અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો આવ્યો સામે, પિત્ઝા ખાવા ગયા અને પછી બન્યું કંઇક એવું કે…

દિવાળી બાદ રાજ્યમાં કોરોનાનો કહેર વધતા રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમા પહેલા રાત્રે 9 વાગ્યા સુધી અને બાદમાં રાત્રે 10 લાગ્યા સુધી વેપાર ધંધો કરવાની છૂટ આપવામાં આવી હતી.

image source

આ દરમિયાન રાજ્યમાં ઘણા નાઈટ કર્ફ્યૂ ઉલ્લંઘનના કેસ સામે આવ્યા હતા. જો કે આ દરમિયાન અમદાવાદ એક એજીબો ગરીબ કેસ સામે આવ્યો છે. જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

નાઈટ કરફ્યૂ દરમિયાન પિઝા ખાવા ગયા હતા

આ અંગે મળતી માહિતી પ્રમાણે કેટલાક લોકો નાઈટ કરફ્યૂ દરમિયાન પિઝા ખાવા ગયા હતા. આ લોકો રાતે નાઈટ કર્ફયૂ લાગી જતા પોલીસના ડરથી પીઝા શોપમાં જ રોકાઈ ગયા હતા. જેને લઈને તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાય છે. જો કે આ કેસમાં નવાઈની વાત એ છે કે આ લોકો નાઈટ કર્ફ્યૂમાં રસ્તા પર ન હોવા છતાં ગુનો નોંધાયો છે. કર્ફ્યૂ ચાલુ થતા પિત્ઝા શોપમાં રાત રોકાયા છતાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે

વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધતા અનેક તર્ક વિતર્ક

જેમની સામે ગુન્હો નોંધાયો છે તેમા બે મહિલાઓ સહિત 5 લોકો શોપમાં જ રોકાઇ ગયા હતા. જ્યારે પિત્ઝા શોપના મેનેજરે પોલીસને જાણ કરતા આ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. દુકાનમાં હોવા છતાં જાહેરનામા ભંગનો ગુનો તેમની સામે દાખલ કરાયો છે. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધતા અનેક તર્ક વિતર્ક થયા હતા. ત્યારે સવાલ એ થાય કે શું દુકાનમાં રહેવું પણ ગુનો બને કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે.

પોલીસના ડરથી અંદર જ પુરાઈ ગયા

સૌથી મહત્વની વાત એ છે કે આ કેસમાં યુએસ પિત્ઝામાં કામ કરતા મેનેજર સામે પણ ગુન્હો દાખલ કરાયો છે. પકવાન ચાર રસ્તા નજીક શપથ-3માં યુએસ પિત્ઝામાં જ્યારે આ ગ્રાહકો પુરાઈ ગયા ત્યારે
મેનેજરે તેમને બહાર જતા રહેવા કહ્યું હતું જોકે તેઓ પોલીસના ડરથી અંદર જ પુરાઈ ગયા હતા. મેનેજરે શટર બંધ કરી દીધુ હતું. અને તેમણે બાદમાં યુએસ પિત્ઝાના માલિકને આ ઘટના અંગે વિધિવત જાણ કરી હતી. ત્યાં યુએસ પિત્ઝાના માલિકે પોલીસને આ અંગે જાણ કરી હતી. ત્યારે વસ્ત્રાપુર પોલીસે 5 ગ્રાહક અને મેનેજર ઉત્તમસિંહ સામે કર્ફ્યૂ ભંગનો ગુનો નોંધ્યો છે. જે ગ્રાહકો સામે ગુન્હો નોંધાયો છે તેમા આકાશ ઝાલા, સની વછેટા, હર્ષ ઝાલા, હિમાલી ચાવડા, ખુશ્બુ પટેલ અને મેનેજર ઉત્તમસિંહનો સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ