એસિડીટીની સમસ્યામાંથી છૂટકારો મેળવવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો

આ ઘરગથ્થુ ઉપચારથી એસીડીટીને કાયમ માટે કરીદો ટાટા-બાયબાય

આજે એસીડીટીથી એક નહીંને બીજોે માણસ પીડાઈ રહ્યો છે કોઈના શરીરમાં એસીડીટી ઘર કરી ગઈ હોય છે તો કેટલાકને અવારનવાર એસીડીટી થતી રહે છે. એસીડીટીને ગોળીઓ ગળીને દૂર કરવા કરતાં તમારે તેનો કૂદરતી ઉપાય જ શોધવો જોઈએ અને તેનાથી જ એસીડીટીને દૂર કરવી જોઈએ.

image source

એસીડીટી એ અપચાનું એક લક્ષણ છે. તેને પેટની બળતરા તેમજ હાર્ટ બર્ન પણ કહે છે. આ ફિલિંગ તમને હંમેશા જમ્યા બાદ થતી હોય છે. એસીડીટી ત્યારે થાય છે જ્યારે પેટનું પિત્ત અન્નનળીમાં ઉપરની તરફ ગતી કરે છે. જો તમને નિયમિત રીતે એસીડીટી થતી હોય તો તેને તમારે જરા પણ હળવાશથી ન લેવી જોઈએ. જો તમે એસીડીટીમાંથી છૂટકારો મેળવવા માટે કોઈ દવા કે પછી ઇન્સ્ટન્ટ રીલીફનો ઉપયોગ કરતા હોવ તો તે તમને લાંબા ગાળે નુકસાન કરી શકે છે.

તમને શા માટે એસીડીટી થાય છે ? અને તેને કેવી રીતે દૂર કરવી

રાત્રે મોડા ખાવાનું ટાળવું જોઈએ

image source

તમારો સ્વાદુપિંડ રાત્રે મોડે ખાધેલા ભોજનને પચાવવા માટે નથી બન્યો. અને જ્યારે જ્યારે તમે રાત્રે મોડા ખાઓ છો ત્યારે ત્યારે આ સમસ્યા સર્જાય છે.

ભોજનો વચ્ચેનો વધારે પડતો લાંબો સમયગાળો

સતત થતી રહેતી એસિડીટીને દૂર કરવા માટે તમારે બે ભોજનો વચ્ચેનો સમયગાળો ઘટાડવો જોઈએ. તમારો સવારનો નાશ્તો, બપોરનું ભોજન, સાંજનો નાશ્તો, તેમજ સાંજનું ભોજન આ બધા વચ્ચે એક ચોક્કસ સમયગાળાનુ અંતર રાખો. અને વધારે સમયનું અંતર ન રાખો. આમ કરવાથી પેટ ઓછો એસિડ ઉત્પન્ન કરે છે અને તમને એસીડીટી નથી થતી.

વધારે પડતા ચા-કોફીનું સેવન

ચા કે કોફી વધારે પ્રમાણમાં પીવાથી પણ તમને એસીડીટી થાય છે. ખાલી પેટે ચા કે કોફી લેવાથી પણ તમને એસીડીટી થાય છે. માટે તે વાતનું ધ્યાન રાખવું.

રાત્રી ભોજન અને ઉંઘ વચ્ચેનું અંતર ન રાખવું

image source

જો તમે રાત્રે ભોજન લીધા બાદ તરત જ સુઈ જતા હોવ તો તે તમારા સમગ્ર શરીર માટે નુકસાનકારક છે. તમારે તમારા રાત્રી ભોજન અને ઉંઘ દરમિયાન ઓછામાં ઓછું બે કલાકનુ અંતર રાખવું જ જોઈએ.

વધારે પડતું ભોજન ગ્રહણ કરવું

જો તમે એસીડીટીને દૂર કરવા માગતા હોવ અને તેને દૂર જ રાખવા માગતા હોવ તો તમારે ભોજન એક લીમીટમાં ખાવું જોઈએ. તમને ભાવી ગયું તેનો અર્થ એ નથી કે તમારે ખાધે જ રાખવું.

માનસિક તાણ અને ચિંતા

image source

જો તમે અવારનવાર માનસિક તાણમાં રહેતા હોવ અથવ સતત ચિંતા કરતા રહેતા હોવ તો ત્યારે પણ તમને એસીડીટી થાય છે. માટે યોગા વિગેરેનો અભ્યાસ કરીને માનસિક તાણ તેમજ ચિંતાથી દૂર રહેવાનો પ્રયાસ કરશે તે તમારી એસીડીટી તો દૂર કરશે જ પણ તમારુ સ્વાસ્થ્ય પણ સુધારશે.

વધારે પડતો મસાલાવાળો ખોરાક

image source

જે લોકોને નિયમિત એસીડીટી રહેતી હોય તેમના માટે વધારે પડતા મસાલાવાળો ખોરાક જરા પણ યોગ્ય નથી. માટે તમારે તમારા ખોરાકમાંથી બને તેટલા મસાલાઓ ઓછા કરી દેવા જોઈએ

ભોજનને ચાવ્યા વગર ગળી જવું

જો તમને ઉતાવળે અધકચરું ચાવીને ભોજન ગળે ઉતારવાની ટેવ હોય તો તેને તમારે આજથી જ છોડી દેવી જોઈએ. આમ કરવાથી તમારા પેટમાં ભોજનના નાના કણની જગ્યાએ મોટા ટુકડા જાય છે એસીડનું પ્રમાણ વધારે છે, કારણ કે તે જ તે અધુરા ચાવેલા ખોરાકને તોડે છે.

image source

અસંતુલિત ખોરાક

તમારે એક સંતુલિત આહાર આરોગવો જોઈએ. ક્યારેક તમે માત્ર દાળભાત ખાઓ અને ક્યારેક તમે માત્ર શાક રોટલી ખાઓ અથવા ક્યારેક તમે કોઈ જંક ફૂડ ખાઈ લો કે પછી શાકભાજી અને ફ્રૂટ ઓછા ખાઓ અથવા ન જ ખાઓ તો આ અસંતુલિત ખોરાક કહેવાય. માટે એસીડીટીથી દૂર રહેવા તમારે સંતુલિત ખોરાક લેવો જોઈએ.

ધુમ્રપાન – મધ્યપાન

image source

જો તમે નિયમિત રીતે ધૂમ્રપાન કરતા હોવ અને મદ્યપાન પણ કરતા હોવ તો તે તમને ચોક્કસ એસીડીટી તરફ દોરી જાય છે. આ ઉપરાંત પણ આ બન્ને કૂટેવોના સ્વાસ્થ્યને અગણિત નુકસાન છે. માટે તેની આદત છૂટી જાય તે જ યોગ્ય રહેશે.

એસીડીટી દૂર કરવા માટેના ઘરગથ્થુ ઉપાયો

છાશઃ આયુર્વેદમાં છાશને એસીડીટી શામક ગણવામાં આવી છે. ઘરે જ બનાવેલા દહીંમાંથી છાશ બનાવીને પીવાથી એસીડીટીમાં ઘણી રાહત થાય છે.

image source

લીંબુનું પાણીઃ લીંબુનું પાણી પીવાથી પણ તમને એસીડીટીમાં તરત જ રાહત મળે છે.

તુલસીના પાનઃ એસીડીટીમાંથી રાહત મેળવવા માટે તમે તુલસીના પાનનો ઉકાળો પણ બનાવીને પી શકો છો.

વરિયાળીઃ જમ્યા બાદ હંમેશા એક નાની ચમચી વરિયાળી ખાવાની રાખો. તે તમારી એસીડીટી ઓછી કરશે અને પાચન સુધારશે.

image source

કેળાઃ કેળા પણ તમને એસીડીટીમાં મદદ કરે છે.

ગોળઃ જમ્યા બાદ ગોળ ખાવાથી પણ એસીડીટીમાં રાહત રહે છે. ગોળમાં એક ગુપ્ત એન્ઝાઈમ હોય છે જે એસેડીટીને સંતુલિત રાખે છે.

image source

કાકડી – ગાજર – બીટઃ જો તમે જમતાં પહેલાં કાચા શાક કે જેનો આપણે સલાડમાં ઉપયોગ કરીએ તેને ખાઈ લો તો તે તમારા ડાયજેસ્ટીવ એઝાઈમને ઉત્તેજિત કરે છે અને તેમ થવાથી તમારો પેટમાંનો ખોરાક ટૂટે છે. અને તેનાથી પણ એસીડીટીમાં ઘણીબધી રાહત રહે છે.

તજઃ ભોજન બાદ પાણીમાં એક ચપટી તજનો પાઉડર નાખીને પીવાથી એસીડીટીમાં રાહત મળે છે. તે તમારી લોહીની શર્કરા ઓછી લાવવામાં પણ મદદ કરે છે.

image source

એપલ સિડર વિનેગરઃ જે લોકો જરૂર કરતાં ઓછો એસિડ ઉત્પન્ન કરે છે તેમના માટે આ ઉપચાર મદદરૂપ છે. તમારે જમતાં પહેલાં એક ચમચો એપલ સિડર વિનેગરને પાણી સાથે લેવાનું છે. જેથી કરીને તમારી એસીડીટી સંતુલિત રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ