ગોપાષ્ટમીએ આ ખાસ રીતે કરો પૂજા, મળશે અઢળક પુણ્ય, જાણો આ પૂજામાં શેનું છે ખાસ મહત્વ

કારતક મહિનાની શુક્લ પક્ષની અષ્ટમીએ ગોપાષ્ટમીની ઉજવણી કરાય છે. ગોકુળ, મથુરા, વ્રજ અને વૃંદાવનમાં આ તહેવાર મોટા પાયે ઉજવવામાં આવે છે.

image source

ગોપાષ્ટમીના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરાય છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર આ દિવસે ગાયની પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે. આ દિવસે રવિવારે એટલે કે 22 નવેમ્બરે આ તહેવારની ઉજવણી કરાય છે.

આ છે ગોપાષ્ટમીના શુભ મૂહૂર્ત

image source

આમ તો ગોપાષ્ટમી શનિવારે 21 નવેમ્બરે રાતના 9.48 મિનિટથી શરૂ થઈ રહી છે. ઉદયા તિથિ 22 નવેમ્બરે હોવાથી ગોપાષ્ટમી આજે ઉજવવામાં આવી રહી છે. તે રાતે 10.51 મિનિટે પૂરી થશે.

આ રીતે પૂજા કરવાથી મળશે લાભ

image source

ગોપાષ્ટમીના દિવસે પ્રાતઃકાળમાં ગૌ માતાને સ્વચ્છ જળથી નવડાવો. ત્યાર બાદ રોલી અને ચંદનથી ગૌ માતાને તિલક કરો. તેમને પગે લાગો અને સાથે આર્શિવાદ પણ લો. પૂજામાં ફૂલ, મહેંદી, ચોખા અને ધૂપનો ઉપયોગ કરો. પૂજા બાદ ગ્વાલને દાન દક્ષિણા આપો અને તેમનો આદર સન્માન કરો. ત્યારબાદ ગૌ માતાને પ્રસાદનો ભોગ ચઢાવો.

image source

પૌરાણિક માન્યતા છે કે આ દિવસે ગૌ માતાની પરિક્રમા કર્યા બાદ તેમને થોડે દૂર સુધી ફેરવવા લઈ જવી જેથી મનોવાંછિત ફળ મળશે. તેમના ચરણોની ધૂળને માથા પર લગાવવાથી સુખ અને સૌભાગ્ય વધે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ