વાળમાં મહેંદી નાખતી વખતે ઉમેરો આ એક વસ્તુ, અને ધોળા વાળને કરી દો કાળા

મહેંદીમાં માત્ર આ એક વસ્તુ ઉમેરો ગઢપણ સુધી નહીં આવે ધોળા વાળ

image source

તમારા વાળને સુંદર રંગ આપવા માટે મહેંદીમાં આ વસ્તુઓ ઉમેરો

મહેંદીને સદીઓથી સ્ત્રીઓ પોતાના વાળમાં લગાવતી આવી છે. વાસ્તવમાં તે વાળને કન્ડીશન્ડ કરે છે અને તેને સુંદર રંગ આપે છે. ઘણા લોકો પોતાના ધોળા વાળને છૂપાવવા માટે પણ વાળમાં મહેંદી લગાવે છે. જે ખરેખર કારગર પણ છે.

image source

મહેંદીની મોટી ખાસીયત એ છે કે શુદ્ધ મહેંદી વાપરવાથી તમારા વાળને કોઈ જ આડઅસર નથી થતી જ્યારે આજે બજારમાં મળતા વિવિધ હેર કલરથી તમારા વાળને અને તમારા માથાની ચામડીને આડકતરી કે સીધી રીતે કોઈને કોઈ નુકસાન તો પહોંચે જ છે.

પણ ઘણા લોકોમાં મહેંદીને કેવી રીતે વાપરવી એટલે કે તેમાં શું-શું ઉંમેરવું જોઈએ તેને લઈને કેટલીક મુંઝવણ રહેલી હોય છે તો આ મુંઝવણ દૂર કરવા અમે તમને જણાવીશું કે મહેંદીમાં શું નાખવાથી તમારા વાળનો રંગ અને રોનક વધી શકે છે.

મહેંદી લગાતવા પહેલાં રાખો આ બાબતોનું ધ્યાન

image source

– મહેંદી વાળમાં લગાવવાની હોય તે પહેલાં તેને ઓછામાં ઓછા 4 કલાક તો પલાળી રાખવી જ જોઈએ તો જ મહેંદીનો સુદંર રંગ તમારા વાળમાં બેસશે.

– મહેંદીને સ્ટીલ, પ્લાસ્ટિક, માટી કે એલ્યુમિનિયમના વાસણમાં નહીં પલાળીને તેને હંમેશા લોખંડના પાત્રમાં જ પલાળવી જોઈએ.

– બને ત્યાં સુધી મહેંદીને રાત્રે જ લોઢાના પાત્રમાં પલાળી દેવી જેથી કરીને સવાર સુધીમાં મહેંદીનો રંગ બરાબર આવી ગયો હોય.

image source

આખી રાત પલળેલી મહેંદી તમારા વાળને સુંદર અને ઘાટો તેમજ લાંબો સમય ટકી રહે તેવો રંગ આપે છે.

– જો તમને ઇંડાની વાસથી વાંધો ન હોય તો તમે તમારી મહેંદીમાં ઇંડા પણ ઉમેરી શકો છો. તેનાથી તમારા વાળને એક અલગ ચમક મળશે, તે ઘેરા બનશે અને તમારા વાળને અઢળક પોષણ મળશે.

– જો તમે વાળમાં પર્પલ કે જાંબલી રંગ લાવવા માગતા હોવ તો તેમાં તમારે જાસુદના ફૂલની પેસ્ટ ઉમેરવી તેનાથી તમારા વાળને પોષણ પણ મળશે અને તેનો રંગ પણ અનોખો આવશે.

image source

– મહેંદીને જ્યારે રાત્રે તમે પલાળો ત્યારે તેમાં સાદુ પાણી ન નાખો પણ પાણીમાં થોડી ચા ઉકાળી તે પાણીને ઠંડુ થવા દઈ તે પાણીથી તમારે મહેંદી પલાળવી. તેનાથી વાળ બિલકુલ શાઈની બનશે.

– મહેંદી પલાળતી વખતે તેમાં તમે થોડો કાથો પણ મેળવી શકો છો તેનાથી પણ ખુબ સુંદર રંગ આવે છે.

વાળમાં આ એક વસ્તુ ઉમેરી તમારા વાળને તમે ગઢપણમાં પણ કાળા-ઘેરા રાખી શકો છો.

image source

ઉપર જણાવ્યું તે પ્રમાણે મહેંદી તમે આખી રાત પલાળી રાખશો તો તમારા વાળનો રંગ ખુબ જ સુંદર આવશે. હવે તમને એ જણાવી દઈએ કે મહેંદીમાં શું નાખવાથી વાળ હંમેશા કાળા રહેશે.

જે દિવસે તમે મહેંદી પલાળવા માગતા હોવ તે દિવસે તમારે એક લોઢાનું પાત્ર લેવું. તેમાં મહેંદીનો પાઉડર ઉમેરવો તેમાં પાણી ઉમેરવું. હવે તેને ગેસ ચાલુ કરી તેના પર મુકી હલાવતા રહો. થોડી વાર બાદ તેમાં બદામનું તેલ ઉમેરો અને તેને વ્યવસ્થિત રીતે મેળવી લો. હવે આ તૈયાર મહેંદી હેર પેકને ગેસ પરથી ઉતારી લેવું અને તેને ઠંડુ થવા દેવું.

image source

હવે તેને તમે ચાર કલાક કે પછી આખી રાત તેમજ પલળવા દો અને ત્યાર બાદ તે મિશ્રણને તમારા વાળ પર લગાવી લો. હવે તેને તેમ જ ત્રણ-ચાર કલાક માટે સુકાવા દો. આ પ્રયોગ તમે અઠવાડિયામાં એકવાર કરી શકો છો.

વાળને આજીવન સુંદર રાખવા જાણો શું કરવું જોઈએ

– વાળમાં તલનું તેલ નાખવું જોઈએ આ ઉપરાંત તમારે નિયમિત તલનું સેવન પણ કરવું જોઈએ. તેનાથી તમારા વાળને પોષણ મળશે અને તે કાળા અને ઘેરા બનશે.

image source

– આદુની પેસ્ટ તૈયાર કરી તેમાં થોડું મધ ઉમેરો અને તેને તમારા વાળમાં લગાવો. તેમ કરવાથી તમારા ધોળા વાળ પણ કાળા થવા લાગશે.

– વાળ પર ક્યારેય આકરા કેમિકલ યુક્ત શેમ્પુનો ઉપયોગ ન કરવો. શિકાકાઈ કે પછી શેમ્પુને ડાઇલ્યુટ કરીને માથું ધોવું.

image source

– વાળ ધોતા પહેલાં તમારે એક ચમચી ચાની ભુક્કીને એક કપ પાણીમાં ઉકાળી નાખવું. તેને ઠંડુ થવા દેવું તેમાં થોડું મીઠું ઉમેરી મિક્સ કર્યા બાદ તેને માથુ ધોવાના એક કલાક પહેલાં લગાવવું. તેનાથી વાળ કાળા થવા લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ