ્યું કે, ૬ દિવસોમાં આટલી જલ્દી અહિયાં પગપાળા ચાલતા કેવી રીતે આવી ગયા? ત્યારે તેને જવાબ આપ્યો કે, પગપાળા તેઓ ફક્ત બોર્ડર ક્રોસ કરવા માટે ચાલે છે. અમે લોકો તો બેંગલુરુથી એક ટ્રકમાં ચડ્યા તો ૧૩૦૦ રૂપિયા આપીને મહારાષ્ટ્ર બોર્ડર સુધી પહોચી ગયા.

હારાષ્ટ્ર બોર્ડરથી ફરી એક ટ્રકને ૩૦૦ રૂપિયા આપીને તેમણે મધ્ય પ્રદેશ રાજ્યની બોર્ડર સુધી પહોચાડી દીધા. મધ્ય પ્રદેશ રાજ્યથી કોઈ પણ પ્રકારે લીફ્ટ લઈને અહિયાં સુધી આવ્યા અને હવે અહિયાથી યુપી બોર્ડર પર ઝાંસી સુધી ચાલતા જઈશું. હવે આનો આધાર ટ્રક વાળા પર રાખે છે કે તે કેટલા પૈસા લેશે.

image source

આપને જણાવીએ કે, દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે પહેલી વાર ૨૫ માર્ચ,૨૦૨૦ના દિવસે ૨૧ દિવસ માટેના લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેમાં આવવા જવાના સાર્વજનિક સાધનો બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી ૧૫ એપ્રિલ, ૨૦૨૦ના રોજ લોકડાઉનનો બીજો તબક્કો શરુ થયો જે ૧૯ દિવસ સુધી ચાલ્યું હતું.

image source

ત્યાર પછી ૪ મે, ૨૦૨૦ના રોજ ૪ મે થી ૧૭ મે સુધી લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. આ વખતે દેશના જિલ્લાઓને ગ્રીન ઝોન, ઓરેંજ ઝોન અને રેડ ઝોનમાં વેહેચવામાં આવ્યા છે. જેમાં આવવા જવાના સાધનોમાં પણ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.

Source: aaj tak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ