અમદાવાદમાં ધટ્યુ પ્રદુષણ, જાણો આગામી4 દિવસમાં શું થશે મોટો ફેરફાર

લૉકડાઉન દરમિયાન પ્રદૂષણ ઘટતા – અમદાવાદ પર થઈ રહી છે તેની સકારાત્મક અસર

image source

કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વના ધંધા રોજગાર અને સામાન્ય વ્યવહારો ઠપ કરી મુક્યા છે. વિવિધ દેશોની સરકારે કોવીડ 19નું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે આખાના આખા દેશને લોકડાઉન કરવા પડ્યા છે જેની કેટલીક હકારાત્મક અસર પૃથ્વીના વાતાવરણ પર પડી છે જેમાંથી આપણું અમદાવાદ પણ બાકાત નથી રહ્યું.

થોડા સમય પહેલાં જ્રયારે બધું સામાન્ય હતું તે દરમિયાન રસ્તાઓ પર લાખોની સંખ્યામાં દોડતાં વાહનો સતત શહેરના વાતાવરણને પ્રદૂસિત કરતા રહેતા હતા. પણ આજે કારખાનાઓ બંધ થતાં તેમજ શહેરના રસ્તાઓ પર એકલ દોકલ વાહનો જ ફરી રહ્યા છે તેવા સંજોગોમાં પ્રદૂષણમાં નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે.

image source

એપ્રિલ મહિનો મધ્યમાં પહોંચ્યો છે અને સ્વાભાવિક છે કે ઉનાળો પણ શરૂ થઈ ગયો છે માટે ગરમીનો પારો તો તેની રીતે ચડતો જ રહેવાનો છે. હાલ અમદાવાદમાં ગરમીનો પાર 43 ડિગ્રીને ક્રોસ કરી રહ્યો છે, તેમ છતાં તમે અનુભવ્યું હશે કે જેવી ગરમી ખરેખર સામાન્ય સંજોગોમાં લાગવી જોઈએ તેવી હાલ નથી લાગી રહી. જેની પાછળ પ્રદૂષણ રહીત વાતાવરણ જવાબદાર છે કારણ કે પ્રદૂષણના કારણે પણ ગરમીનો અનુભવ હોય તેના કરતાં વધારે જ થતો હોય છે.

હવામાન ખાતાએ આગાહી કરી છે કે અમદાવાદ ઉપરાંત સમગ્ર રાજ્યમાં આવનારા સમયમાં ગરમી હજુ પણ વધવાની છે. અને આગાહી પ્રમાણે પારો 43 ડીગ્રીને પણ ક્રોસ કરી શકે છે. જોકે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં તો પહેલેથી ગરમી 43 ડીગ્રીએ તો પહોંચી જ ગઈ છે પણ હવે અમદાવાદમાં પણ ગરમી વધવા જઈ રહી છે. આ ઉપરાંત હવામાન ખાતા તરફથી એવી પણ આગાહી છે કે સમુદ્રકિનારાના વિસ્તારો એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર હિટવેવની આક્રમક અસર જોવા મળશે.

image source

સરકાર દ્વાર જાહેર કરવામાં આવેલું લોકડાઉન કે જેને હવે 21 દિવ પુરા થવા જઈ રહ્યા છે તે દરમિયાન વાહનોનો તદ્દન નહિવત વ્યવહાર તેમજ કારખાના વિગેરે બંધ રહેતા હવામાં ઝેરી વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ વિગેરેનો ફેલાવો સદંતર ઘટી ગયો છે. અને તેના કારણે હવા શુદ્ધ બની છે.

એવા પણ અહેવાલો જાણવા મળ્યા છે કે પૃથ્વીના વાતાવરણમાં જ્યાં જ્યાં ઓઝોન લેયર માં ગાબડા પડ્યા હતા તે પણ પુરાઈ રહ્યા છે. અને આ બધા કારણોસર જ ગરમી વધુ હોવા છતાં તેનો અનુભવ નથી થઈ રહ્યો. તમને એ પણ જણાવી દઈએ કે ગંગા નદીનું પાણી પણ અત્યંત શુદ્ધ બની ગયું છે. હરીદ્વારના ઘાટો પર તમે પારદર્શક પાણી જોઈ શકો છો. અને એવી પણ માહિતી મળી છે કે ગંગા નદીનું પાણી એટલું ચોખ્ખુ બની ગયું છે કે તે પીવાલાયક પણ છે.

image source

કોરોના વાયરસના કારણે સર્જાયેલી મહામારી જેવી કાબૂમાં આવશે કે તરત જ દેશના ધંધા રોજગાર અને સામાન્ય વ્વયહારો ફરી પાછા ધમધમવા લાગશે અને ફરી પાછું પ્રદૂષણનું પ્રમાણ વધવા લાગશે. માટે આવા શુદ્ધ વાતાવરણમાં જીવવવાનો મોકો શહેરીજનોને ફરી પાછો ક્યારેય જોવા નહીં મળે માટે તેને માણી જ લેવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ