અહીં કાર્તિક પૂર્ણિમા પર ભૂતોને ભગાડવા આખી રાત કરવામાં આવે છે અનુષ્ઠાન, હજારો લોકો આપે છે હાજરી, જોજો વાંચીને ક્યાંક ડરી ના જતા

વિજ્ઞાને ભલે પ્રગતિ કરી લીધી હોય પરંતુ દેશમાં ઘણા પ્રસંગોએ અંધશ્રદ્ધા હજી પણ વિજ્ઞાન અને આસ્થા બારે પડે છે. કાર્તિક પૂર્ણિમા નિમિત્તે હાજીપુરમાં ગંગા અને ગંડકના સંગમ પર ભૂતોનો મેળો તેનું જીવંત ઉદાહરણ છે. કાર્તિક પૂર્ણિમાની એક રાત પહેલા જ દૂરના વિસ્તારોમાંથી લાખો લોકો નદીના કાંઠે આવે છે અને મોડી રાતથી જ ભૂતોને ભગાડવા કર્મકાંડ કરે છે. તો આવો જાણીએ મેળા સાથે જોડાયેલી કેટલીક જાણી અજાણી વાતો.

આ ઘાટને પુરાણોમાં મુક્તિ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે

image source

તમને જણાવી દઈએ કે બિહારના હાજીપુરના કોન્હારા ઘાટ પર કાર્તિક પૂર્ણિમા નિમિત્તે વિશ્વનો સૌથી મોટો ભૂત મેળો ભરાય છે. હાજીપુરનો કોણહારા ઘાટને પુરાણોમાં મુક્તિ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે કે આ તે સ્થાન છે જ્યાં હાથી રૂપી તેના ભક્તોની હાકલ પર ભગવાન વિષ્ણુએ આવી ને ગ્રાહનો વધ કરીને ભક્તોને મૂક્તી અપાવી હતી.

ભૂત અને દુષ્ટ આત્માઓથી છુટકારો મેળવવા અનુષ્ઠાન

image source

શ્રાપ ગ્રાહ (મગરમચ્છ) એ ભગવાન વિષ્ણુના હાથે મોત પામ્યા પછી મુક્તિ મેળવી હતી અને ત્યારબાદથી આ ભૂમિને મુક્તિભૂમી કરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે ઘાટ પર કાર્તિક પૂર્ણિમા નિમિત્તે યોજાતા વિશ્વના સૌથી મોટા ભૂતમેળામાં લોકો ભૂત અને દુષ્ટ આત્માઓથી છુટકારો મેળવવા ભૂતોમાં આસ્થા રાખનાર લોકને મળે છે અને ભૂત અને દુષ્ટ આત્માઓથી છુટકારો મેળવવા અનુષ્ઠાન કરે છે.

આ અનુષ્ઠાનને સ્થાનિક ભાષામાં ભૂત ખેલી કહેવામાં આવે છે

image source

આ ખેલ કાર્તિક પૂર્ણિમાની એક રાત પહેલા જ શરૂ થઈ જાય છે. રાતભર ચાલતા આ અનુષ્ઠાનને સ્થાનિક ભાષામાં ભૂત ખેલી કહેવામાં આવે છે. આ મેળામાં જ્યાં લાખો લોકો દુષ્ટ આત્માઓથી છૂટકારો મેળવવા પહોંચે છે, ત્યાં બીજી તરફ ભૂતોને પકડવા અને કાબૂમાં રાખવાનો દાવો કરનારા ઓઝા પણ આ મેળામાં મોટી સંખ્યામાં આવે છે અને પોતાની મંડળી જમાવે છે. જગ્યાએ જગ્યાએ આ ઓઝાઓની મંડળીઓ જામે છે જે અલગ અલગ અનુષ્ઠાન કરતા જોવા મળે છે.

હજારો લોકો ઘાટ પર પહોંચ્યા

image source

આ વખતે કોરોના મહામારી હોવા છતાં કાર્તિક પૂર્ણિમા નિમિત્તે હજારો લોકો ઘાટ પર પહોંચ્યા છે અને રાતથી પૂજા-અર્ચનામાં રોકાયેલા છે. જો કે, આ સમય દરમિયાન, કોરોના માટે જારી કરાયેલી ગાઈડ લાઈનની સરેઆમ ધજીયા ઉડી રહી છે. ન તો માસ્ક કોઈના ચહેરા પર દેખાય છે ન કોઈ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ