અમેરિકામાં ભારતીય મૂળની આ મહિલાની સેવાકીય પહેલ, કરાવે છે સમલૈંગિકોનાં લગ્ન! વંચિત લોકો માટે બની તારણહાર

સામાન્ય રીતે એક મહિલાનાં લગ્ન એક પુરુષ સાથે જ કરવામાં આવતા હોય છે અને જો કોઈ મહિલા મહિલા કે પુરુષ પુરુષ વચ્ચે સબંધ હોવાની વાત સામે આવે તો લોકો તેમને ખરાબ નજરથી જોતાં હતા. આ પછી થોડા સમય પહેલા સમલૈંગિક સબંધોને લઈને ઘણાં કિસ્સાઓ સામે આવ્યા. ત્યારબાદ કાયદાકીય રીતે પણ હવે સમલૈંગિક લગ્ન ને છુટ આપવામાં આવી હતી. અહી એક એવી મહિલા વિશે વાત કરવામાં આવી છે જે આવા લગ્નને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહી છે. સમલૈંગિકો અને કિન્નરોનું ધ્યાન રાખતાં સુષમા દ્વિવેદી વૈવાહિક કારોબારના ક્ષેત્રમાં દુર્લભ છે.

image source

આ વિશે વાત કરતાં તેઓ કહે છે અમેરિકામાં મહિલા પંડિતનું મળવું લગભગ અશક્ય છે. મારી નજરમાં જ એવા દસ લોકો છે જે ઓ કોઈપણ સમલૈંગિકો અને કિન્નરોના લગ્ન કરવામાં જોડતા નથી. મળતી માહિતી મુજબ 2016માં મિસિસ દ્વિવેદીએ ન્યૂયોર્કમાં પર્પલ પંડિત પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. આ દ્વારા તેઓ સમલૈંગિકો માટે ધાર્મિક સુવિધાઓ કરાવે છે જેમ કે લગ્ન, બાળકોનું નામકરણ, ગૃહપ્રવેશ, વ્યવસાયની શરૂઆત વગેરે. આ પ્રોજેકટ દ્વારા તેમણે અત્યાર સુધીમાં 33 લગ્ન કરાવ્યાં છે અને જેમાંથી લગભગ અડધાં સમલૈંગિકો હતાં.

image source

આ મહિલા વિશે વાત કરીએ તો તેઓની ઉંમર હાલ 40 વર્ષ છે અને તેમનું નામ સુષમા છે. તેઓ ઓર્ગેનિક ફૂડ કંપની ડેઈલી હાર્વેસ્ટમાં કમ્યુનિકેશન અને બ્રાન્ડ માર્કેટિંગનાં વાઈસ- પ્રેસિડન્ટ છે. તેમનો ઉછેર કેનેડામાં થયો છે અને હવે હાર્લેમમાં રહે છે. તેમના ત્યાં જ લગ્ન પણ થઇ ગયા છે અને તેના પતિની ઉંમર 37 વર્ષ છે જેનું નામ વિવેક જિંદલ છે. વિવેક કાણ ન્યૂયોર્કમાં વેલ્થ મેનેજમેન્ટ કંપની – કોરમાં મુખ્ય રોકાણ અધિકારી છે.

image source

તેમની સાથે થયેલી વાતચીતમાં તેઓ જણાવે છે કે 2013માં મોન્ટ્રિયલમાં તેમનાં લગ્ન થયા હતા. મારા પતિના સગા સમલૈંગિક છે. તેમને જ્યારે લગ્ન કરવા હતાં ત્યારે કોઈ પંડિત મળી રહ્યો ન હતો. આ પછી મે આ ક્ષેત્રે કામ કરવાનું નક્કી કર્યું હતું. આ વિશે આગળ વાત કરતાં તેણે કહ્યું હતું કે લગ્નના બે મહિના પછી મેં યુનિવર્સિલ લાઈફ ચર્ચમાંથી ઓનલાઈન ધાર્મિક રીત-રિવાજ શીખ્યા. આ પછી આની શરુઆત 2016માં થઇ. તે સમયે બન્યું એવું કે હું જે બિલ્ડિંગમાં રહેતી હતી તે જ બિલ્ડિંગમાં એક યુગલ લગ્ન કરવા માગતું હતું.

image source

તે યુગલ વિશે વાત કરતાં તેણે કહ્યુ કે તે મહિલા બાળકને જન્મ આપનારી હતી. આવી હાલતમાં તેઓ ઈચ્છતા હતા કે પ્રસૂતિ પહેલાં લગ્ન થઈ જાય તો સારું. જ્યારે મને આ વાતની જાણ થઈ ત્યારે મેં તેમને કહ્યું કે જો તેમને કોઈ પાદરી મળતો નથી તો હું લગ્ન કરાવી શકું છું. આ પછી તેઓ આ અંગે વાત કરવા માટે મારા રૂમમાં આવ્યા. દુલ્હનના વાળમાં ફૂલ લગાવાયા અને આ લગ્નનું મારા પતિએ તેમના ફોન પર લગ્નનું રેકોર્ડિંગ પણ કર્યું. હવે આ વીડિયો વાઈરલ થઈ ગયો જેથી અન્ય લોકો પણ મારો સંપર્ક કરી રહ્યાં છે.

image source

તેણે કરેલા આ પ્રોજેક્ટની શરૂઆત વિશે વાત કરતાં કહ્યું હતું કે 2016 ચૂંટણીનું વર્ષ હતું. તે સમયે સમલૈંગિક સમુદાયના અધિકાર છીનવાઈ રહ્યા હતા. હું દરેક સાથે સમાનતાના પક્ષમાં હતી. આ રીતે પર્પલ પ્રોજેક્ટનો જન્મ થયો. જાણવા મળ્યું છે કે સુષમા હિન્દુ પદ્ધતિથી લગ્ન પણ કરાવે છે અને તે માટે તેને માત્ર 35 મિનિટ જ લાગે છે. હિંદુ ધર્મ મુજબ પહેલા તે ભગવાન ગણેશની પૂજા કરાવે છે અને ત્યાર પછી યુગલના અગ્નિ ફેરા કરાવે છે. આ રીતે પણ તે ઘણાં લગ્ન કરાવી ચૂક્યાં છે. તેમને કરાવેલ સમલૈંગિકોની લગ્નની તસવીરો પણ હવે વાયરલ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong