આ છે પાકિસ્તાનની ઐશ્વર્યા રાય! હુબહુ મળતો આવે છે ચહેરો, જોઇ લો એક નહિં પણ આવી અનેક તસવીરો…

ઐશ્વર્યા રાયની અદભુત સુંદરતાનો જાદુ હજી છે એવોને એવો જ, એમની હમશકલ પણ કરે છે પોતાની સુંદરતા પર ગર્વ.

સુંદરતાની બધી જ પરીક્ષામાં ખરી ઉતરેલી અને એના નવા નિયમો નક્કી કરી ચુકેલી ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાની આખી દુનિયા દિવાની છે. એમને દુનિયાની સૌથી સુંદર મહિલાનો ખિતાબ પણ મળી ચુક્યો છે. ભલે ઐશ્વર્યા ઘણા વર્ષો પહેલા મિસ વર્લ્ડનો તાજ પહેરી ચુકી છે પણ આજે પણ એમની મનમોહક સુંદરતા ચર્ચામાં રહે છે. એટલે દરેક વ્યક્તિ સુંદરતામાં ઐશ્વર્યા રાયની મિસાલ આપે છે. ઐશ્વર્યા રાય સાથે અત્યાર સુધી ઘણી અભિનેત્રીઓની સરખામણી કરવામાં આવી છે.

આમના ઇમરાન.

image source

ફક્ત ભારતમાં જ નહિ આખી દુનિયામાં ઐશ્વર્યા રાયની જેમ દેખાવાની સ્પર્ધા લાગેલી રહે છે. એ હોડમાં એક નવું નામ હાલના દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે જેનો ચહેરો એકદમ ઐશ્વર્યા જેવો જ છે. પાકિસ્તાનની બ્યુટી બ્લોગર આમના ઇમરાન હાલ પોતાના લુકને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આમના ઇમરાનના ઘણા ફોટા જોઈને તમે હેરાન થઈ જશો કારણ કે આમના એકદમ ઐશ્વર્યા જેવી જ દેખાય છે.

image source

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી આમના ઇમરાનના સોશિયલ એકાઉન્ટ પર એવા ઘણા ફોટા છે જેમાં એ એકદમ ઐશ્વર્યા રાય બચ્ચન જેવી દેખાય છે. ફક્ત ફોટામાં જ નહીં પણ આમના તો ઘણા એવા વીડિયો પણ અપલોડ કર્યા છે જેમાં આમના ઐશ્વર્યાની જેમ પોઝ આપતી દેખાય છે.

સ્નેહા ઉલ્લાલ

image source

ફક્ત આમના ઇમરાન જ નહીં એ પહેલાં અન્ય ઘણી અભિનેત્રીઓની સરખામણી ઐશ્વર્યા રાય સાથે થઈ ચૂકી છે. વર્ષ 2005ના બોલીવુડમાં એક્ટ્રેસ સ્નેહા ઉલ્લાલની ફિલ્મ લકી- નો ટાઈમ ફોર લવ દ્વારા એન્ટ્રી થઈ હતી. ફિલ્મમાં સ્નેહા ઉલ્લાલની ઓપોઝિટ સલમાન ખાન હતા. ફિલ્મમાં સ્નેહને જોઈને લોકોએ એમને ઐશ્વર્યા રાયની કાર્બન કોપી કહેવાનું શરૂ કરી દીધું. સ્નેહા ઉલ્લાલનો ચહેરો એકદમ ઐશ્વર્યા રાય જેવો જ છે એટલે સલમાને એમને ફિલ્મમાં લીધી.

મહલગા જબ્રી.

image source

ઐશ્વર્યાની હમશકલમાં ફક્ત ભારતીય જ છે એવુ નથી પણ વિદેશોમાં પણ છે. એકદમ ઐશ્વર્યા રાય બચ્ચન જેવી દેખાતી ઈરાની મોડલ મહલગા જબ્રીનું નામ પણ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. જો કે મહલગા જબ્રી ખૂબ જ સુંદર છે અને એક સફળ મોડલ પણ છે પણ લોકો આજે પણ મહલગા જબ્રીને ઐશ્વર્યાની કાર્બન કોપી કહીને બોલાવે છે.

માનસી નાયક

image source

મરાઠી ફિલ્મોની એક્ટ્રેસ માનસી નાયકમાં પણ લોકોને ઐશ્વર્યા રાય બચ્ચનની ઝલક દેખાય છે. લોકો એમને એમના લુકના કારણે ઘણીવાર ઐશ્વર્યા રાય સાથે સરખાવે છે અને માનસીને ઐશ્વર્યા રાય બચ્ચન સાથે પોતાની સરખામણી થતા તે ખૂબ જ ગર્વ અનુભવે છે. માનસી અને ઐશ્વર્યા રાય બચ્ચનના ફોટા જોઈને તમે પણ હેરાન થઈ જશો.

અમ્મુજ અમૃતા.

પોતાના એકટથી ટિકટોક પર પોપ્યુલર થઈ ચુકેલી અમૃતા અમ્મુજમાં પણ ઐશ્વર્યા રાય બચ્ચનની છબી દેખાય છે. અમૃતા અમ્મુજને પણ ઘણા લોકો ઐશ્વર્યા રાય સાથે કમ્પેર કરી ચુક્યા છે.

image source

કોઈ ઇન્ટરનેશનલ સ્ટાર હોય કે પછી દેશની દેશી ગર્લ, જો કોઈ ખૂબ જ સુંદર હોય તો એની સરખામણી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે થશે. દુનિયાની સૌથી સુંદર સ્ત્રી ઐશ્વર્યાની સુંદરતાને જોઈને એમના ચહેરા જેવી બાર્બી ડોલ પણ બની ચુકી છે. એમની સુંદરતાની સરખામણી કોઈની સાથે થઈ શકે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ