કોઈ અન્ય વ્યક્તિ ચલાવી રહ્યું છે તમારા આધાર કાર્ડ પર ફોન કનેક્શન, તો ચેક કરીને ફટાફટ કરાવી લો બંધ

તમારા આધાર કાર્ડ પર કોઈ અન્ય વ્યક્તિએ ફોન નંબર કનેક્ટ કરાવી રાખ્યો છે તો તમે તેની જાણકારી સરળતાથી મેળવી શકો છો. એક આધારથી 18 સિમ કાર્ડ ખરીદી શકાય છે. એવામાં તમે જાણી શકો છો કે તમારા આધારથી તો કોઈએ ફોન કનેક્શન લીધું છે કે નહીં.

image source

ફોન કનેક્શનને લઈને લેવાયેલા નિયમો અનુસાર એક આધાર કાર્ડથી 18 સિમ કાર્ડ ખરીદી શકાય છે. એવામાં તમે પણ જાણી શકો છો તે કોઈ અન્ય વ્યક્તિએ તમારા આધાર કાર્ડથી ફોન નંબર લઈ રાખ્યો છે તો તમે તેની જાણકારી સરળતાથી મેળવી શકો છો. આ સાથે તમે એક સરળ પ્રોસેસથી ચેક પણ કરી શકો છો કે તમારા આધાર કાર્ડ સાથે કેટલા નંબર રજિસ્ટર્ડ કરાયેલા છે.

એક આધાર કાર્ડથી લઈ શકાય છે 18 સિમ કાર્ડ

image source

ટેલીકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અનુસાર એક આધાર કાર્ડની મદદથી તમે 18 સિમ કાર્ડ ખરીદી શકો છો. એટલે કે આ પહેલાના નિયમમાં તમે 9 સિમ કાર્ડ ખરીદી શકતા હતા. હવે લિમિટેશન વધારીને બમણી કરવામાં આવી છે. જે લોકોને બિઝનેસ કે અન્ય કારણે જરૂરિયાત રહે છે તેમને ધ્યાનમાં રાખીને આ નિયમ અને લિમિટને વધારાયા છે.

આ પ્રોસેસથી જાણો તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ કાર્ડ લિંક છે

image source

તમારે એ પણ જાણી લેવું જરૂરી છે કે તમારા આધાર કાર્ડની સાથે કેટલા સિમ કાર્ડ કે મોબાઈલ નંબર લિંક છે. જેથી તમને ધ્યાન રહે છે કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ ખોટી રીતે તો થઈ રહ્યો નથી ને. આધાર કાર્ડથી કેટલા નંબર લિંક છે તે ધ્યાનમાં લેવા માટે તમારે એક સરળ પ્રોસેસને ફોલો કરવાની રહે છે.

જાણો પ્રોસેસ

image source

આ માટે તમે સૌ પહેલા તો આધારની વેબસાઈટ પર જાઓ.

  • અહીં તમે હોમ પેજ પર ગેટ આધાર પર ક્લિક કરો.
  • આ પછી ડાઉનલોડ આધાર પર ક્લિક કરો.
  • હવે અહીં વ્યૂ મોરનું ઓપ્શન દેખાશે.
  • અહી ક્લિક કરો અને હવે આધાર ઓનલાઈન સર્વિસિસ પર જાઓ.
  • હવે આધાર ઓથોન્ટિકેશન હિસ્ટ્રી પર જાઓ.
  • હવે અહીં where can a resident chech/ aadhaar Authentication History પર જઈને આપવામાં
    image source

    આવેલી લિંક પર ક્લિક કરો.

  • હવે તમારી સામે નવું ઈન્ટરફેસ ખુલશે.
  • જ્યાં તમે તમારો આધાર નંબર અને કેપ્ચા ભરો.
  • હવે તમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી મળશે.
  • અહી તમે ઓથેન્ટીકેશન ટાઈપ પર ઓલ સિલેક્ટ કરો.
  • જ્યાં તમે તમારો નંબર જોવા ઈચ્છો છો તેની પર ક્લિક કરો.
  • અહીં કેટલા રેકોર્ડ જોવા છે તે સંખ્યા લખો.
  • હવે ઓટીપી નાંખો અને વેરિફાઈ ઓટીપી પર ક્લિક કરો.

    image source
  • અહીં તમારી સામે નવું પેજ ખુલશે.
  • આ પેજ પર તમે જોઈ શકશો કે કયા અને કેટલા સિમ કાર્ડ તમારા આધાર નંબર સાથે લિંક કરાયેલા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong