એર પ્યુરીફાયર લગાવતા પહેલા ખાસ વાંચી લે જો તેના વિશે આ હકીકત, નહિં તો અંતે થશે પસ્તાવો..

જાણો એર પ્યોરીફાયર તમારા ઘરની હવાને કઈ રીતે રાખે છે સાફ!!

એર પ્યોરીફાયરની હવા સાફ કરવાની ક્ષમતા તમારા ઘરનો રૂમ કેટલો મોટો છે તેના પર આધાર રાખે છે પરંતુ એક હકીકત એ પણ છે કે એર પ્યોરીફાયરની મદદથી ઘણી બધી બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે.

image source

એર પ્યોરીફાયર હવાને સાફ રાખવાવાળા ફિલ્ટર્સથી બનેલું હોય છે. તેનું ફિલ્ટર જામ પણ થઇ શકે છે એટલે કે તે કામ કરવાનું બંધ પણ થઇ શકે છે. એક મહિના સુધી એર પ્યોરીફાયર ચલાવ્યા બાદ તેમાં જમા થયેલી ગંદકી પણ જોઈ શકાય છે. આ જ એજ ગંદકી હોય છે જે કદાચ એર પ્યોરીફાયર ન હોત તો અત્યારે તમારા ફેફડામાં હોત!

એર પ્યોરીફાયરની કાર્યક્ષમતા તમારા રૂમના કદ પર આધારિત હોય છે. સામાન્ય કદના રૂમને સાફ કરવામાં એર પ્યોરીફાયરને લગભગ ૧૫ થી ૩૦ મિનિટ જેટલો સમય લાગે છે. એર પ્યોરીફાયરમાં બધું જ તેના ફિલ્ટર્સ પર નિર્ભર હોય છે. તે હવામાં મોજુદ નાના હાનિકારક કણોને તમારા શ્વાસ દ્વારા શરીરમાં જતા રોકે છે. દરેક પ્યોરીફાયર ફિલ્ટરની સાથે જ આવે છે.

image source

પ્યોરીફાયરમાં ચાર પ્રકારના ફિલ્ટર હોય છે.

  • ૧ – હેપા ફિલ્ટર
  • ૨ – કાર્બન ફિલ્ટર
  • ૩ – Ionic ફિલ્ટર
  • ૪ – અલ્ટ્રા વાયોલેટ રેડિએશન ફિલ્ટર
image source

એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટર અને હેપ ફિલ્ટર આંતરરાષ્ટ્રીય માપદંડ ધરાવતા હોય છે. તે કણોની સાથે સાથે દુર્ગંધ પણ દૂર કરે છે. પ્રિ-ફિલ્ટર વાળું પ્યોરીફાયર HEPA ફિલ્ટર ની ઉંમરમાં વધારો કરે છે. તે હવામાં PM ૨.૫ અને PM ૧૦ ઉત્પન્ન થતી ધૂળ અને એલર્જિક તત્વોને દૂર કરવામાં મદદ કરે છે.

HEPA એક પ્રકારનું મિકેનિકલ એર ફિલ્ટર હોય છે. જે દુષિત તત્વોને પોતાની તરફ ખેંચે છે. એક યોગ્ય HEPA ફિલ્ટર લગભગ ૯૯.૯૭% ડસ્ટને શોષી લે છે. ડસ્ટના એક કણને ૦.૩ માઇક્રોનમાં માપવામાં આવે છે. આ ફિલ્ટર ડસ્ટની સાથે સાથે બેક્ટેરિયા અને વાઇરસને પણ ફિલ્ટર કરે છે. આ ફિલ્ટરમાં બે મૂળભૂત વસ્તુઓ હોય છે. એક તો HEPA ફિલ્ટર અને બીજું તેમાં રહેલો પંખો.

image source

IONIC ફિલ્ટરમાં એર કિલિનીંગ ટેક્નોલોજીનો સજ્જ છે. તે હવામાં હાજર દુષિત તત્વોને વિદ્યુત સપાટી થી દૂર કરે છે. આ ફિલ્ટરની મદદથી ૦.૦૧ માઇક્રોન સુધીના કણોનો નાશ કરે છે.

એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટરને charkol ફિલ્ટર પણ કહેવામાં આવે છે. આ ફિલ્ટરમાં એકીવેટેડ કાર્બન ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે જે હવામાં મોજુદ હાનિકારક દુષિત તત્વોને શોષી લે છે. આ તત્વોમાં કેમિકલ્સ, શરીરને હાનિકારક વાયુઓ તેમજ દુર્ગંધનો સમાવેશ થાય છે. પરંતુ આ ફિલ્ટર્સને જલ્દી બદલવા પડે છે.

અલ્ટ્રા વાયોલેટ રેડિએશન ફિલ્ટર એવી ટેક્નોલોજીથી સજ્જ હોય છે જે હવામાં અદ્રશ્ય લાઈટ પસાર કરે છે. તે લાઈટ કીટાણુ અને વાયરસનો નાશ કરે છે.

પ્યોરિફાયરનો ખર્ચો

image source

પ્યોરિફાયરનો ખર્ચો તમારા શહેરના પ્રદુષણ પર નિર્ભિત છે. જો પ્રદુષણ વધારે હશે તો ફિલ્ટર નો વપરાશ પણ વધારે થશે અને એટલા માટે ફિલ્ટર પણ ઝડપથી બદલવું પડશે. નહિ તો પ્યોરીફાયર બગડી જાવૈ સંભાવના રહે છે. કેલાક પ્યોરીફાયર અમુક તત્વોને દૂર કરવા ઓઝોન વાયુ નો પણ ઉપયોગ કરતા હોય છે પરંતુ જો આ ઓઝોન વાયુ ધૂળ સાથે મિશ્રિત થાય તે તમારા ફેફસા માટે હાનિકારક સાબિત થઇ શકે છે તેમ કેટલીક પ્યોરીફાયર બનાવતી કંપનીઓનું કહેવું છે.

કૈમફિલ પ્યોરીફાયર સૌથી માઉંઘું પ્યોરીફાયર હોય છે. તે suxm પરમાણુઓને પણ ફિલ્ટર કરતા હોય છે.

પ્યોરિફાયરથી ખરેખર કેટલો ફાયદો?

image source

જો આપ ૧૨ કલાક ઘરમાં રહેતા હોવ તો એમ કહી શકાય કે આપ ૫૦% જેટલો શ્વાસ પ્રદુષિત હવામાં નથી લઇ રહ્યા. એર પ્યોરીફાયર હવામાં હાજર બેક્ટેરિયા, ધુમાડો, વાયરસ વગેરેને પોતાની તરફ ખેંચીને હવાને સાફ રાખે છે. જયારે પણ ઘરની બહાર નીકળો તો સારી ગુણવત્તાનો માસ્ક પહેરવો હિતાવહ છે.

કારણ કે અડધો સમય ઘર માં સાફ હવામાં શ્વાસ લેવાથી અને અડધો સમય બહારની પ્રદુષિત હવામાં શ્વાસ લેવાથી કઈ ફાયદો થશે નહિ. પ્યોરીફાયર પ્રદૂષણથી થવાવાળી બીમારી જેવી કે અસ્થમા, બ્રોન્કાઇટીસ અને સ્વાસ્થય થતી એલર્જીઓની સંભાવનાને ઓછી કરી દે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ