HBD Aish… ઐશ્વર્યાનો ૪૬મો જન્મ દિવસ લાવી રહ્યો છે તેના માટે કંઈક ખાસ…

HBD Aish… ઐશ્વર્યાનો ૪૬મો જન્મ દિવસ લાવી રહ્યો છે તેના માટે કંઈક ખાસ… જુઓ, કેવી લાગે છે ટ્વીન પોઝમાં ઐશ અને આરાધ્યા…

image source

એક એવો ભારતીય ચહેરો જે દુનિયા આખામાં પ્રખ્યાત છે અને લોકચાહના મેળવી ચૂકી છે એવી સૌદર્ય સામગ્રી ઐશ્વર્યા રાયનો આજે જન્મદિવસ છે. આજે તેના ૪૫માં જન્મદિવસે પણ એ એટલી જ ખૂબસુરત દેખાય છે કે જ્યારે તેણે જ્યારે ૧૯૯૪માં વિશ્વસુંદરીનો તાજ જીત્યો હતો તે સમય જેવી જ તરોતાજા દેખાય છે.

image source

આખી દુનિયામાં એવી કોઈ જ જગ્યા નહીં હોય જ્યાં મનોરંજન જગત, ફેશન કે ફિલ્મ જગત હોય એશ્વર્યાના નામથી કે તેના ચહેરાથી પરિચિત ન હોય. ફિલ્મ જગતમાં પોતાના નામ, ચહેરા અને અભિનયથી તેણે અમીટ છાપ મૂકી છે. અનેક સુપરહિટ ફિલ્મો સાથે તેણે બોલિવૂ, સાઉથની ફિલ્મો અને હોલિવૂડમાં પણ પોતાની અદાકારીનું ઐશ્વર્ય ઝળકાવી ચૂકી છે.

image source

આજે તે બોલિવુડના સૌથી નામચિન પરિવાર સાથે જોડાઈને બચ્ચન બહુ ઐશ્વર્યા રાય બચ્ચન નામે ઓળખાય છે. હિન્દી ફિલ્મી જગતના પિતામહ સમા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના પરિવારની પુત્રવધુ છે. હેન્ડસમ અને સાલીન સ્વભાવના અભિષેક બચ્ચન સાથે તેમના વર્ષ ૨૦૦૭માં લગ્ન થયાં, ૨૦૧૧માં દીકરી આરાધ્યાનો જન્મ થયો. વિશ્વસુંદરી હોવાની સાથે તેને વર્ષ ૨૦૦૯માં ભારતીય સર્વોચ્ચ સન્માન કહી શકાય એવો પદ્મશ્રી એવોર્ડ પણ મળેલ છે.

બ્યુટી ક્વિન કરે છે દીકરી સાથે ટ્વીન પોઝ…

image source

ઐશ્વર્યાની દીકરી આજે ૯ વર્ષની થઈ અને મા દીકરીના અનેક ફોટોઝ સોશિયલ મીડિયામાં અને અનેક બોલિવુડ કે સિલિબ્રિટી ફંકશનમાં ખૂબ જ પોપ્યુલર થાય છે. તેમના કોઈપણ નવા વીડિયોઝ કે ફોટો સોશિયલ મીડિયામાં આવે એટલે એ ખૂબ જ પસંદ કરાય છે અને વાયરલ થઈ જતા હોય છે. આવો એવા સાત ફોટોઝ જોઈએ જેમાં ઐશ્વર્યા એ દીકરી આરાધ્યા સાથે કર્યું છે, મેચિંગ… તેમના ટ્વીન ફોટો ખૂબ જ પસંદ કરાયા છે…

image source

એક પ્રતિભાશાળી અભિનેત્રી અને પ્રેમાળ પત્ની ઉપરાંત, જવાબદાર દીકરી ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યા માટે એક આદર્શ માતા છે. આરાધ્યા ઘણી વાર મોટા ભાગે તેની માતાની સાથે જતા જોવા મળે છે. આપણે તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલને નજીકથી સ્ક્રોલ કરીએ તો કંઈક એવી બાબતમાં આંખે વળગીને દેખાઈ છે જે તમને જરૂરથી ગમી જશે એ છે બંને મમ્મી દીકરીના એક સરખા ડ્રેસિસમાં પડાવેલા ફોટોઝ…

image source

આ સુપર સ્ટાર ઘણીવાર તેની નાની રાજકુમારી સાથેના ફોટા શેર કરે છે અને તેના પ્રશંસકો આ માતા-પુત્રી જોડીનાં વખાણ કરવાનું રોકી શકતા નથી. દરેક વખતે, તેમના એકસ સમાન રંગના પોશાકોમાં તેઓ જોડિયા હોય તેવું લાગતું હોય છે. આરાધ્યા અને ઐશ્વર્યા એક સાથે ટ્વીન પોઝમાં એકદમ ક્યૂટ લાગે છે.

image source

આ સાથે,ઐશ્વર્યાએ લોકાર્પણ કાર્યક્રમમાં આરાધ્યા અને અભિષેકને આશીર્વાદરૂપે શુભેચ્છા પાઠવતો એક વીડિયો પણ વાયરલ થયો છે. મમ્મી ઐશ્વર્યા સાથે ટ્વીન લુકમાં જોવા મળતી આરાધ્યા અભિનેત્રીને ગળે લગાવેલી જોઇ શકાય છે જ્યારે તે અભિષેકને સ્ટેજ પર જોડાવા માટે પણ બોલાવે છે.

ઐશ્વર્યાએ ફ્રાન્સમાં પીંક સાટિંન ઇવનિંગ ગાઉનમાં આપ્યા પોઝ…

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Rai Bachchan (@aishwaryanetwork) on

જન્મદિવસની ભેટ રૂપે ઐશ્વર્યાએ તેના ફેન્સને આપી એક સુંદર ટ્રીટ… હાલમાં જ ફ્રાન્સમાં ઐશ્વર્યાએ એક સુંદર ફોટોશૂટ કરાવ્યું. આ ફોટોઝમાં તે એકદમ સિમ્પલ અને ગ્લેમરસ લાગી રહી છે. આ ફોટોઝ જોઈને કોઈ પણ ન કહે કે તે ૪૬ વર્ષની થઈ છે. તેનો જન્મ ૧૯૭૩માં થયો છે. તે બ્યુટી પેજન્ટ બની ત્યારે માત્ર ૧૮ વર્ષની હતી. તેની ફેશન અને ફિલ્મી કારકિર્દી ખૂબ જ લાંબી અને સફળ રહી છે. ભારતીય સુંદરી તરીકે આજે પણ એ આખી દુનિયામાં પહેલી પસંદ છે.

પીંક સાટિન ગાઉન છે એકદમ ગ્લેમરસ…

image source

ઐશ્વર્યા હંમેશા ડિફરન્ટ લૂકમાં દેખાતી હોય છે. આ સાટિગ ગાઉની સાથે તેણે ખૂબ જ લાઈટ મેકઅપ કરે છે. ઓછી જ્વેલરીમાં તેણે એક જ હાથમાં કડું અને ડાયમંડ રીંગ પહેરેલ છે. નેકલેસ કે ઇયરિંગ પણ પહેરેલ નથી. છતાં પણ તે ખૂબ જ ગ્લેમરસર લાગી રહી છે. પોતાના ફેવરિટ હીરો – હીરોઈનની સ્ટાઈલ તેમના ફેન્સ પણ અપનાવતાં હોય છે. આવા ફ્લોરલેન્થ ફ્લેરવાળા ઇવનિંગ ગાઉન હવે ફરી ફેશનમાં આવશે એવું જરૂર કહી શકાય…

બર્થ ડે પર કરી રહ્યા છે નવું પ્લાનિંગ…

image source

જો કે, એવું લાગે છે કે અભિષેકની Aશ્વર્યાના ૪૬માં જન્મદિવસ માટે મોટું આયોજન કરાયેલું છે. આ દંપતીની નજીકના એક સૂત્રોએ જણાવ્યું હતું કે ઐશ્વર્યા તેનો જન્મદિવસ “વિદેશી” સ્થળે ઉજવશે. તે પછી, ત્રણેય આગામી ત્રણ દિવસમાં રોમ અને સંભવત વેટિકન સિટી પણ ફરશે. વિદેશી સ્થળ જ્યાં તેઓ ૩૧મી ઓક્ટોબરની રાત્રે એશનો જન્મદિવસ ઉજવશે. વધુ એક વાત પણ ઉમેરવામાં આવી હતી કે એકવાર ઐશ્વર્યા અને અભિષેક પણ એકવાર પાછા મુંબઈમાં પાર્ટીનું આયોજન કરશે. તેઓ રજાઓ ગાળ્યા બાદ ફરી કામમાં ડૂબી જાય તે પહેલાં, દંપતીઓ તેમના મિત્રો માટે પાછા ફર્યા બાદ એક મોટી પાર્ટીનું આયોજન કરશે.”

વર્ક ફ્રન્ટ પરની વાત કરીએ તો ઐશ્વર્યા અને અભિષેક બંને એક સાથે વર્ષો બાદ અનુરાગ કશ્યપની આગામી ફિલ્મ ‘ગુલાબ જામુન’માં ફિલ્મી પડદે ફરી દેખાશે.

image source

ઐશ્વર્યા રાય બચ્ચન વિશે નિઃશંકપણે કહી શકાય કે બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. સ્ટાર આજે તેનો ૪૬મો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે અને તેના ચાહકોને તેના ફોટોઝ જોયા વિના ચેન નથી પડી રહ્યું… ‘હમ દિલ દે ચૂકે સનમ’ ‘એ દિલ હૈ મુશકિલ’ જેવી અનેક હિટ ફિલ્મોની અભિનેત્રીને સમર્પિત સોશિયલ મીડિયા પરની અનેક ફેન ક્લબ્સે દિવાનગી કેટલીક ન જોઈ હોય તેવી તસવીરો શેર કરી છે અને આપણે બધાં તેને દિલથી ચાહીએ પણ છીએ…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ