આ પહેલા તમે ક્યારે નહિં જોઇ હોય ઇશા, આકાશ અને અનંત અંબાણીની બાળપણની આવી સુપર ક્યૂટ તસવીરો

અંબાણી બાળકોની આ તસ્વીરો તમે કદાચ ક્યારેય નહીં જોઈ હોય – જુઓ તેઓ કેટલા ક્યૂટ લાગી રહ્યા છે

image source

અંબાણી પરિવારની તમે વાત કરો એટલે તમારી સમક્ષ માત્રને માત્ર ભવ્યતા, આંખો આંજી નાખે તેવી ઝાકમઝોળ, વૈભવતા, મોંઘેરા ભવ્ય લગ્નો, ભવ્ય ગણેશોત્સવ, દિવાલી પાર્ટી વિગેરે યાદ આવ્યા વગર ન રહે.

પણ આ બધામાં સૌથી વધારે આકર્ષણ જો કોઈ જમાવતું હોય તો અંબાણી કુટુંબના મુખ્ય સભ્યો એટલે કે નીતા અંબાણી, મુકેશ અંબાણી અને તેમના ત્રણ બાળકો એટલે કે ઇશા અંબાણી પિરામલ, આકાશ અંબાણી અને અનંત અંબાણી છે તેઓ ક્યારેય હેડલાઈન્સ બનાવવામાં ફેઈલ નથી જતાં.

image source

અવારનવાર અંબાણી પરિવારના કોઈને કોઈ સભ્યોની તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થતી જ રહે છે. તેમના કરોડો ફેન્સ છે જે તેમના નામનું ફેન પેજ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર તેમની નવી જૂની દરેક પ્રકારની તસ્વીરો શેર કરવા તત્પર રહે છે. અને આ બધામાં ખાસ કરીને તેમના થ્રોબેક ફોટોઝ અને તેમાં પણ ખાસ કરીને બાળપણની તસ્વીરો તો તેમના ફેન્સ ખૂબ પસંદ કરે છે.

image source

તો આજે અમે તમારી સમક્ષ અંબાણી કુટુંબની એવી જ કેટલીક તસ્વીરો લાવ્યા છે જે તેમના સોનેરી બાળપણની છે. ઇશા, આકાશ અને અનંત તેમના બાળપણમાં અત્યંત ક્યૂટ લાગતા હતા. આ તસ્વીરોની સાથે સાથે અમે તમને તેમના વિષેની કેટલીક અંગત જાણકારીઓ પણ આપીશું.

તો ચાલો જોઈએ તેમના બાળપણની તસ્વીરો અને તેમની અંગત વાતો.

ઇશા અંબાણીઃ

image source

ડીસેમ્બર 12, 2018ના રોજ તેણીએ પોતાના લાંબા સમયના પ્રેમી એવા આનંદ પિરામલ સાથે લગ્ન કરીને ઇશાં અંબાણીથી તેણી ઇશા અંબાણી પિરામલ બની ગઈ છે. તેણીની સગાઈ પિતા મુકેશ અંબાણીએ ઇટાલીના લેક કોમો ખાતે રાખી હતી, હા આ તે જ જગ્યા જ્યાં રણવીર અને દીપીકાના લગ્ન થયા હતા.

image source

ઇશાની ભવ્ય લગ્ન સેરેમનીની વિવિધ તસ્વીરો તેમજ વિડિયોથી લોકો અભિભૂત થઈ ગયા હતા અને તેની ચર્ચાઓ મહિનો સુધી ચાલી હતી. ખાસ કરીને તેણીના લગ્નમાં વિશ્વવિખ્યાત બેયોન્સેએ પ્રાઇવેટ કોન્સર્ટ કરી હતી તેના કારણે તો ઇશાના લગ્નની વાતે છેક વિદેશમાં પણ ચર્ચાનો મુદ્દો બની હતી.

આકાશ અંબાણીઃ

image source

આકાશે પોતાની બાળપણની સ્વીટહાર્ટ એવી શ્લોકા મેહતાને લગ્ન માટે પ્રપોઝ કર્યા બાદ તે બન્ને 2019ના માર્ચ મહિનામાં પરણી ગયા હતા. પણ તેમના લગ્ની ઉજવણી તો તેમની સગાઈથી જ શરૂ થઈ ગઈ હતી. તેમની સગાઈ 2018ના જુલાઈમાં કરવામાં આવી હતી. અને તેમની સગાઈ કોઈ લગ્ન જેટલી જ ભવ્ય હતી, તેમની પ્રી વેડિંગ પાર્ટી સ્વિત્ઝરલેન્ડમાં રાખવામા આવી હતી જ્યાં બોલીવૂડના સ્ટાર્સની સાથે સાથે કેટલાક વિદેશી મહેમાનોએ પણ હાજરી આપી હતી.

અનંત અંબાણીઃ

image source

અનંત અંબાણી કુટુંબનો સૌથી નાનો સભ્ય છે. ત્રણે ભાઈ બહેનમાં સૌથી નાનો અનંત હાલ મુંબઈ સ્થિત બિઝનેસ ટાઈકૂન વિરેન મર્ચન્ટની દીકરી રાધીકા મર્ચન્ટને ડેટ કરી રહ્યો છે. રાધીકા અવારનવાર અંબાણી કુટુંબના લગભગ દરેકે દરેક મોટા નાના પ્રસંગોમાં જોવા મળે છે. હાલ તો તે બન્નેના લગ્નની કોઈ જ ચર્ચા થઈ નથી રહી પણ લોકો તેમના ભવ્ય લગ્નની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ