આલિયાએ રણબીર કપૂરની આ સિક્રેટ વાત કહી દીધી લોકોને, રણબીર કંઇક એવું કરવા જઇ રહ્યો છે કે…

રણબીર કપૂર પોતાના કપડાં વેચીને કરશે કેન્સર પીડિત બાળકોની મદદ, આલિયાએ સોશિયલ મીડિયા પર કર્યું એનાઉન્સમેન્ટ.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવુડના મોસ્ટ લવેબલ કપલ છે. બંને પોતાની એક્ટિંગથી તો પોતાના ફેન્સનું દિલ જીતે જ છે, એક કપલ તરીકે બંનેની કેમેસ્ટ્રી પણ એમના ફેન્સને ખૂબ જ પસંદ આવે ચેમ અને હવે તો આ કપલ કઈક એવું કરવા જઈ રહ્યું છે જેના એમના ફેન્સ ઘણા જ વખાણ કરી રહ્યા છે અને હાલ એમના આ પગલાંની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

image source

એકટર રણબીર કપૂરે મંગળવારે પોતાના વોર્ડરોબની વસ્તુઓ ચેરિટી માટે ડોનેટ કરવા જઈ રહ્યા છે. આ અનાઉન્સમેન્ટ એમની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર કર્યું છે.

image source

પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આલિયાએ લખ્યું છે કે રણબીરના વોર્ડરોબની વસ્તુઓ વેચીને જે પૈસા મળશે એનો ઉપયોગ કેન્સર સામેં લડતા બાળકોની મદદ કરવા માટે કરવામાં આવશે. આલિયાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ વાતનું અનાઉન્સમેન્ટ કરતા જણાવ્યું છે કે સેલ 9 ફેબ્રુઆરીએ શરૂ થઈ જશે અને એમાંથી જે પૈસા મળશે એમાંથી કેન્સરગ્રસ્ત બાળકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવશે.

image source

આલિયાએ રણબીરનો ફોટો શેર કરીને આ પોસ્ટ કરી છે. એમને પોસ્ટમાં લખ્યું છે કે રણબીર તમારી સાથે એમનું વોર્ડરોબ શેર કરી રહ્યા છે. એ પછી કેન્સર સામે લડી રહેલા બાળકોને જરૂરી પોષણ આપવા માટે આગળ કામ કરવામાં આવશે અને એ કામમાં કડલ્સ ફાઉન્ડેશન અમારી મદદ કરશે.

image source

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે રણબીર કપૂરના પિતા ઋષિ કપૂરનું કેન્સરથી અવસાન થયું હતું. એ લાંબા સમયથી સારવાર કરાવી રહ્યા હતા. તેમ છતાં એ ન બચ્યા. એવામાં બની શકે કે3 રણબીર કપૂરે આ પગલું પોતાના પિતાને શ્રધાંજલિ આપવા માટે ઉપાડ્યું હોય.

image source

આમ તો આ કઈ પહેલી વાર નથી જ્યારે આલિયા અને રણબીરે ચેરિટી માટે આ રીતનું પગલું ભર્યું હોય. આ પહેલા રણબીરે કશ્મીર અને અસમ પીડિતોની સહાયતા માટે પોતાના કપડાં વેચીને ચેરિટી ફંડ ભેગું કર્યું હતું જ્યારે આલિયા પણ પોતાના વોર્ડરોબના કપડાં વેચીને પર્યાવરણ સંરક્ષણનું કામ કરનારી એક સંસ્થાની મદદ કરી ચુકી છે એ સિવાય વર્ષ 2017માં આલિયાએ એક ઇકોલોજીકલ કો એકજીસ્ટની શરૂઆત કરી હતી, જે પ્રાણીઓ અને ઇકોલોજીકલ વેલફેરના મુદ્દા પર કામ કરે છે. આ સંસ્થાનો ઉદ્દેશ મનુષ્યને એક એવું ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે જ્યાં માણસ અને પ્રકૃતિનું સંતુલન જળવાઈ રહે.

image source

રણબીરના વોર્ડરોબ સેલ વિશે લોકોને જેમ જેમ ખબર પડે છે એમના ફેન્સની ઉત્સુકતા પણ વધી રહી છે. બધા પોતાના ફેવરિટ સ્ટારના આઉટફિટ ખરીદવા અને પહેરવામાં રસ ધરાવે છે. એ જોઇને લાગી રહ્યું છે આલિયાની આ સફરમાં લોકોનો સારો રિસ્પોન્સ મળવાનો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ