કોરોના ઇફેક્ટ: અહિંથી આવતા મુસાફરો માટે મુંબઈ એરપોર્ટ પર બનાવવામા આવ્યો સ્પેશિયલ ઝોન, મુસાફરોના થશે કોરોના ટેસ્ટ

દીવાળીના તહેવાર બાદ સમગ્ર દેશમાં જાણે કોરોનાનો દાવાનળ ફાટી નીકળ્યો છો. હજારોની સંખ્યામા કેસમાં વધારો જોવા મળ્યો છે. આ બધામાં મહારાષ્ટ્ર રાજ્ય સૌથી વધારે પ્રભાવિત છે. અને માટે જ મુંબઈ એરપોર્ટ પર બહારથી આવતા કોરોના પેશન્ટને ડીટેક્ટ કરવા માટે એક ખાસ ઝોન તૈયાર કરવામાં આવ્યો છે. આ ઝોનમાં ગુજરાત, રાજસ્થાન, ગોવા તેમજ દિલ્હીથી આવતા મુસાફરોને એટેન્ડ કરવામાં આવશે. અને તે બધા જ પેસેજરના અહીં આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવશે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આ માહિતી જાહેર કરવામાં આવી છે.

image source

દિલ્હીમાં પણ દીવસેને દીવસે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને તેની સામે હોસ્પિટલમાં બેડની સંખ્યા ઘટી રહી છે. એક માહિતી પ્રમાણે દિલ્હીમાં વેન્ટિલેટરવાળા બેડ માત્ર 250 ICU ખાલી છે. અને દિલ્હીની 60 જેટલી હોસ્પિટલોમાં કોઈ જ બેડ ખાલી નથી. દિલ્લી સરકારે પોતાના ઓનલાઇન કોરોના ડેશબોર્ડ પર આ માહિતિ ઉપલબ્ધ કરાવી છે. બુધવારના રોજ દિલ્હીમાં નવા કોરોના સંક્રમિતોની સંખ્યા 5246 રહી હતી. જાણકારો એવું કહી રહ્યા છે કે હાલ દિલ્લીમાં ઠંડી વધી રહી છે અને હવાનું પ્રદૂષણ પણ વદ્યું છે તેના કારણે કેસની સંખ્યામાં વધારો થયો હોય તેવુ બની શકે.
દિલ્હીની ઉત્તરી રેલ્વે હોસ્પિટલ, VIMHANS, કેન્ટની બેઝ હોસ્પિટલ, સર ગંગારામ હોસ્પિટલ, ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ અને બત્રા હોસ્પિટલ જેવી હોસ્પિટલમાં કોઈ જ બેડ ખાલી નથી. માત્ર એક જ મહિનાની અંદર દિલ્હીમાં 2300 જેટલા કોરોના દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

તમને જણાવી દઈએ કે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાવ કોરોનાગ્રસ્ત થયા ત્યાર બાદ તેમને અહીંની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. તેમના કાર્યાલયમાંથી મળેલા અહેવાલ પ્રમાણે હાલ તેમની તબિયત સુધરી રહી છે.

image source

મંત્રી ગેપાલ રાયે ટ્વીટર પર પોતે કોરોના પોઝિટિવ આવ્યા હોવાની માહિતી આપી હતી. દીલ્હીના આ ત્રીજા મંત્રી છે જેઓ કોરોનાથી સંક્રમિત થયા છે. આ પહેલાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અહીંના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન કોરોના પોઝિટિવ થયા હતા. જો કે તે બન્ને હાલ સ્વસ્થ થઈ ગયા છે.

વકરી રહેલા કોરોના વાયરસના પ્રકોપના કારણે દિલ્હીની શાળાઓ બંધ રાખવાનું જ નક્કી કરવામા આવ્યું છે અને એવી જાહેરાત પણ કરવામાં આવી છે કે જ્યાં સુધી વેક્સિન નહીં મળે ત્યાં સુધી શાળાઓ ખોલવામા આવશે નહીં.

પી.એમ. મોદી શનિવારે પૂણેની મુલાકાત લેશે

ધીમે ધીમે કોરોના વેક્સિનને લઈને આખીએ દુનિયામાંથી હકારાત્મક સમાચાર મળી રહ્યા છે. તે સંજોગોમાં પૂણેમાં આવેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટ પણ કોવિશીલ્ડ વેક્સિનનું ઉત્પાદન ઝડપથી કરી રહી છે. અને કંપનીની આ તૈયારીઓ જોવા માટે જ પ્રધાનમંત્રી મોદી 28મી નવેમ્બરે પુણેની મુલાકાત લેશે.
રિકવરી રેટમાં પણ થઈ રહ્યો છે ઘટાડો

દેશમાં કોરોનાની બીજી લહેર પ્રબળ જોરે ટકરાઈ છે. અને હવે લોકોના સાજા થવાના દરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેટલી સંખ્યામાં લોકો રોજના સંક્રમિત થઈ રહ્યા છે તેની સામે ઓછા પ્રમાણમાં સંક્રમિત લોકો સાજા થઈ રહ્યા છે. ગયા 24 કલાકમાં દેશમાં નવા 44699 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તેની સામે 36582 કોરોના દર્દીઓ કોરોનાના સંક્રમણથી મુક્ત થયા છે અને 518 લોકોના કોરોનાના સંક્રમણના કારણે મૃત્યુ થયા છે. આમ હાલના એક્ટિવ કેસની સંખ્યામાં નવા 7586 કોરોના પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થયો છે.

image source

તમને જણાવી દઈએ કે કુલ એક્ટિવ કેસનો આંકડો વધી ગયો છે જે ચાર લાખને ઓળંગી ગયો છે. આ અગાઉ 16મી નવેમ્બરે એક્ટિવ કેસની સંખ્યા 4.53 લાખની હતી. જેમાં 23મી નવેમ્બરે ઘટાડો જોવા મળ્યો હતો અને 23મી નવેમ્બરે એક્ટિવ કેસની સંખ્યા 4.37 લાખ થઈ હતી. તમને જણાવી દઈએ કે કોરોના દેશમાં ફેલાયો ત્યારથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ 92.66 કેસ નોંધાઈ ગયા છે જેમાંથી 86.77 લાખ દર્દીઓ સાજા થઈ ગયા છે. અને દુઃખદ વાત છે કે 1.35 લાખ લોકોના આ સંક્રમણથી મૃત્યુ થયા છે.

દેશના મોટા ભાગના રાજ્યોમાં કોરોનાની બીજી લહેરની આશંકા

દેશના બીજા 20 રાજ્યોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જેમાં રાજસ્થાન, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશનો પણ સમાવેશ થાય છે. આ તમામ રાજ્યોમાં રોજના સાજા થતાં દર્દીઓ કરતાં સંક્રમિત થતાં દર્દીઓનો આંકડો વધારે છે, માટે એવું કહી શકાય કે આ રાજ્યોમા કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. જો સ્થિતિ પર જરા પણ કાબૂ નહીં મેળવાય તો આવનારા થોડાક જ દિવસોમાં આખાએ દેશમા કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ હશે.

જાણી લો કોરોનાને લગતી અપડેટ્સ

image source

કેન્દ્ર સરકાર દ્વારા બુધવારે કોરોના બાબતે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, આ માર્ગદર્શિકા પ્રમાણે વિવિધ રાજ્યોએ નિયમોને લઈને કડકાઈ દાખવવાની છે અને સાવચેતી પણ રાખવાની રહેશે. અને કોરોનાના કારણે રાજ્યની સ્થિતિ જેટલી હદે બગડી હોય તેના આધારે પ્રતિબંધો લાગુ પાડવાની રાજ્યસરકારને છૂટ આપવામા આવી છે. રાજ્યો કન્ટેનમેન્ટ ઝોનમાં નાઇટ કર્ફ્યુ પણ લગાવી શકે છે તેવી પણ છૂટ અપાઈ છે. પણ જે કન્ટેનમેન્ટ ઝોન નથી તેવા ઝોનમાં લોકડાઉન લાગુ પાડવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની રહેશે. આ ગાઇડલાઇન 1લી ડિસેમ્બરથી લાગુ પાડવાની રહેશે.
કોરોનાની મહામારીના કારણે વિદ્યાર્થીઓનું આખું શિક્ષણ વર્ષ બગડી ગયું છે. અને ખાસ કરીને તેની વધારે અસર મોટા વર્ગના તેમજ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને થઈ રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આવનારા વર્ષે યોજાનાર JEEની પરિક્ષા માટે ટુંક જ સમયમાં નોટિફિકેશન બહાર પાડશે તેવું જણાવ્યું છે. અને તેઓ અલગથી સિલેબસ પણ જાહેર કરશે. આ પરિક્ષાને લઈને વિદ્યાર્થીઓ મુંઝવણમાં હતાં કારણ કે આ પરિક્ષાને લઈ હજુ સુધી કોઈ પણ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં નહોતા આવ્યા.

image source

DGCA દ્વારા આંતરરાષ્ટ્રીય ઉડાનો વિશે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે આંતરરાષ્ટ્રીય હવાઈયાત્રા પરના પ્રતિબંધોને હવે 31મી ડિસેમ્બર સુધી લંબાવી દેવામાં આવ્યા છે. માટે હવે 31મી ડિસેમ્બર સુધી કોઈ પણ કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ભારત બહાર ઉડી શકશે નહીં કે ભારતમાં આવી શકશે નહીં. જો કે વંદે ભારત મિશન હેઠળ ચાલતી ફ્લાઇટને અટકાવવામાં નહીં આવે.

લખનૌ શહેરમાં 1લી ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ પાડવામાં આવી છે અને આ દરમિયાન કોઈ પણ જગ્યા પર એક સાથે 4 જણને ભેગા થવા દેવામાં નહીં આવે. જે પણ તે નિયમ તોડશે તેની સામે કડક પગલા લેવામાં આવશે.

પંજાબમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે માટે સાવચેતીના પગલારૂપે પંજાબમાં 1લી ડિસેમ્બરથી નાઇટ કર્ફ્યૂ રાખવામાં આવશે. જે રાત્રીના 10થી સવારના 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. અને જે લોકો કોરોના સાથે જોડાયેલા નિયમો તોડશે તેમણે દંડરૂપે 1000 રૂપિયા ભરવાના રહેશે. અને અહીં હોટેલ, વેડિંગ હોલ, અને રેસ્ટોરન્ટ જેવી જગ્યાઓ રાત્રે 9.30 સુધી ચાલુ રહેશે.

કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત 5 રાજ્યોની સ્થિતિ આ પ્રમાણે છે

image source

દિલ્હી હાલ કોરોનાથી અત્યંત પ્રભાવિત છે. અહીં બુધવારે 99 દર્દીઓના મૃત્યુ થયા હતા. દિલ્હીમાં અત્યાર સુધીમાં 8720 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. અત્યારસુધીમા અહીં 545987 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે, જેમાંથી 38287 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. જ્યારે 4,98,780 લોકો સાજા થઈ ગયા છે. પણ દુઃખની વાત એ છે કે કોરોનાના કારણે અહીં અત્યાર સુધીમાં 8720 લોકો જીવ ગુમાવી બેસ્યા છે.

મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીમાં 1,98,284 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, જેમાંથી હાલ 13,724 દર્દીઓની સારવાર ચાલી રહી છે જ્યારે 1,81,345 લોકો સાજા થઈ ગયા છે.અને અહીં કોરોનાના કારણે 3,797 લોકોના મૃત્યુ થયા છે.

image source

ગુજરાતમાં સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. આખીને આખી સોસાયટીઓમાં જથ્થાબંધ રીતે કોરોના સંક્રમીતોની સંખ્યા વધી રહી છે. અત્યાર સધીમાં ગુજરાતમાં 2,001,949 લોકો કોરનાથી સંક્રમિત થઈ ગયા છે. જેમાંથી 183,856 લોકો સાજા થઈ ગયા છે. 14,187 લોકોની હાલ સારવાર ચાલી રહી છે. પણ તેના કારણે 3906 લોકોના મૃત્યુ થયા છે

મહારાષ્ટ્રમાં અત્યારે સૌથી વધારે કેસ નોંધાયેલા છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 17,95,959 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે જેમાંથી 16,63,723 લોકો સાજા થઈ ગયા છે. અહીં કોરોના સંક્રમણના કારણે 46748 લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે.

રાજસ્થાન

image source

કોરોના સંક્રમણમાં રાજસ્થાનમાં પણ ગંભીર સ્થિતિ છે. અહીં બુધવારે 3258 નવા કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં રાજસ્થાનમાં 2,53,767 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 225229 લોકો સાજા થઈ ગયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે રાજસ્થાનમાં 2218 લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ