આ વ્યક્તિએ પોતાના કૂતરાના લગ્ન માટે આપી જાહેરાત, વરરાજાની જેમ તૈયાર કરેલા આ કૂતરાની તસવીર તમે જોઇ કે નહિં?

પ્રાણીઓને લગતા કિસ્સાઓ અને વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા રહે છે. તો બીજી અત્યારે સોશિયલ મીડિયા પર એક પ્રેમાળ કુતરાની તસવીર વાયરલ થઈ છે. આ કૂતરો સોશિયલ મીડિયા ફેમસ થઈ છે. ફોટામાં ડોગી દક્ષિણ ભારતીય વરરાજાની જેમ સજ્જ દેખાઈ રહ્યો છે. તેને જોતાં એવું લાગે છે કે તેના લગ્ન થઈ રહ્યા છે.

કૂતરાના લગ્ન કરાવવા માંગે છે

image source

વાસ્તવમાં એક પેટઓ ઓનર તેના પાળતુ કૂતરાના લગ્ન કરાવવા માંગે છે. જેના માટે તેણે પોતાના કૂતરાને વરરાજાની જેમ તૈયાર કરીને તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ફેસબુક પર આ પોસ્ટ જોયા પછી એક યુઝરે તેના ટ્વિટર પર તેનો સ્ક્રીનશોટ શેર કર્યો, જેના પછી ડોગીનો આ ફોટો વાયરલ થયો છે.

કુતરાને વરરાજાની જેમ તૈયાર કર્યો

વાસ્તવમાં, એક ફેસબુક યુઝરે તેના કુતરાને વરરાજા તરીકે તૈયાર કરીને તેના લગ્નની જાહેરાત ફેસબુક પર કરી છે. ફોટામાં, માલિકે તેના કૂતરાને દક્ષિણ ભારતીય શૈલીમાં વરરાજાની જેમ તૈયાર કર્યા છે. ફોટામાં ડોગી સફેદ રંગ અને ગોલ્ડન બોર્ડર ધોતી સાથે પિંક કલરનો શર્ટ પહેરેલો જોઇ શકાય છે. ડ્રેસમાં કૂતરો ખૂબ જ સુંદર લાગે છે અને ખૂબ જ કમ્ફર્ટેબલ લાગી રહ્યો છે. ડોગીને વરરાજાના રૂપમાં જોતા લોકો હસવા મજબૂર થયા છે અને લોકો આ તસવીરને વધુમાં વધુ શેર કરી રહ્યા છે.

લોકોએ તેમના અંગે ઘણી કોમેન્ટો પણ કરી

આ ફોટોના સ્ક્રીનશોટને દામિની શ્રીવાસ્તવ નામની યુઝરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ ક્યૂટ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘જો કોઈ તેની દીકરી માટે હેન્ડસમ મલયાલી છોકરાની શોધ કરી રહ્યા હોય તો આ છે ડિઝવિંગ બોય’. તસવીર શેર કરતાં દામિનીએ લખ્યું કે, ફેસબુક પર રહીને ભારતીય કૂતરાના માતા-પિતાને જોઈને ખૂબ આનંદ થયો. તમને જણાવી દઈએ કે, લોકો આ ફોટોને જોઈને ખૂબ આનંદ લઈ રહ્યા છે અને બીજી તરફ લોકોએ તેમના અંગે ઘણી કોમેન્ટો પણ કરી છે.. એક યુઝર્સે તેના કૂતરા માટે પૂછ્યું કે, કાશ્મીરની યુવતી ચાલશે. તો બીજા વપરાશકર્તાએ લખ્યું કે, ચિંતા કરશો નહીં અમે પ્રબંધ કરીએ છીએ.

કૂતરા અને કૂતરીએ લીધા 7 ફેરા

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા મધ્ય પ્રદેશમાં કૂતરા કૂતરીના લગ્ન યોજાયા હતા. મધ્ય પ્રદેશના નિવાડી જિલ્લાની અંદર યોજાયેલા આ લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. માત્ર મધ્ય પ્રદેશ જ નહીં પરતું આખા દેશમાં આ લગ્નની ચર્ચા થઈ હતી. તમને જણાવી દઈએ કે નિવાડી જિલ્લાના પુછીકરગવા ગામની અંદર એક કૂતરો અને કૂતરીના લગ્ન કરવામાં આવ્યા હતા. ધામધૂમ સાથે દરેક રિતી રિવાજ પુરા કરવામાં આવ્યા હતા. નોંધયનિય છે કે બંનેએ સાત ફેરા પણ લીધા હતા. તો બીજી તરફ 800 લોકોનું જમણવાર પણ ગોઠવવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ