કોંગ્રેસના ચાણક્ય અહેમદ પટેલનું નિધન, પીએમ મોદી અને રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો

કોરોનાએ વધુ એક દિગ્ગજ નેતાનો ભોગ લીધો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે. પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અહેમદ પટેલ ઓક્ટોબરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારથી તેઓ કોરોના વાઈરસ સામે લડી રહ્યા હતા, પરંતુ આજે સવારે 3.30 વાગ્યે મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મૂળ ભરૂચના રહેવાસી હતા. આ અંગે તેમના પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને આ સમાચાર આપ્યા હતા.

બુધવારે મોડી રાતે 3.30 વાગ્યે નિધન

ફૈઝલે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે ગુજરાતથી રાજ્યસભા સાંસદ પટેલે બુધવારે સવારે 3.30 વાગ્યે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમણે લખ્યું, ‘અત્યંત દુઃખ સાથે હું જણાવવા માગું છું કે મારા પિતા અહેમદ પટેલનું બુધવારે મોડી રાતે 3.30 વાગ્યે નિધન થયું છે. લગભગ એક મહિના પહેલાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેમનાં શરીરનાં અનેક અંગો કામ કરતાં બંધ થઈ ગયાં હતાં, એ પછી તેમનું નિધન થયું છે.

ઓક્ટોબરમાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો

image source

અલ્લાહ તેમને જન્નત ફરમાવે. તેમણે પોતાના તમામ શુભચિંતકોને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાની અપીલ કરી હતી અને દર વખતે સોશિયલ ડિસ્ટન્સ રાખવા કહ્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કોવિડ-19ના ઈન્ફેક્શનથી પીડિત હતા. ઓક્ટોબરમાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને સતત સારવાર હેઠળ હતા. બુધવારે વહેલી સવારે 3.30 વાગ્યે મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોરને કારણે તેમનું નિધન થયું હતું. તેમને રવિવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દિગ્વિજય સિંહ સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

અહેમદ પટેલાના નિધનથી કોંગ્રેસના નેતાઓને મોટા આઘાત લાગ્યા છે. વરિષ્ઠ નેતાના નિધન પર ર્કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ સહિત અનેક અન્ય નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું, ‘અહેમદભાઈ ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતા અને જ્યાં પણ રહ્યા, નમાઝ પઢવામાં ક્યારેય ચૂકતા નહોતા. આજે દેવઊઠી એકાદશી પણ છે જેનું સનાતન ધર્મમાં ઘણું મહત્ત્વ છે. અલ્લાહ તેમને જન્નતઉલ ફિરદૌસમાં આલા મકામ અતા ફરમાએં. અહેમદ પટેલ કોંગ્રેસના ટ્રેઝરર રહી ચૂક્યા હતા અને તેઓ 1977થી 1989 ત્રણ ટર્મ માટે લોકસભા સાંસદ રહી ચૂક્યા હતા. જ્યારે ગુજરાતથી 1993થી તેઓ રાજ્યસભા સાંસદ રહ્યા હતા. તેઓ કોંગ્રેસ- પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ હતા.

વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે અહેમદ પટેલના નિધનથી દુઃખી છું. તેમણે ઘણાં વર્ષ સાર્વજનિક જીવનમાં સમાજ માટે કામ કર્યું. તેઓ તેમના કુશાગ્ર બુદ્ધિચાતુર્ય માટે જાણીતા હતા. કોંગ્રેસને મજબૂત કરવામાં માટે તેમને હંમેશાં યાદ કરવામાં આવશે. તેમણે તેમના પુત્ર ફૈજલ સાથે વાત કરી અને સાંત્વના પાઠવી. અહેમદ પટેલના આત્માને શાંતિ મળે.

અહેમદ પટેલની રાજકીય સફર

ગુજરાતથી કોંગ્રેસના રાજ્યસભાના સાસંદ

વર્ષ 1991થી કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય

વર્ષ 2001થી કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની રાજનીતિક સલાહકાર

નહેરુ-ગાંધી પરિવારના અત્યંત નજીકના વ્યક્તિ તરીકે જાણીતા થયા

image source

નગરપાલિકા ચૂંટણીથી રાજનીતિક સફરની કરી શૂાત

ત્રણ વખત લોકસભા સાંસદ

વર્ષ 1977,1980 અે 1984માં લોકસભાના સાંસદ બન્યા

પાંચ વખત રાજ્યસભાના સાસંદ

ઈન્દિરા ગાંધીના સમયથી કોંગ્રેસમાં કાર્યરત છે અહેમદ પટેલ

1977થી1982 સુધી ગુજરાત યુથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ

વર્ષ 1983થી 1984 સુધી ઓલ ઈન્ડિયાકોંગ્રેસ કમિટીના જોઈન્ટ સેક્રેટરી પદે રહ્યા

1985માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી રાજીવગાંધી સંસદીય સચિવ પદે રહ્યા

image source

કોંગ્રેસ તાલુકા પંચાયત અધ્યક્ષના પદેથી કરિયરની શરૂઆત

જાન્યુઆરી 1986થી ઓક્ટોબર 1988 સુધી ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પદે રહ્યા

2006થી વક્ફ સંયુક્ત સંસદીય સમિતિના સભ્ય

વર્ષ 2001થી કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની રાજનીતિક સલાહકાર

image source

ગાંધી પરિવારની સાથે-સાથે તેઓ કોંગ્રેસના ‘સંકટ મોચક’ નેતા માનવામાં આવતા હતા. એવું કહેવામાં આવે છે કે અહેમદ પટેલને કારણે સોનિયા ગાંધી ભારતીય રાજકારણમાં પોતાને સ્થાપિત કરી શક્યા છે. તેમના વડા પ્રધાન પતિ રાજીવ ગાંધીની હત્યા બાદ નરસિંહરાવ જેવા નેતાઓ સાથે બગડતા સંબંધો હોવા છતાં પણ તેઓ આટલી મોટી પાર્ટીનું સંચાલન કરી શકે તેવા સક્ષમ રહ્યા હતા. સોનિયાની આ યાત્રા પાછળ અહેમદ પટેલનો મોટો હાથ રહ્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો

કોંગ્રેસ નેતા અહેમદ પટેલના નિધન અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો. રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે, તેઓ કોંગ્રેસના આધારસ્તંભ હતા. કોંગ્રેસના સૌથી મુશ્કેલ સમયમાં તેઓ હમેશા સાથે રહ્યા.. તેમના પરિવાર પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરૂ છુ. કોંગ્રેસ સંગઠનજ નહી પરંતુ પ્રાંતથી લઈને કેન્દ્રમાં બનવાવાળી સરકારમાં કોંગ્રેસના નેતાઓનું ભાવિ પણ અહેમદ પટેલ નક્કી કરતા હતા. યુપીએ સરકારની પાર્ટી બેઠકોમાં, જ્યારે પણ સોનિયા કહેતી કે તેઓ વિચારને નિર્ણય કરશે અને ત્યાર બાદ નક્કી કરીને કહેશે, ત્યારે એવું માનવામાં આવતું હતું કે તેઓ અહેમદ પટેલની સલાહ લીધા પછી નિર્ણય લેશે. યુપીએ 1 અને 2 ના ઘણા નિર્ણયો પણ પટેલની સંમતિ પછી લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, કોંગ્રેસની કમાન્ડ ગાંધી પરિવારના હાથમાં હોવા છતાં, અહેમદ પટેલ વિના પાર્ટીમાં પત્તું પણ આગળ વધતું નહોતું. એટલે કે પાર્ટીનું રિમોર્ટ તેમની પાસે રહેતા હતું.</p.