હાથમાં નાડાછડી બદલવી હોય તો આ બે દિવસોમાં જ બદલો, સાથે જાણો નાડાછડી બાંધતી વખતે કઇ-કઇ ભૂલો તમને કરી શકે છે હેરાન

હાથની કલાઈમાં બાંધેલ નાડાછડીના ધાગાને બદલવા માટે અઠવાડિયાના આ બે દિવસ જ હોય છે શુભ, ભૂલથી પણ ના કરો આવી ભૂલ.

હિંદુ ધર્મમાં હાથમાં કલાવાનું માન ઘણું મહત્વ ધરાવે છે. હિંદુ ધર્મમાં કોઈપણ માંગલિક કાર્યમાં અને મંદિરમાં જઈએ છીએ ત્યારે હાથની કલાઈમાં નાડાછડી બાંધવાનું ઘણું મહત્વ છે. કોઈપણ નાની મોટી પૂજા પાઠમાં કે પછી કોઈપણ શુભ કામ કરતા પહેલા હાથમાં નાડાછડી બાંધવામાં આવે છે. કલાવાને બદલે તેને રક્ષા સૂત્ર પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, કલાઈ પર રક્ષા સુત્રને બાંધવાથી જીવન પર આવનાર સંકટથી રક્ષા થાય છે. હિંદુ શાસ્ત્રોના મત પ્રમાણે હાથમાં નાડાછડી બાંધવાથી ત્રીદેવો અને ત્રણ મહાદેવીઓની કૃપા પ્રાપ્ત થાય છે.

image source

મહાલક્ષ્મીની કૃપાથી ધન- સંપત્તિ, મહાસરસ્વતીની કૃપાથી વિદ્યા- બુદ્ધિ અને મહાકાળીની કૃપાથી શક્તિ પ્રાપ્ત થાય છે. એના સિવાય આપને જણાવી દઈએ કે, હાથમાં કલાવા બાંધવા માટે અને બદલતા પહેલા કેટલાક ખાસ નિયમ હોય છે જે નિયમોને ધ્યાનમાં રાખીને જ હાથમાં ક્લાવાને બાંધવો અને બદલવામાં આવે છે. કલાવા બદલતા પહેલા દિવસ નથી જોવામાં આવતા. હાથ પર બાંધેલ કલાવા ઘણો જુનો થઈ ગયો હોય છે તો તેને ક્યે પણ બદલીને નવો બાંધી લેતા હોઈએ છીએ તો તેમ કરવું અશુભ માનવામાં આવે છે. હિંદુ ધાર્મિક શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે, કોઈપણ ધાર્મિક કર્મકાંડ કેમ ના કરવાના હોય તેને શરુ કરતા પહેલા કલાવાને હાથમાં બાંધવામાં આવે છે. માંગલિક કાર્યક્રમોમાં કલાવા બાંધવાનું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, કલાવા હાથમાં બાંધવાથી સંકટોથી બચાવ થાય છે. પરંતુ આ ક્લાવાને ક્યારેય પણ બદલવા જોઈએ નહી.

image source

હિંદુ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ફક્ત મંગળવાર અને શનિવારના દિવસે જ કલાવાને બદલવાનું શુભ માનવામાં આવે છે. ક્લાવાને બાંધવાથી સકારાત્મક ઉર્જા જીવનમાં પ્રવેશ કરે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ પુરુષ અને મહિલાઓ બંનેના અલગ અલગ હાથમાં કલાવા બાંધવામાં આવે છે. પુરુષો અને અવિવાહિત કન્યાઓને ડાબા હાથ પર અને પરણિત મહિલાઓને જમણા હાથમાં કલાવા બાંધવો જોઈએ.

image source

હિંદુ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, કલાવા બાંધતા સમયે જે હાથમાં કલાવા બાંધી રહ્યા હોય તે હાથની મુઠ્ઠી બંધ હોવી જોઈએ અને બીજો હાથ માથા પર હોવો જોઈએ અને કલાવાને ફક્ત ત્રણવાર જ લપેટવો જોઈએ. આ સાથે જ આપને જણાવી દઈએ કે, ક્યારેય પણ જૂની નાડાછડીને ફેંકી દેવી જોઈએ નહી ઉપરાંત તેને કોઈ પીપળાના ઝાડની નીચે મૂકી દેવી જોઈએ.

કલાવા બાંધવાના વૈજ્ઞાનિક મહત્વ.

image source

વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જો મૌલીના ફાયદા વિષે જોવામાં આવે તો નાડાછડી સ્વાસ્થ્ય માટે ઓન ખુબ જ ફાયદાકારક છે. નાડાછડી બાંધવાથી લોકોને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. ત્યાં જ કલાવા બાંધવાથી ત્રિદોષ- વાત, પિત્ત અને કફનું શરીરમાં સાંમજસ્ય જળવાઈ રહે છે. આપને જાણ ના હોય તો આપને જણાવીએ કે, શરીરની સંરચનાનું પ્રમુખ નિયંત્રણ કલાઈમાં હોય છે. એનો મતલબ એ છે કે, કલાઈમાં નાડાછડી બાંધવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે. આ સાથે જ જો કોઈ બીમારી છે તો તે પણ વધતી છે નહી.

image source

જુના જમાનામાં ઘર પરિવારના સભ્યોમાં જોયું હશે કે, હાથ, કમર ગળા અને પગના અંગુઠામાં કલાવા કે પછી નાડાછડીનો પ્રયોગ કરતા હતા. જો કે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારક હતા. આપ તો આપણે બધા જાણીએ છીએ કે, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, ડાયાબીટીસ અને લકવા જેવા રોગોથી બચાવ કરવા માટે પણ નાડાછડી કે પછી કલાવા બાંધવાનું હીટ કારક માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ