તારક મહેતા…ના બાઘાની બાવરી રિયલ લાઈફમાં છે એકદમ હોટ એન્ડ ગ્લેમરસ, સ્માર્ટનેસમાં બધી અભિનેત્રીઓને પાડે છે પાછળ, PHOTOS

બાઘાની બાવરી રિયલ લાઈફમાં લાગે છે કે એકદમ ગ્લેમરસ, બબિતાજી કરતાં ક્યાંય લાગે છે સુંદર!

‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલમાં જેઠાલાલ, ચંપક ચાચા, દયાબેન અને ડૉક્ટર હાથી સુધીના એક્ટર ખૂબ જ ફૅમસ છે. આ રોલ પ્લે કરનારા એક્ટર તેમના રોલના નામથી જ ઓળખાય છે. એવું જ એક નામ હતું બાવરી.

image source

બાવરીનો રોલ એક્ટ્રસ મોનિકા ભદોરિયા પ્લે કરતી હતી. તેની પંચ લાઇન હતી ‘ગલતી સે મિસ્ટેક હો ગઈ’ ખૂબ જ પોપ્યુલર છે.ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ વખતે લોકડાઉનના સમયમાં અને હાલમાં પણ સૌથી વધારે સર્ચ લિસ્ટમાં ટોપ પર આવી છે. આ શોના લગભગ તમામ પાત્રો લોકોના હૈયે અને હોઠે વસેલા છે. લોકો દરેક પાત્રોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

image source

13 વર્ષથી આ સિરીયલમાં આવતી બાઘાની પ્રેમિકા તરીકે દેખાતી બાવરી એટલે કે, અભિનેત્રી મોનિકા ભદોરિયાનો ખાસ અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.જો કે, હવે મોનિકા આ શોને અલવિદા કહી ચૂકી છે. મોનિકાએ કેટલાય સમય સુધી બાઘાની પ્રેમિકા તરીકેનો રોલ નિભાવ્યો છે. ખબર એવી આવી રહી હતી કે, તેને શોના મેકર્સ સાથે અમુક પ્રકારના મતભેદ થયા બાદ તેણે શો છોડવાનો નિર્ણય કર્યો હતો.

image source

જો કે, મોનિકાએ બાદમાં એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, તેણે મતભેદના કારણે નહીં, પણ વ્યક્તિગત કારણોસર આ શો છોડ્યો છે. વર્ષ 2013માં પ્રોડ્યૂસર અસિત મોદીએ તેમને ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં બાવરીનો રોલ પ્લે કરવાની તક આપી હતી. આ રોલમાં તે છવાઈ ગઈ હતી. તેમની પોપ્યુલારિટી ખૂબ જ વધી ગઈ હતી. વર્ષ 2019માં એવી વાત સામે આવી હતી કે, તેમણે સિરિયલથી પોતાની અલગ કરી લીધી છે. આ વાતને લીધે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના ફૅન્સ શૉક્ડ હતાં.

પોતાના શોથી અલગ મોનિકા પોતાની અસલ જીંદગીમાં ખૂબ જ સ્ટાઈલિશ છે. તે મોટા ભાગે પોતાના વેકેસન અને ફોટોશૂટની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.મોનિકા ભદોરિયા મધ્ય પ્રદેશના ગ્વાલિયરની રહેવાસી છે. તેણે શરૂઆતમાં શોખ ખાતર થિયેટર કર્યુ હતું. આ શોખ તેને મુંબઈ ખેંચી લાવ્યુ હતું.

image source

આપને જણાવી દઈએ કે, મોનિકા પોતાની સુંદરતાને લઈને મધ્યપ્રદેશમાં એવોર્ડ પણ જીતી ચુકી છે.પોતાને મળેલા આ સન્માન બાદ મોનિકાને અલગ અલગ જગ્યાએથી મોડલિંગના ઓર્ડર આવવા લાગ્યા હતા. તેથી તે 2010માં મુંબઈ આવી ગઈ હતી.

image source

મોનિકા તારક મહેતા ઉપરાંત યે રિશ્તા ક્યા કહલાતા હૈ, ઈસ પ્યાર કો ક્યા નામ દૂં અને સજદા તેરે પ્યાર મેં જેવા શોમાં નજર આવી ચુકી છે. પર્સનલ લાઇફની વાત કરીએ તો મોનિકા ખૂબ જ ગ્લેમરસ લાઇફ જીવે છે. તે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે.

image source

તે ઘણીવાર તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં સીધી-સાદી દેખાતી મોનિકા રિઅલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ છે. ફેન્સને તેમનો બોલ્ડ અંદાજ ખૂબ જ પસંદ આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ