આમિર ખાનને હતી એક્ટ્રેર્સ પર થૂંકવાની ગંદી આદત, આ પાછળનું કારણ જાણીને ચોંકી ઉઠશો તમે પણ

બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિષ્ટ આમિર ખાન કામ પ્રત્યેના પોતાના ડેડીકેશન માટે ખૂબ જ જાણીતા છે પણ શુ તમે જાણો છો કે પોતાના કરિયરના શરૂઆતના સમયમાં એ સેટ પર પોતાના કોએક્ટર સાથે ખૂબ જ હસી મજાક કરતા હતા અને પોતાના પરફેક્શન સિવાય પોતાના પ્રેન્ક માટે પણ ખૂબ જ જાણીતા હતા. અને પ્રેન્ક કરવાની એમની રીત વિશે સાંભળીને તો તમે ચોકી જ ઉઠશો. પ્રેન્ક કરવા માટે આમિર ખાન પોતાની ફિલ્મોની અભિનેત્રીઓના હાથ પર થુંકતા હતા જેના કારણે એમને ઘણી અભિનેત્રીઓની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. એમની આ આદતની ચર્ચા 18માં ફિલ્મ ફેસ્ટિવલમાં પણ થઈ હતી.

આમિરના પ્રેન્કથી વર્ષો સુધી નારાજ રહી જુહી ચાવલા.

image source

પોતાની પ્રેન્ક કરવાની આદતથી મજબુર આમિરે ફિલ્મ ઇશ્કના શૂટિંગ દરમિયાન એક દિવસ આમિરે જુહી ચાવલાને કહ્યું હતું કે એ એસ્ટ્રોલોજી જાણે છે. જુહીએ પણ ફટ દઈને પોતાનો હાથ આગળ કરી દીધો. પણ જેવો જુહીએ હાથ આપ્યો કે આમિર એમના હાથ પર થુકીને ભાગી ગયા. ફિલ્મના ક્રુ સામે આમિરે જુહી સાથે આ હરકત કરી હતી જેનું જુહીને એટલુ ખોટું લાગ્યું કે એ તરત જ સેટ છોડીને જતી રહી અને બીજા દિવસે શૂટ પર પણ ન આવી. જુહીની આટલી નારાજગી આમિર ખાનને પણ ખરાબ લાગી અને એ પણ જુહી પર ગુસ્સે થઈ ગયા. એ પછી બંને વચ્ચે ઘણા વર્ષો સુધી કોઈ વાતચીત ન થઈ. ઘણા વર્ષો પછી બંનેના સંબંધો નોર્મલ થયા.

આમિરની આ હરકત પર માધુરી પણ હોકી લઈને દોડી હતી.

image soucre

આમિરે આવું ફિલ્મ દિલના સેટ પર માધુરી દીક્ષિત સાથે પણ કર્યું હતું. ફિલ્મના ગીત ખમ્ભે જેસી ખડી હેનું શૂટિંગ ચાલી રહ્યું હતું. જેમ કે આમિર હમેશા કરતા હતા એમને માધુરીને કહ્યું કે એમને એસ્ટ્રોલોજી આવડે છે અને એ લોકોનો હાથ જોઈને એમનું ભવિષ્ય જણાવી શકે છે. એ સાંભળતા જ માધુરીએ પોતાનો હાથ આમિર તરફ ધરી દીધો. આમિરે પહેલા તો એમના હાથ તરફ જોયું અને એકવાર ફરી પોતાની હરક્તનું પુનરાવર્તન કર્યું.
માધુરીના હાથ પર થુકીને એ ત્યાંથી ભાગી ગયા. આમીરની આ હરકત પછી માધુરી હોકી લઈને એમની પાછળ એમને મારવા માટે દોડી હતી.

image source

18માં મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં જો જીતા વહી સિકંદરના રિયુનિયન વખતે આમીરની આ આદત વિશે ચર્ચા થઈ હતી. એ દરમિયાન ફરાહ ખાને જણાવ્યું હતું કે ” આમિર શરૂઆતમાં પોતાની ફિલ્મની અભિનેત્રીઓના હાથ પર થુંકતા હતા. એ કહેતા હતા કે લાઓ હું તમારો હાથ વાંચી બતાવું અને સેટ પર હાજર અભિનેત્રીઓ પોતાનો હાથ આગળ કરતી હતી. અને આમિર એમના હાથ પર થુંકતા હતા.” ત્યારે આમિરે હસતા હસતા કહ્યું હતું કે “હું જે હિરોઇનના હાથ પર થુક્યો હતો એ નંબર વન બની ગઈ છે”’

આમિરે થુકવા પાછળ એક રસપ્રદ કારણ જણાવ્યું.

image source

18માં મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં જો જીતા વહી સિકંદરના રિયુનિયન વખતે આમિર ખાનની આ આદતની પોલ ખુલી હતી અને એમની આ પોલ ખોલી હતી ફરાહ ખાને. આમિરે પોતાની આ હરકત પર હસતા હસતા કહ્યું હતું કે મેં જે અભિનેત્રીઓના હાથ પર થકયું એ નંબર વન બની ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ