આદુવાળી ચા પીનારાઓ થઈ જાવ સાવધાન – થઈ શકે છે આ ૫ તકલીફ!

આદુવાળી ચા ના શોખીન લોકો માટે ચેતવણી

image source

ચાના શોખીન લોકો માટે ચા સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી, અને એમાં પણ આદુવાળી ચા હોય તો એમને ઓર મજા પડી જતી હોય છે .આદુવાળી ચા એની સુગંધ , તેના સ્વાદને કારણે લોકપ્રિય છે. શિયાળાની સિઝનમાં તો ખાસ અને ચોમાસામાં પણ આદુવાળી ચા શરીરને ગરમી પૂરી પાડે છે. આદુવાળી ચા ની સુગંધ પણ મનને તરબતર કરી નાખે છે. આદુમાં રહેલા વિટામિન-સી, મેગ્નેશિયમ ,અને અન્ય મિનરલ્સ ચાને વધુ પૌષ્ટિક બનાવે છે ,વધુ સ્વાદિષ્ટ બનાવે છે પણ શું આપણે જાણીએ છીએ કે આદુવાળી ચા આપણને નુકસાન પણ પહોંચાડી શકે છે?

નવાઈ લાગશે, પણ એ હકીકત છે કે વધુ પડતી આદુવાળી ચા ફાયદાને બદલે નુકસાન પણ કરી શકે છે.

image source

ડાયટિશિયન સિમરન શેની જણાવે છે કે માણસ માટે રોજનું માત્ર પાંચ ગ્રામ આદુ હિતાવહ છે ,એનાથી વધારે આદુ પેટમાં જઈને નુકસાન પહોંચાડી શકે છે.ઘણા લોકોને બારેમાસ ભરપૂર આદુવાળી ચા પીવાની ટેવ હોય છે,પણ એક કપ ચાની અંદર માત્ર પા ચમચી આદુ જ નાખવું જોઈએ. ગર્ભવતી મહિલાઓ માટે દિવસમાં માત્ર અઢી ગ્રામ થી વધુ આદુ નુકસાનકારક સાબિત થાય છે.પેટની ખરાબી રહેતી હોય તો રોજ માત્ર દોઢ ગ્રામ આદુ લેવું જોઇએ .અને જેનું વજન ઉતરતું જતું હોય તેના માટે રોજના એક ગ્રામ આદુ થી વધારે આદુ અતિ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

જરૂર કરતાં વધારે આદુ ઘણી બધી બીમારીઓનું કારણ બની શકે છે.

image source

ચા મા થોડી માત્રામાં નાખેલું આદુ ચાનો સ્વાદ વધારે છે ,ઉપરાંત એનાથી પાચનશક્તિ પણ સુધરે છે, પરંતુ દરેક વખતે ચાની અંદર આદુ નાખીને પીવાથી એસીડીટી નો પ્રોબ્લેમ થઈ શકે છે .પેટમાં અને છાતીમાં બળતરા થવા ઉપરાંત પાચન તંત્રને પણ આદુ નુકસાન પહોંચાડી શકે છે.

રાતના સમયે આદુવાળી ચા પીવાનું ટાળવું જોઇએ. કારણ કે તેનાથી બેચેની વધે છે અને અનિદ્રાની સમસ્યા પણ થઈ શકે છે. રાતના આદુવાળી ચા પીવાથી છાતીમાં બળતરા પણ થાય છે.

image source

વધુ પડતું આદુ લોહીમાં શર્કરાની માત્રાને પણ નુકસાન પહોંચાડે છે. ડાયાબિટીસવાળા પેશન્ટે ખાસ આદુવાળી ચા લેવાનું ટાળવું જોઈએ. આહારમાં વધારે પડતા આદુનું સેવન hypoglycemia ની પરિસ્થિતિ ઉભી કરે છે. જેને કારણે લોહીમાં શર્કરાની માત્રામાં થતી વધ-ઘટ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.જેના પરિણામે ચક્કર આવવા, બેભાન થવું જેવી સમસ્યા પણ સર્જાય છે .એટલું જ નહીં ક્યારેક વધુ પડતું આદુનું સેવન જીવલેણ સાબિત થઇ શકે છે.

image source

એસીડીટી

આહારમાં યોગ્ય માત્રામાં આદુ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે .પરંતુ વધારે પડતું આદુ હૃદયમાં બળતરાની સમસ્યા, ગેસ ,અજીર્ણ ,ઝાડા ,ઉલટી જેવા આંતરડા લક્ષી રોગ ઉત્પન્ન કરે છે .એટલું જ નહીં આદુ પેટમાં એસિડનું લેવલ વધારે છે જેને કારણે એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે .જે લાંબા ગાળે આતરડાના ચાંદામા પણ પરિણમે છે.

image source

જે સ્ત્રીઓને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય તેમને પણ યોગ્ય માત્રામાં જ આદુનું સેવન કરવું જોઇયે.વધુ પડતું આદું શરીરમાં વધારાની ગરમી પેદા કરે છે જેના કારણે પણ બ્લડપ્રેશર ઊંચું જવાની શક્યતા રહેલી છે . જેને લો બ્લડપ્રેશરની સમસ્યા હોય તેના માટે થોડું આદુ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આદુમાં લોહીને પાતળું કરવાનો ગુણ હોવાને બ્લડ પ્રેશરવાળા દર્દી માટે માટે તો નુકશાનકારક છે.

image source

આમ પણ ખોરાકમાં કોઇ પણ વસ્તુનો અતિરેક નુકસાનકારક સાબિત થાય છે. માટે દરેક વસ્તુના ગુણધર્મો સમજીને તેનું યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો નીરોગી જીવન પ્રાપ્ત થાય છે. અને ઘણી બધી શારીરિક સમસ્યાઓ માંથી છુટકારો મેળવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ