આવું છે રાહુલ ગાંધીનું ફિટનેસ સીક્રટ, સિક્સ પૈક એબ્સ- એક હાથથી પુશઅપ, જાણો ફિટનેસ શિડ્યુલ

કોગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ એ નેતાઓમાં જાણીતું છે જેઓ ફિટનેસને માટે ચર્ચામાં રહેતા હોય છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધીનો નવો અવતાર જોવા મળી રહ્યો છે.

image source

સોમવારે તમિલનાડુમાં કન્યાકુમારી સ્થિત એક શાળામાં રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓના કહેવા પર ખુલ્લા મંચ પર પુશઅપ કર્યું . હાફ સ્લીવના શર્ટ પહેરીને પુશઅપ્સ કરી રહેલા રાહુલ ગાંધીના બાઈસેપ્સની ફિનિશિંગ જોવા મળ્યા છે.

image source

ઉંમરના 50મા વર્ષે પણ રાહુલે એક પળવારમાં 14 પુશઅપ્સ કરી લીધા. તેમની ફિટનેસ જોઈને સભામાં તાલીઓ ગૂંજવા લાગી હતી. 14 પુશઅપ્સ લગાવ્યા બાદ તેઓએ સિંગલ હેન્ડ પુશઅપ્સ પણ કર્યા. તેમના કાંડા અને ટ્રાઈસેપ્સ જોઈને હાથની મજબૂતાઈનો અંદાજ લગાવી શકાય છે.

image source

તમને જાણીને નવાઈ લાગશે પણ રાહુલ ગાંધીએ માર્શલ આર્ટ્સની એકિડોમાં પણ ટ્રેનિંગ લઈધી છે. પુશઅપ્સ બાદ તેઓએ એક વિદ્યાર્થીને એકિડોના દાવ પેચ પણ શીખવ્યા, રાહુલે પોતાની ખાસ ફિટનેસનો પહેલો નમૂનો પેશ કર્યો. આ પહેલા પણ તેઓ ફિટનેસને લઈને ચર્ચામાં આવી ચૂક્યા છે.

image source

24 ફેબ્રુઆરીએ રાહુલે કોલ્લામમાં માછીમારોની સાથે સમદ્રમાં ડૂબકી લગાવી હતી. થંગાસરીના તટ પર પરત આવ્યા બાદ રાહુલ જ્યારે ભીના કપડામાં જોવા મળ્યા તો તેમના બાય સેપ્સ અને ટી શર્ટની અંદરથી ચમકતા એપ્સ સોશ્યલ મીડિયાનો ટ્રેન્ડ બન્યા. કોંગ્રેસ પાર્ટીના તમામ મોટા નેતાઓએ રાહુલનો ફોટો શેર કરવાનું શરૂ કર્યું. કોંગ્રેસના પૂર્વ સાંસદ રાજીવ શુક્લાએ રાહુલના ભીના કપડાનો એક ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું કે રાહુલ ગાંઘીની પાસે એબ્સ પણ છે. સમુદ્રમાં તર્યા બાદ તેમનો આ ફોટો જોવા લાયક છે.

શું છે એકડો આર્ટ

image source

2019માં રાહુલ ગાંધીએ માર્શલ આર્ટમાં ટ્રેનિંગની ફોટો પણ વાયરલ કરી હતી. જો કે રાહુલ ગાઁધી એકિડોમાં બ્લેક બેલ્ટ છે. એકિડો એક એવી માર્શલ આર્ટ છે જેમાં કોઈ હથિયાર વિના વિરોધની પરાસ્ત કરવાની કળા શીખવવામાં આવે છે. તેમાં શારિરીક શ્રમ અને બુદ્ધિ બંનેની જરૂર રહે છે. આ સિવાય તેઓ 2018માં કૈલાશ માન સરોવરની યાત્રા પણ કરી હતી અને તેના પણ ફોટો વાયરલ કર્યા હતા.

image source

રાહુલે આ સમયે 13 કલાક સુધી માનસરોવર પર્વતનું ચઢાણ કર્યું અને સૌને હેરાન કરી દીધા હતા. તેઓએ થાક્યા વિના 34 કીમીની મુસાફરી કરી હતી. આ યાત્રામાં રાહુલે 46 હજારથી વધારે પગલા ચાલવાનો રેકોર્ડ બનાવ્યો, તેમની સાથ ચાલનારા લોકોને ઓક્સીજનના કારણે તકલીફ પડી રહી હતી પણ રાહુલ ગાંધી ફિટ જોવા મળ્યા હતા.

image source

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ પહેલા કહ્યું હતું કે રાહુલ ક્યારેય મેડિટેશન સેન્ટર જવાનું ચૂકતા નથી. શારિરીક અને માનસિક તંદુરસ્તી માટે રાહુલ નિયમિત રીતે મેડિટેશન સેન્ટર જાય છે. તેઓએ કહયું કે રાહુલ દર બીજા દિવસે સવારે 12 કિમી ચાલે છે અને સાથે રાહુલ મિડનાઈટમાં પણ રનિંગ માટે નીકળી જાય છે. તે જંક ફૂડથી હંમેશા દૂર રહે છે અને ફ્રેશ વેજિટેબલ્સ અને ફ્રૂટ્સ પણ ખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!