ગાંજો રાખવો કેમ અપરાધ ગણાય? ગાંજો રાખવા પર શું સજા થઈ શકે છે? જાણો તમે પણ આ વિશે A TO Z માહિતી

બોલીવૂડના ડ્રગ્સ કનેક્શન સાથે જોડાયેલા સમાચારો એકધારા આવતા રહે છે અને તેના કારણે ઘણા લોકોમાં એ જિજ્ઞાશા થતી હોય છે કે ગાંજો રાખવા પર શું સજા થઈ શકે છે. એ તો બધા જ જાણે છે કે ભારતમાં ગાંજાની ખેતી, તેનો વેપાર, તેની તસ્કરી તેમજ તેના સેવનને ગુનો ગણવામાં આવે છે, અને તમારી પાસેથી ગાંજો મળી આવવો તે પણ એક ગુનો જ છે. હા, તેના માટે કાયદા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ પાસે ગાંજો મળી આવે તો કેવી રીતે તેને સજા આપી શકાય છે અને કેવી રીતે તેના પર કેસ ચાલી શકે છે.

image source

તાજેતરના સમાચાર પ્રમાણે કોમેડી કલાકાર ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાના ઘરમાંથી 80 ગ્રામથી વધારે પ્રમાણમાં ગાંજો મળી આવ્યો છે અને ત્યાર બાદ તે બન્નેની ધરપકડ કરવામાં આવી છે.

શું તમને ખબર છે કે આટલા ઓછા પ્રમાણમાં ગાંજો રાખવા પર શું સજા થઈ શકે છે ? તે કેવી રીતે એક દંડનીય ગુનો બને છે ? તો ચાલો તમને જણાવીએ કે ગાંજો રાખવાને લઈને શું કાયદો છે.

image source

એનડીપીએસ એક્ટના સેક્શન 20 નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકેટ્રોપિક સબ્સટેન્સ એક્ટ, 1985 હેઠળ આ મામલામાં કામગીરી કરવામા આવે છે, જે ડ્રગ્સ સાથે જોડાયેલા હોય છે. આ એક્ટમાં નારકોટિક અને સાઇકોટ્રોપિક રસાયણોથી લઈને પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. આ કેમિકલો કે દવાઓ પર કંટ્રોલ કરનારા કાયદા એનડીપીએસ એક્ટને હિંદીમાં સ્વાપક ઔષધિ અને મનઃપ્રભાવી અધિનિયમ, 1985 કહેવાય છે. આ કાયદાને નશીલી દવાઓ તેમજ માદક પદાર્થ અધિનિયમ 1985 પણ કહેવાય છે.

દેશમાં જ્યારે ભાંગ ગેરકાનૂની નLr તો ગાંજો અને હેશ કેમ છે ?

image soucre

1985ના વર્ષમા સંસદમાંથી પસાર થયેલો આ કાયદો કોઈ વ્યક્તિને માદક દવાઓના નિર્માણ, તેના ઉત્પાદન, ખેતી, તેની માલિકી, ખરીદી, સંગ્રહ, તેની હેરફેર, તેનો વપરાશ કરવા કે રાખવ માટે પ્રતિબંધિત કરે છે. આ એડીપીએસ એક્ટના સેક્શન 20 હેઠળ જે જોગવાઈ છે, તે જુઓ.
સૌથી પહેલાં આ સેક્શન એવી જોગવાઈ આપે છે કે કોઈ પણ નિયમના ઉલ્લંઘન પર સજા આપવામાં આવશે.

આ સેક્શન કૈનેબી એટલે કે ભાંગના છોડને ઉગાડવાને પણ પ્રતિબંધિત કરે છે.

image source

ઉત્પાદન, ખરીદી, તેની હેરફેર, આયાત, નિકાસની સાથે સાથે તેના પજેશન એટલે કે છોડના ઉત્પાદન ગાંજાને રાખવા કે તેના સંગ્રહને દંડનીય માને છે. તેના માટે કડક કેદની સજાની જોગવાઈ છે, જે તેના પ્રમાણને ધ્યાનમાં રાખીને નક્કી થાય છે.

જો તેનુ પ્રમાણ ઓછું હોય તો છ મહીનાથી એક વર્ષ સુધીની કડક સજા થાય છે અથવા 10 હજાર રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. અથવા બન્ને થઈ શકે છે. વધારે પ્રમાણ હોય તો એક લાખ રૂપિયાનો દંડ ઓછામાં ઓછો ભરવો પડે છે અને સાથે 20 વર્ષની સખત કેદ પણ થઈ શકે છે.

શું છે તેના પ્રમાણનું ગણિત

image source

ગાંજો રાખવા માટે સજા એ વાત પર નક્કી થાય છે કે તેનું પ્રમાણ કેટલું છે. જો આ કમર્શિયલ માત્રામાં હોય તો વધારે માત્રા વાળી સજાની જોગવાઈ લાગુ પડે છે અને જો ઓછાથી કમર્શિયલ માત્રા વચ્ચે મળે તો 10 વર્ષ સુધીની સખત સજા અને એક લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. હવે પ્રશ્ન એ છે કે કેટલું પ્રમાણ કઈ શ્રેણીમાં આવે છે.

image source

ગાંજો રાખવાની બાબતને લઈને એક કિલોગ્રામ સુધીના પ્રમાણને ઓછું પ્રમાણ માનવામાં આવે છે અને કમર્શિયલ માત્રા 20 કિલેગ્રામ સુધીની હોય છે. તેની વચ્ચેની માત્રા એટલે કે 1 કિલોગ્રામથી વધારે અને 20 કિલોગ્રામથી ઓછા પ્રમાણમાં શું સજા થઈ શકે છે તે તમને આગળ જણાવ્યું. જો ભારતીના કેસની વાત કરીએ તો તેની માત્રા ખૂબ જ ઓછી છે માટે તે 1 કિલોગ્રામથી ઓછાની શ્રેણીમાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ