ઉત્તરાયણની 7 અજાણી વાતો જેને વિશે તમે ભાગ્યે જ જાણતા હશો

ઉત્તરાયણ ફક્ત તલથી હનેલા પકવાન ખાવાનો કે પછી પતંગ ઉડાડવાનો જ તહેવાર નથી. આ દિવસનું ધાર્મિક અને અધ્યાત્મિક મહત્વ પણ અનેરું છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને સાથે જ હેલ્થ અને તમારી રહેણી કરણીનો પણ તેની સાથે નાતો છે. તે આસ્થાનું કેન્દ્ર પણ છે. કટાઈની સીઝનની સાથે આવે છે અને આ માટે ખેડૂતોની સાથે જોડીને તેને જોવામાં આવે છે.

જાણો ઉત્તરાયણના તહેવાર સાથે જોડાયેલી 7 વાતોને જેનું ખાસ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ પણ છે.

શા માટે રખાયું છે આ નામ

image source

મકર એક રાશિ છે અને સૂર્યની એક રાશિથી અન્ય રાશિમાં પ્રવેશ કરવાની પ્રક્રિયાને સંક્રાંતિ કહેવામાં આવે છે. આ તહેવારની સાથે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આ જ કાણ છે કે તેને આ નામ અપાયું છે.

દર વર્ષે એક જ તારીખે આવે છે

image source

આ ફ્કત એક જ એવો તહેવાર છે કે જે દર વર્ષે એકસરખી તારીખએ જ આવે છે. આ સોલર કેલેન્ડરને ફોલો કરે છે. અન્ય તહેવારોની ગણતરી ચંદ્ર કેલેન્ડરના આઘારે થાય છે. આ સાઈકલ દર 8 વર્ષમાં એક વાર બદલાય છે. આ સમયે આ તહેવારને એક જ દિવસે મનાવવામાં આવે છે. અનેક જગ્યાએ આ ગણતરી પણ કરાય છે કે 2050થી આ તહેવાર 15 જાન્યુઆરીએ મનાવાવમાં આવશે. અને પછી દર 8 વર્ષમાં 16 જાન્યુઆરીએ. જાણકારી માટે જણાવી દઈએ કે આ વર્ષે ઉત્તરાયણ 14 જાન્યુઆરીએ મનાવવામાં આવશે.

શું છે તલ અને ગોળનું મહત્વ

image source

મકર સંક્રાંતિ પર રસોઈમાં તલ અને ગોળના લાડુ ઘણા પ્રિય છે. તેની પાછળની કડવી વાતો ભૂલાવીને મીઠાસની નવી શરૂઆત કરવાની માન્યતા છે. જો વૈજ્ઞાનિક આધારની વાત કરીએ તો તલના સેવનથી શરીરમાં ગરમી રહે છે અને તેને શરીર પર લગાવવાથી તેલથી શરીરને ભરુપૂર નમી મળી રહે છે.

એક તહેવાર અનેક નામ

image source

ભારતની સાથે સાથે દક્ષિણ એશિયાના અનેક દેશોમાં પણ મકર સક્રાંતિનો તહેવાર ઉજવાય છે. અલગ અલગ દેશોમાં તેને અલગ અલગ વિધિ સાથે ઉજવાય છે. દેશના અનેક ભાગમા તેને મકર સંક્રાંતિ કહેવાય છે.તમિલનાડુમાં તેને પોંગલ, ગુજરાચમાં ઉત્તરાયણ , અસમમાં બીહુ અને યીપીમાં તેને ખીચડી કહે છે. આ તહેવાર નેપાળ, થાઈલેન્ડ, મ્યાનમાર, કંબોડિયા, શ્રીલંકા જેવી જગ્યાઓએ પણ શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે.

મકર સંક્રાંતિએ શા માટે ઉડાડવામાં આવે છે પતંગ

મકર સંક્રાંતિનો તહેવાર હેલ્થ માટે પણ અનેક રીતે ફાયદો કરે છે. સવારે પતંગ ઉડાડવાના બહાને શરીરને જે તડકો મળે છ તેમાં ભરપૂર વિટામીન ડી મળે છે. આ સિવાય સ્કકન સંબંધી તકલીફોમાં પણ અકસીર માનવામાં આવે છે. આ સાથે ઠંડી હવાઓથી થતી અનેક સમસ્યામાં પણ મદદ કરે છે.

તીર્થની શરૂઆતનું પ્રતીક

image source

દેશના અનેક ભાગમાં મકર સંક્રાંતિની સાથે તીર્થની શરૂઆત પણ થાય છે. યૂપીમાં આ તહેવારની સાથે સાથે કુંભ મેળો શરૂ થાય છે. તો અન્ય તરફ કેરળમાં શબરીમાલ, આ દિવસોમાં લોકો પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવવાની માન્યતા પણ રાખે છે. તેમને લાગે છે કે આમ કરવાથી તેમના પાપ ધોવાઈ જાય છે.

દિવસ અને રાતનો સમય બરોબર રહે છે

image source

વૈજ્ઞાનિક રીતે જોઈએ તો શિયાળાની સીઝનમાં હવામાનમાં ફેરફાર આવે છે અને મકર સંક્રાંતિના દિવસે રાત અને દિવસ બરોબર રહે છે. આ માટે દિવસ લાંબો અને હવામાનમાં ગરમી પણ જોવા મળે છે. આ પછી લણણી કે વસંતની સીઝનનું આગમન માની લેવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!