છેલ્લા 5 મહિનામાં રાજ્ય સરકારે માસ્કના દંડ પેટે કરી અધધધ…આવક, આંકડો જાણીને તમારી આંખો પણ ફાટી જશે

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધતા મુખ્ય ચાર શહેરમાં નાઈટ કર્ફ્યૂ લગાવવાની ફરજ પડી છે.

તો બીજી તરફ કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકાં 1515 નોંધાયા છે. જેને લઈને તંત્ર જાહેરમાં માસ્ક ન પહેરનાર અને થુંકનાર વ્યક્તિ સામે દંડાત્મક કામગીરી કરી રહી છે. કોરોના નિયંત્રણ માટે માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુંકનાર લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરીમાં આજ સુધી દંડ પેટે રૂપિયા 78 કરોડ વસુલવામાં આવ્યા છે. છેલ્લા 58 દિવસમાં 26 કરોડની આ‌વક દંડ પેટે થઇ છે. અંદાજે કુલ 26 લાખ વ્યક્તિઓ પાસેથી દંડ વસુલાયો છે.

રાજ્યમાં કુલ કેસનો આંકડો 1.96 લાખ

image source

તો હવે આવકની સરખામણી સ્ટેચ્યૂં ઓફ યુનિટી સાથે કરીએ તો, દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને એક વર્ષમાં થયેલી કુલ આવક કરતાં પણ માસ્ક વિના ફરતા લોકોને દંડ કરી સરકારને વધારે આ‌વક થઇ છે. 31 ઓક્ટોબર 2018ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આ‌વ્યું હતું. 2019ની 31 ઓક્ટોબર સુધી રૂપિયા 63.50 કરોડ જેટલી આવક થઇ હતી. મતલબ કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની એક વર્ષની આવક કરતા તંત્રની દંડની આવક વધી ગઈ છે. ગત 15 જૂનથી 24 સપ્ટેમ્બર સુધી રૂપિયા 52.35 કરોડ દંડપેટે વસુલવામાં આ‌વ્યા હતા. એ સમયગાળા દરમિયાન 17 લાખથી વધુ લોકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો. રાજ્યમાં કુલ કેસનો આંકડો 1.96 લાખ પહોંચી ગયો છે. 1.78 લાખ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1515 કેસ નોંધાયા

image source

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1515 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે કુલ 9 વ્યકિતના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 5 જ્યારે સુરતમાં 2, ગીર સોમનાથમાં 1 અને રાજકોટમાં 1 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1271 દર્દીઓ સાજા થયા છે. જેથી આજદિવસ સુધીમાં કુલ 1 લાખ 78 હજાર 786 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં 3846 દર્દીઓના મોત થયા છે. તો હાલમાં સમગ્ર રાજ્યમાં કુલ 13285 એક્ટીવ કેસ છે. જેની સારવાર ચાલી રહી છે. તો 95 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં રાખીએ તો પ્રતિદિવસ 1082 ટેસ્ટ પ્રતિ મિલિયન થાય છે. સંક્રમણને અટકાવવા જાહેર સ્થળોએ, કામકાજના સ્થળે, વાહન વ્યવહાર દરમિયાન મોઢા પર માસ્ક ના પહેરેલુ હોય કે ચહેરો કોઇ પણ પ્રકારના કપડાંથી ઢંકાયેલો ના હોય તે વ્યક્તિઓ પાસેથી દંડ વસુલવામાં આવે છે.

મુંબઇમાં દંડ પેટે સવા કરોડથી વધારેની વસુલાત ૉ

image source

તો બીજી તરફ ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી દંડ વસુલવાના મામલે પણ સરકારે વારંવાર નિર્ણય બદલ્યા છે. ગુજરાતમાં માસ્ક નહીં પહેરવાનો દંડ પહેલાં 500 રૂપિયા હતો પરંતુ તે વધુ લાગતો હોવાથી સરકારે 200 રૂપિયા કર્યો હતો પરંતુ કોરોના સંક્રમણની સંખ્યા વધી જતાં નિયંત્રણ માટે સરકારે 500 રૂપિયાનો દંડ વસૂલ કરવાની જોગવાઇ કરી હતી. પછી હાઇકોર્ટના આદેશ પછી રાજ્ય સરકારે દંડની રકમ બમણી કરવાનો નિર્ણય કર્યો હતો. ગત 11 ઑગસ્ટથી રૂપિચા 1000 દંડ લેવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં માસ્ક વિના દંડ રૂપિયા 500થી વધારી રૂપિયા 2000 કરવામાં આવ્યો છે. જેનો વિરોધ થઇ રહ્યો છે. મુંબઇમાં દંડ પેટે સવા કરોડથી વધારે વસુલાત થઇ ચુકી છે.

અમદાવાદમાં છેલ્લા 18 કલાકમાં કરર્ફ્યૂ ભંગના 315 કેસો નોંધાયા

image source

ફરી વખત કોરોના સામે જનતા કર્ફયૂ અમલી બન્યો છે જે થોડો લંબાઈ પણ શકે છે. દિવાળીના તહેવારો દરમિયાન બિન્દાસ્ત ફરતાં રહેલા અનેક નાગરિકોને બહાર નીકળવું જ જરૂરી જ હોવાનું હજુપણ લાગી રહ્યું છે. આવા નાગરિકો જાત-જાતના બહાના કરી રહ્યાં છે. શુક્રવારે રાતે 12 વાગ્યાથી શનિવારે સાંજે છ વાગ્યા સુધીમાં શહેર પોલીસે જનતા કર્ફ્યૂનો ભંગ કરનાર 343 લોકોને ઝડપી લઈને કુલ 315 કેસ નોંધી દીધાં છે.

ક્યાં કેટલો દંડ?

દિલ્હી રૂ.2000

કેરાલા રૂ. 1000

ઉત્તરપ્રદેશ રૂ. 500

રાજસ્થાન રૂ. 500

બિહાર રૂ. 50

મુંબઇ રૂ. 200

પૂણે રૂ. 500

તમિલનાડુ રૂ. 200

ઓડિશા રૂ. 500

પંજાબ રૂ. 500

મધ્યપ્રદેશ રૂ. 100

કર્ણાટક રૂ. 250

લોકોએ માસ્ક ન પહેરવા બહાનાં કર્યાં તો પોલીસે માસ્ક આપી, દંડ વસુલ્યો

image source

જનતા કર્ફ્યૂ શરૂ થવાનો હતો તે પહેલાં લોકોમાં પોલીસ દંડા મારશે તેવી કોમેન્ટસ થતી હતી. પણ, આ વખતે પોલીસે દંડવાળીના બદલે દંડવાળી કરવાનું વ્યૂહ અપનાવ્યો છે. જે લોકોએ માસ્ક પહેર્યાં નહોતાં અને અલગ અલગ બહાના કર્યાં હતાં તેમને પોલીસે માસ્ક આપ્યાં હતાં. માસ્ક આપીને પોલીસે સેવાભાવ બતાવ્યો હતો. પણ, કાયદો તોડવા બદલ પોલીસે 1000થી 2000 રૂપિયાનો દંડ વસુલવાની કામગીરી પણ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ