ક્રિસમસ પાર્ટીમાં આલિયા-રણબીર જોવા મળ્યા રોમેન્ટિક અંદાજમાં, હવે કરશે લગ્ન!

આલિયા પહોંચી બોયફ્રેન્ડ રનબીર સાથે કપૂર ખાનદાનના ક્રિસ્મસ લંચ પર

દર વર્ષની જેમ આ વર્ષે પણ કપૂર ફેમિલિએ ક્રિસમસ લંચનું આયોજન કર્યું છે જેમાં પરિવારના ખાસ મિત્રો તેમજ કુટુંબીજનોને આમંત્રણ આપવામાં આવે છે. આ વખતના ક્રિસ્મસ લંચમાં આલિયા ભટ્ટનો ચહેરો નવો છે. આપણે બધા જાણીએ છે તેમ આલિયા ભટ્ટ અને રનબીર કપૂર એકબીજાને ડેટ કરી રહ્યા છે.

image source

આ પ્રસંગે આલિયા અને રનબીર એકબીજાના હાથમાં હાથ નાખીને સાથે જોવા મળ્યા હતા. અને રનબીરે નારાજ થયા વગર મિડિયાને ફોટોગ્રાફ માટે પોઝ પણ આપ્યા હતા. હાલ તેમની આ ક્ષણની તસ્વીરો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને તેમના ફેન્સ તેને પસંદ પણ કરી રહ્યા છે.

image source

આલિયા ભટ્ટે બેબી પીંક એન્ડ વ્હાઇટ ચેક્સવાળું સ્કર્ટ પહેર્યું હતું અને બેબી બ્લૂ રંગનું ટોપ પહેર્યું હતું. અને સાથે હાઇ હિલ સેન્ડલ પહેર્યા હતા. રનબીર કપૂરની વાત કરીએ તો તેણે ખાખી કાર્ગો પહેર્યું હતું તેના પર વ્હાઇટ ટી-શર્ટ અને જીન્સનું જેકેટ પહેર્યું હતું જેમાં તે હંમેશની જેમ આકર્ષક લાગી રહ્યો હતો.

image source

વાત આટલે સુધી પોહંચી જ ગઈ છે તો હવે તેમના ફેન્સને પણ તેમના સંબંધો પ્રત્યે તેઓ કેટલા ગંભીર છે તે સમજાઈ ગયું હોય તેમ લાગે છે. જોકે કપૂર ખાનદાન દ્વારા આયોજીત ક્રિસ્મસ લંચના એક વર્ષે તો કેટરીના કૈફને પણ રનબીર કપૂર લઈને આવ્યો હતો અને તે વર્ષે તેઓ લગભગ લગ્ન કરવાના જ હતા અને કોણ જાણે શું બન્યું અને તેમનું બ્રેકઅપ થઈ ગયું.

image source

આ પ્રસંગે આલિયા અને રનબીર ઉપરાંત રનબીરના માતાપિતા રીશી કપૂર અને નીતુ કપૂર પણ ઘરની બહાર જોવા મળ્યા હતા.

લંચ પહેલાંની કપૂર ખાનદાનની કેટલીક સામુહિક તસ્વીરો પણ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં કરિના કપૂર, નીતુ કપૂર, બબીતા કપૂર, રીશી કપૂર, રનધીર કપૂર, આલિયા ભટ્ટ, રનબીર કપૂર, સૈફ અલિ ખાન, અને તૈમુર ઉપરાંત કુટુંબના અન્ય સભ્યો પણ જોઈ શકાય છે. તો સાથે સાથે પરિવારની સૌથી મોટી સભ્ય શમ્મી કપૂરના ધર્મપત્ની નીલા દેવી પણ જોવામાં આવ્યા હતા. આ તસ્વીર રનબીર કપૂરની માતા અને કરિશ્મા કપૂરના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કરવામાં આવી હતી.

image source

ગયું આખું વર્ષ ઋશિ કપૂરે કેન્સરની સારવાર માટે અમેરિકામાં રહેવું પડ્યું હતું. સારવાર બાદ તેમને ઘણા સમય બાદ પ્રફુલ્લિત જોવામાં આવ્યા હતા. તો રાજકપૂરનો સૌથી નાનો દીકરો અને કરીના-કરીશ્મા-રનબીર-રીધીમાંના કાકા રાજીવ કપૂર ક્રિસ્મસ કેપ પહેરેલા જોવા મળ્યા હતા.

સૈફ અલિ ખાન હંમેશની જેમ ફોર્મલ વસ્ત્રોમાં એટલે કે ફોર્મલ પેન્ટ અને શર્ટમાં જોવા મળ્યો હતો જ્યારે તેનો દીકરો તૈમુર વ્હાઇટ કૂર્તા પાયજામામાં ક્યૂટ લાગી રહ્યો હતો. જ્યારે કરીનાએ બ્રાઉન પોલ્કા ડોટ આઉટફિટ પહેર્યો હતો.

image source

કરિશ્મા કપૂર પણ દીકરી અને દીકરા સાથે ક્રીસ્મસ લંચમાં ભાગ લેવા પહોંચી હતી. તો તાજેતરમાં જ કપૂર ખાનદાનની દીકરીના દીકરાની રોકા સેરેમનીની તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી તે અરમાન જૈન પણ મંગેતર અનીસા મલ્હોત્રા સાથે જોવા મળ્યો હતો.

image source

કપૂર પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી ક્રીસ્મસ લંચની પરંપરા ધરાવે છે. અને આ લંચમાં હંમેશા પરિવારના નજીકના સગા સંબંધીઓ અને મિત્રોનો સમાવેશ થાય છે. આ વર્ષના ક્રિસ્મસ લંચમાં આલિયાની હાજરી ઉડીને આંખે વળગે છે. અને આ સાથે રનબીર – આલિયાના લગ્નની અફવા પણ જોર પકડી રહી છે. કારણ કે ક્રિસ્મસ લંચની આ ફેમિલિ ફોટોમાં આલિયાની હાજરી દર્શાવે છે કે તેમને રનબીરની આ ગર્લફ્રેન્ડ પસંદ આવી ગઈ છે અને તેમણે તેને સ્વિકારી પણ લીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ