46 વર્ષના આ માસીએ પણ લોકોની ભ્રમણા તોડી નાખી, સાડી પહેરીને એવા ખેલ કર્યા કે જોનારાની આંખો ફાટી ગઈ!

ઉમર તો ફક્ત એક સંખ્યા છે એનું લાઈવ ઉદાહરણ એક 46-વર્ષિય મહિલાએ તેના શાનદાર સ્કેટિંગની ચાલથી આપ્યું છે અને ઇન્ટરનેટ પર તેનો વીડિયો પ્રકાશની ગતિએ વાયરલ થઈ રહ્યો છે. આટલું જ નહીં, તેમણે સાડીમાં પરાક્રમ કરી બતાવ્યું. ટોરેન્ટોની ઓર્બી રોય તરીકે ઓળખાતી આ મહિલા ઘણીવાર તેના ઈન્સ્ટાગ્રામ પેજ ‘આંટી સ્કેટ’ પર સ્કેટિંગના વીડિયો શેર કરે છે.

આર્બીની પ્રતિભાને જોતા, એમ કહી શકાય કે વયને જોતા વ્યક્તિએ ક્યારેય નાના વિચારોને ધ્યાનમાં રાખવું જોઈએ નહીં. તેના એક વાયરલ વીડિયોમાં તે જાંબલી રંગની સાડીમાં તેના સ્કેટબોર્ડ પર ગ્લાઈડ કરતી જોવા મળી છે. વીડિયોમાં એક ટેક્સ્ટ બતાવવામાં આવ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે, ’46 વર્ષની ઉંમરે આન્ટી તેનું શ્રેષ્ઠ જીવન જીવે છે. હજુ એટલું મોડું નથી થયું. ‘

 

View this post on Instagram

 

A post shared by Aunty Skates (@auntyskates)

વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે અને લોકોને ભારે અસર કરી રહ્યો છે. કોરોનાવાયરસને કારણે લોકડાઉનમાં કઠિન પરિસ્થિતિમાં આ મહિલાએ તેની સ્કેટિંગ વીડિયોઝ અપલોડ કરવાનું શરૂ કર્યું. થોડા મહિનામાં જ તેના 30 હજારથી વધુ ફોલોઅર્સ થઈ ગયા હતા, પરંતુ તેણીએ ઘણી વાર ટ્રોલનો પણ સામનો કરવો પડ્યો હતો. જો કે, તે તેના પરિવારના સભ્યો સાથે સ્કેટિંગ વીડિયો પોસ્ટ કરતી રહી અને લોકોની બકવાસને ધ્યાનમાં ન લીધી.

કહેવામાં આવે છે કે સાડી એક ભારતીય પરિધાન છે, જેને મોટાભાગની મહિલાઓ પહેરે છે. અમુક મહિલાઓ તેને પોતાની મરજીથી પહેરે છે, તો અમુક સાસરિયા વાળા લોકોના દબાણમાં આવીને પહેરે છે. ઘણી બધી યુવતીઓને સાડી પહેરવી પસંદ નથી હોતી, ખાસ કરીને જ્યારે તે કોઇ ફિઝિકલ એક્ટિવિટી કરી રહેલ હોય. તેમનો તર્ક હોય છે કે સાડી પહેરીને ફિઝિકલ વર્ક કરવામાં પરેશાની થાય છે. વળી અમુક મહિલાઓ તો સાડીમાં યોગ્ય રીતે ચાલી પણ શકતા નથી.

આ પહેલાં એક એવી યુવતીનો વીડિયો વાયરલ થયો હતો કે જેણે સાડી પહેરીને એકથી એક ચડિયાતા સ્ટંટ બતાવેલ છે. આ મહિલાનું નામ રૂકમની વિજયકુમાર હતું. વ્યવસાયથી ડાન્સર રુકમણી એ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યા રાખે છે અને તે પણ એટલા જ વાયરલ થાય છે.

આ વીડિયોમાં તે સાડી પહેરીને સ્પ્લિટસ અને બેકફ્લિપ કરતી નજર આવી રહી હતી અને તેના વીડિયો શેર થતાં રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong