પેન્શનર્સને નવા વર્ષમાં મળી રહ્યો છે આ મોટો લાભ, જાણો સરકારે આ સર્ટિફિકેટને લઇને શું કરી મોટી જાહેરાત

કોઈ પણ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ જો તમે અર્લી રિટાયરમેન્ટ ન લીધું હોય તો તમને નિવૃત્તિ બાદ પેન્શન પેટે દર મહિને કેટલીક ચોક્કસ રકમ ચૂકવવામાં આવે છે અને મોંઘવારી પ્રમાણે તેમાં વધારો પણ કરવામાં આવતો હોય છે. પણ તેના માટે પેન્શનર્સે કેટલાક સર્ટીફીકેટ રજૂ કરાવવાના હોય છે ત્યાર બાદ જ તેમને પેન્શન મળે છે.

image source

દરેક પેન્શનરે દર વર્ષના નવેમ્બર મહિનામાં લાઇફ સર્ટિફિકેટ એટલે કે પોતાની હયાતીનું એટલે કે પોતે જીવતા છે તેની સાબિતી આપતું સર્ટિફિકેટ જમા કરાવવાનું હોય છે. ત્યાર બાદ જ તમને આગળના વર્ષનું પેન્શન મળી શકે છે. અને જો કોઈ સંજોગોમાં પેન્શનર પોતાનું આ સર્ટીફીકેટ જમા કરાવી ન શકે તો તેનું પેન્શન રોકાઈ જાય છે.

કેન્દ્ર સરકાર દ્વારા મળેલી રાહત હેઠળ કોરોનાની મહામારીના સંજોગોમાં નિર્ણય લેવામા આવ્યો છે કે 1 નવેમ્બર 2020થી 28 ફેબ્રુઆરી 2021 સુધી તેઓ પોતાનુ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકશે. અને તે દરમિયાન તેમને પેન્શન મેળવવામાં કોઈ જ મુશ્કેલી નહીં નડે.

80 વર્ષથી વધારે વયના પેન્શનર્સ માટે આપી આ રાહત

image source

હવે કેન્દ્ર સરકારે એવા પેન્શનરને એક રાહત આપી છે. 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા પેન્શનર્સને રાહત આપતા 1લી ઓક્ટોબરથી લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની તેમને સુવિધા આપી છે.

કોરોનાની મહામારીમાં ઘરે રહીને જ મળી જશે લાઇફ સર્ટિફિકેટ

image source

હાલ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે પેન્શનર્સ માટે એક મોટી રાહત ઉભી કરી છે અને એક સગવડ પુરી પાડી છે. નિવૃત્ત લોકોએ દર વર્ષે પોતાની હયાતીની સાબિતી આપતા લાઇફ સર્ટિફિકેટને રજૂ કરવાનું રહે છે અને તે માટે તેમણે સ્થાનિક બેંક કે નક્કી કરેલી સંસ્થામાં જવાની જરૂર પડતી હોય છે પણ હવે તેમ કરવાની જરૂર નહીં પડે પણ તેમના ઘરે જ તેમને માત્ર પાંચ જ મિનિટમાં લાઇફ સર્ટિફિકેટ મળી જશે તે પણ માત્ર 70 રૂપિયાનો ખર્ચ કરીને.

કેન્દ્રીય, રાજ્યના, તેમજ અન્ય સરકારી સંસ્થાઓના નિવૃત્ત કર્મચારીઓ આ સુવિધાનો લાભ લઈ શકશે. તેમણે પોતાને ત્યાંની પોસ્ટ ઓફિસના પોસ્ટમેનને ઘરે બોલાવીને પાંચ મિનિટમાં બાયોમેટ્રિક લાઇફ સર્ટિફિકેટ બનાવડાવવાનુ રહેશે જેના માટે તેમણે 70 રૂપિયા ચૂકવવાના રહેશે.

બાયોમેટ્રિક લાઇફ સર્ટિફિકેટ બનાવવા આધાર નંબરની જરૂર રહેશે

જે કોઈ પણ નિવૃત્ત કર્મચારી પોતાનું લાઇફ સર્ટીફિકેટ ઘરે જ મેળવવા માગતા હોય તેમને પોતાના આધાર નંબરની જરૂર રહેશે. આ ઉપરાંત તેમણે પોતાનો પીપીઓ નંબર, મોબાઈલ નંબર પણ પોસ્ટ ઓફિસમાં આપવાના રહેશે. ઘરે આવેલ પોસ્ટમેન નિવૃત્ત કર્મચારીના આધારની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ કાઢી આપશે. અને તેને ત્યાંથી જ પેન્શન જાહેર કરનારા સંબંધિત વિભાગ કે પછી બેંકમાં અપડેટ કરી દેવામાં આવશે. આમ પેન્શનરે ત્યાર પછીની પ્રોસેસ માટે પણ ક્યાંય ધક્કા ખાવાની જરૂર પડશે નહીં.

image source

દેશની મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પેન્શનર્સ માટે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે ઓનલાઇન સગવડ આપી છે. તેના માટે પેન્શનરે એસબીઆઈની વેબસાઇટ પર pensionseva.sbi પરથી મદદ મેળવી શકશે. આ ઉપરાંત તેઓ ઉમંગ એપ દ્વારા પણ આ બાબતે મદદ લઈ શકે છે. તેમજ આધાર સેન્ટર અને કોમન સર્વિસ સેન્ટર પર પણ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકાશે. જે પેન્શનર્સ બેંક પર જવાને સશક્ત નથી તેઓ મેજિસ્ટ્રેટ ઓફીસ કે ગેઝેટેડ ઓફિસરની સાઇન કરાવીને લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકે છે. દરેક પેન્શનરે સામાન્ય રીતે 30મી નવેમ્બર સુધીમાં લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાનું હોય છે.

સર્ટિફિકેટ જમા કરાવવા Umang એપનો આ રીતે કરો ઉપયોગ

image source

ઉપર જણાવ્યું તેમ તમે ઉમંગ એપ્લિકેશનમાં Jeevan Pramaan service ના ઓપ્શન પર જઇને પણ સર્ટિફિકેટ જમા કરાવી શકો છો. આ ઓપ્શન પર આવ્યા બાદ તમારે તમારા મોબાઈલથી biometric device કનેક્ટ કરવાનું રહેશે. જીવન પ્રમાણ સર્વિસના આધારે તમારે General Life Certificate ના ઓપ્શન પર ટેપ કરવું. ત્યાર બાદ તમારે Pension Authentication માં જવું. અહીં તમને તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર દેખાશે, તમારે તે ચેક કરવું કે તે સાચા છે કે નહિં ત્યાર બાદ તમારે generate OTP પર ટેપ કરવું. તમારા મોબાઈલ પર એક OTP નંબર આવશે જે તમારે અહીં નાખવાનો રહેશે. હવે તમારે તેને સબમિટ કરી દેવું. હવે તમારે બાયોમેટ્રિક ડિવાઇઝની મદદથી તમારી ફિંગરપ્રિન્ટ સ્કેન કરવી. તે મેચ થઈ ગયા બાદ તરત જ Digital Life Certificate તૈયાર થઈ જશે. આ સર્ટિફિકેટને જોવા માટે તમારે View Certificate પર ક્લિક કરવું. તેને તમારે તમારા આધાર નંબરની મદદથી જોઈ શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ