અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કરફ્યુને લઈને સામે આવ્યા મોટા સમાચાર, જાણો નીતિન પટેલે શું કરી મહત્વની જાહેરાત

દિવાળી બાદ રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે જેની સૌથી વધુ અસર અમદાવાદ શહેરમાં વર્તાઈ રહી છે. રાજ્યમાં ફરી એકવાર સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. અહીં 200થી વધુ કેસ નોંધાવા લાગતા સ્થાનિક વહીવટી તંત્ર અને એએમસીએ કર્ફ્યુનો નિર્ણય લીધો હતો. રાજ્યમાં સૌથી પહેલા અમદાવાદ ખાતે સતત 60 કલાકના કર્ફ્યુનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. આ કર્ફ્યુ શુક્રવારે રાત્રે 9 કલાકથી સોમવારે સવારે 6 કલાક સુધી રહેનાર છે.

image source

સોમવાર એટલે કે આવતી કાલે સવારે 6 કલાકથી અમદાવાદના કર્ફ્યુનો સમય પૂર્ણ થવા જઈ રહ્યો છે. આ પછી પણ શહેરમાં રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે. જો કે અમદાવાદમાં વધતાં કેસને લઈને કર્ફ્યુનો સમય લંબાવવામાં આવશે કે દિવસના કર્ફ્યુમાંથી મુક્તિ આપી માત્ર રાત્રી કર્ફ્યુ લાદવામાં આવશે તે અંગે આજે નિર્ણય લેવામાં આવનાર છે.

image source

આજે મળનારી બેઠક પહેલા કેટલીક ચર્ચાઓ પણ થઈ રહી છે જેમાં ચર્ચાઈ રહ્યું હતું કે અમદાવાદ જ નહીં પરંતુ અમદાવાદ સહિત રાજ્યના 4 મહાનગરોમાં લોડકાઉન નહીં પરંતુ નિયત સમય માટે કર્ફ્યુની જાહેરાત થઈ શકે છે. જેમાં 4 મહાનગરોમાં સવારે 6થી 10 અને સાંજે 4થી 8 વાગ્યા સુધી છૂટછાટ મળી શકે છે. આ ઉપરાંત મહિલાઓને સવારના સમયે અમુક કલાકો માટે કર્ફ્યૂમાંથી મુક્તિ મળી શકે છે. આ સાથે જ જો કર્ફ્યુ થશે તો દિવસ દરમિયાન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, કરિયાણું, દવા સિવાયના તમામ વેપાર, ધંધા બંધ રહેશે. જો કે આ કર્ફ્યુમાંથી ઔદ્યોગિક એકમોને છૂટછાટ મળી શકે છે પરંતુ તેમણે કોરોનાની ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવું પડશે.

image source

જો આ તમામ ચર્ચાઓનો અંત આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવી દીધું છે કે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રી કર્ફ્યુ જ રહેશે. અમદાવાદ શહેરમાં 60 કલાકના કર્ફ્યુનો સમય પુર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે સંક્રમણને કાબુમાં રાખવા આગામી દિવસોનો એકશન પ્લાન શું હશે તે અંગેનો નિર્ણય લેવા માટે આજે સાંજે ખાસ બેઠક મળનાર છે.

image source

આ ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશ્નરે પણ સ્પષ્ટતા કરી દીધી છે કે શહેરમાં લગ્નની સીઝન છે ત્યારે શહેરીજનોએ કર્ફ્યુના નિયમનું પાલન કરવું પડશે. જેમને ત્યાં લગ્ન છે તેમને પરમીશન આપવામાં આવી છે પરંતુ તેઓએ પણ રાત્રે 9 કલાક પહેલા લગ્ન પ્રસંગ પૂર્ણ કરી લેવા પડશે. કર્ફ્યુના સમયમાં કોઈ જ છૂટછાટ આપવામાં આવશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ