મોદી સરકારની મોટી ભેટ: આ લોકોને એર ઇન્ડિયાની ટિકિટ મળશે અડધા ભાવે, જાણો કેટલા દિવસ પહેલા કરાવવું પડશે બુકિંગ

૬૦ વર્ષ કે તેના કરતા વધારે ઉમર ધરાવતી વ્યક્તિઓને બેઝિક ફેરમાં ૫૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું, એક અઠવાડિયા પહેલા બુકિંગ કરાવી જરૂરી.

નુકસાનમાં ચાલી રહેલ એર ઈન્ડિયા કંપની દ્વારા સિનિયર સિટીઝન્સને પ્લેનની ટીકીટમાં ૫૦% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે વ્યક્તિઓની ઉમર ૬૦ વર્ષ કે તેના કરતા વધારે હશે તેવી દરેક વ્યક્તિઓને પ્લેનના એરફેરમાં ૫૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એવિએશન મીનીસ્ટ્રી દ્વારા બુધવારના રોજ આ સ્કીમની માહિતી આપી છે, પરંતુ આ ડિસ્કાઉન્ટ મેળવવા માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે, જેમ કે, આપ જે દિવસે આપ પ્લેનમાં મુસાફરી કરવાના હોવ તેના ઓછામાં ઓછા ૭ દિવસ એટલે કે, એક અઠવાડિયા પહેલા ટીકીટની બુકિંગ કરાવવી જરૂરી છે.

image source

જો કે, એર ઈન્ડિયા કંપની દ્વારા આ સ્કીમ ફક્ત ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર જ લાગુ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ ચેક ઈન કરવા સમયે વેલિડ આઈડી બતાવી નહી શકે તો તેવી વ્યક્તિના બેઝિક રેન્ટ રદ્દ કરી દેવામાં આવશે. એટલું જ નહી, આવી વ્યક્તિઓને રીફંડ પણ આપવામાં નહી આવે. એર ઈન્ડિયાની વેબસાઈટ પર વૃદ્ધોને સંબંધિત આ સ્કીમની સંપૂર્ણ જાણકારી આપી દેવામાં આવી છે.

વરિષ્ઠ નાગરિકોને પ્રાપ્ત થયેલ છૂટ.

image source

-પાત્રતા: ભારતીય નાગરિકતા પ્રાપ્ત, ભારતમાં સ્થાયી રીતે રહેનાર વરિષ્ઠ નાગરિક જેઓ યાત્રાની તારીખના દિવસે ૬૦ વર્ષની ઉમર થઈ ગઈ હોય.

-અપેક્ષિત- દસ્તાવેજ :

કોઈપણ માન્ય ફોટો ઓળખ પત્ર જેમાં જન્મ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય જેમ કે, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, એર ઈન્ડિયા દ્વારા લાગુ કરવામાં આવેલ વરિષ્ઠ નાગરિક ઓળખ પત્ર વગેરે.

છૂટ:
ઈકોનોમી કેબિનમાં પસંદ કરવામાં આવેલ બુકિંગ શ્રેણીના મૂળ ભાડાના ૫૦%.

યાત્રા:

ભારતમાં કોઈપણ સેક્ટરની યાત્રા કરવા માટે.

image source

ટીકીટ વેધતા:

લાગુ કર્યાની તારીખથી ૧ વર્ષ સુધી.

અગ્રિમ ખરીદી:

ટીકીટ પ્રસ્થાનથી ૭ દિવસ પહેલા ખરીદવામાં આવે.

બાળક:

કોઈ વધારાની છૂટ લાગુ નથી.

શિશુ:

image source

(બે વર્ષ કરતા ઓછી ઉમર) મુસાફરની સાથે જઈ રહેલ પહેલું શિશુ ૧૦૦૦ રૂપિયા પ્રતિ કુપન અને લાગુ કર. બીજા કે તેના કરતા વધારે શિશુઓ માટે કોઈ છૂટ લાગુ નથી.

તિથિ/ ઉડાન પરિવર્તન, રદ્દકરણ અને ધનવાપસી:

image source

જો ચેક ઈન કરવા સમયે અથવા બોર્ડીંગ ગેટ પર યોગ્ય ઓળખ પત્ર/ દસ્તાવેજ રજુ કરવામાં આવશે નહી તો મૂળ ભાડું જપ્ત કરી લેવામાં આવશે અને ટીકીટપર રીફંડ આપવામાં આવશે નહી. (ફક્ત કર અને શુલ્કના પૈસા પાછા આપવામાં આવશે) ચેક ઈનના સમયે અને બોર્ડીંગ ગેટ પર ઓળખ પત્ર રજુ નહી કરવામાં આવે તો બોર્ડીંગ કરવા દેવામાં આવશે નહી.

આ છૂટ એર ઈન્ડિયા દ્વારા પ્રચાલિત ઉડાનો તથા એલાઈંસ એર કોડશેર ઉડાનો પર લાગુ કરવામાં આવ્યું છે.

આ છૂટ ક્ષેત્રીય સંપર્ક એલાઈંસ એર કોડશેર ઉડાનો તથા એર ઈન્ડિયા એક્સપ્રેસ કોડશેર ઘરેલુ (ડોમેસ્ટિક) ઉડાનો પર લાગુ કરવામાં આવ્યા નથી.

એર ઈન્ડિયા એર લાઈન્સ પર ૬૦ હજાર કરોડ કરતા વધારેનું દેવું.

image source

હાલમાં નુકસાનમાં ચાલી રહેલ એર ઈન્ડિયા કંપની પર ૬૦ હજાર કરોડ કરતા વધારે કિમતનું દેવું છે. સરકાર દ્વારા હવે એર ઈન્ડિયા કંપનીને વેચી દેવા ઈચ્છે છે. વિતેલ દિવસોમાં એર ઈન્ડિયાને લઈને બોલી પણ લગાવવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ