આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરવાનું થયું સરળ, ઘર બદલતી સમયે જાણી લો આ કામની વાત પણ

આધાર કાર્ડની જરૂરિયાત આજકાલ આપણને સૌને પડતી રહે છે. આધાર કાર્ડ વિના અનેક કામ પણ અટકી શકે છે. તેની સાથે આધાર કાર્ડમાં તમારી જાણકારી યોગ્ય રીતે ભરેલી હોય તે જરૂરી છે. આપને જણાવી દઈએ કે આધાર કાર્ડમાં કોઈ જરૂરી જાણકારી અપડેટ કરવાનું મુશ્કેલ બને છે. પરંતુ હવે યૂઆઈડીઆઈએ અનેક નિયમો પણ બદલી દીધા છે. તેનાથી તમારું કામ સરળ બની શકે છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે આધારમાં એડ્રેસ બદલવા માટેની સરળ સ્ટેપ્સની પ્રોસેસ. જેની મદદથી તમે ક્યાંય ગયા વિના ઘરે બેઠા આ કામ કરી શકશો.

image source

UIDAIએ સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલની મદદથી લોકોને ખાસ સુવિધા આપવાનો પ્રયાસ કર્યો છે. જો તમે નવા શહેરમાં રહેવા ગયા છો અને તમારું એડ્રેસ બદલાઈ ગયું છે તો તમારે તમારું એડ્રેસ આધાર કાર્ડમાં અપડેટ કરાવવાનું જરૂરી બને છે. આ માટે તમે સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલની મદદ લઈ શકો છો. અને તમારું એડ્રેસ બદલાવી શકો છો. આ સેવા માટે કેટલાક ખાસ ડોક્યુમેન્ટ્સની જરૂર પણ રહે છે. મૂળપત્રની સ્કેન કોપીને પોર્ટલ પર અપલોડ કરો. આ સેવા માટે તમારો ફોન નંબર આધાર સાથે જોડાયેલો હોવો જરૂરી છે.

image source

UIDAIએ પણ ટ્વિટ કરીને કહ્યું છે કે જો તમે આધાર કાર્ડમાં એડ્રેસ બદલાવવા ઈચ્છો છો તો તમે સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલની મદદ લઈ શકો છો.

આ ડોક્યુમેન્ટ્સની પ્રોસસ સમયે રહેશે જરૂર, તો પહેલાથી જ સાથે રાખી લો

  • પાસપોર્ટ
  • પાન કાર્ડ
  • રાશન કાર્ડ
  • પીડીએસ ફોટો કાર્ડ
  • વોટર આઈડી
  • ડ્રાઈવિંગ લાયસન્સ
  • સરકારી ફોટો ઓળખપત્ર
image source

આધાર કાર્ડમાં આ રીતે કરો એડ્રેસમાં ફેરફાર

  • આ માટે તમે સૌ પહેલા આધાર કાર્ડની અધિકારિક વેબસાઈટ પર જાઓ.
  • અહીં તમે હોમ પેજ પર માય આધાર સેક્શનમાં જાઓ.
  • આ પછી તમે અહીં અપડેટ યોર આધાર કોલમ જોશો.
  • તેમાં તમને અપડેટ ડેમોગ્રાફિક ડેટા ઓનલાઈન પર ક્લિક કરો.
  • આ પછી તમારી પાસે સેલ્ફ અપડેટ પોર્ટલનું ઓપ્શન ઓપન થશે.
  • અહીં તમે પ્રોસીડ અપડેટ આધાર પર ક્લિક કરો.
  • આ પછી તમારી પાસે તમારો 12 અંકનો આધાર નંબર માંગવામાં આવશે. તેની પર લોગઈન કરો.
  • હવે તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસની મદદથી લિંક મેળવશો.
  • હવે તમે તમારી પાસે આવેલો ઓટીપી અને કેપ્ચા કોડ નાંખીને વેરિફિકેશન કરાવી લો.
image source

ઓટીપી નાંખ્યા બાદ તમારી સામે એક નવું પેજ ઓપન થશે અહીં તમને 2 ઓપ્શન મળશે. તમે અપડેટ ડેમોગ્રાફિક્સ ડેટા પર ક્લિક કરો.

આ પછી તમારે એડ્રેસ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. નીચે તમને લખેલું દેખાશે કે તમારે વેલિડ દસ્તાવેજની સ્કેન કોપીને સબમિટ કરવાની રહેશે. આ સાથે તમે હવે પ્રોસીડ પર ક્લિક કરો.

image source

આ પછી તમને અહીં તમારું જૂનું એડ્રેસ દેખાશે અને નીચે તમારે કેટલીક જાણકારી ભરવાની રહેશે. આ સાથે તમે વેલિડ ડોક્યુમેન્ટ્સને પણ અપલોડ કરો તે જરૂરી રહેશે.

આ પછી તમે પ્રીવ્યૂમાં તમામ માહિતી ફરીથી ચેક કરી શકો છો.

હવે સ્ક્રીન પર આવનારા અપડેટ રિકવેસ્ટ નંબરને નોટ કરી લો. તેની મદદથી તમે યૂઆઈડીએઆઈની વેબસાઈટ પર સ્ટેટસને ચેક કરી શકો છો.

આ રીતે ચેક કરો તમારું સ્ટેટસ

image source

જો તમે તમારી રીકવેસ્ટના સ્ટેટસને ચેક કરવા ઈચ્છો છો તો તમે એસઆરએનની મદદથી કરી સકો છો. તમે આ એસઆરએન અને તમારા આધાર નંબરનો ઉપયોગ કરીને તમારા સ્ટેટસની જાણકારી મેળવી શકો છો. જ્યારે તમે સરનામું બદલવાની અરજી કરો છો ત્યારથી જ આ એસઆરએન નંબર જનરેટ થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong