બીમાર દીકરીને મળવા પિતા 500 કિ.મી દૂર જઇ રહ્યા છે ચાલતા-ચાલતા, બઘુ બંધ હોવાથી પડી રહી છે અનેક મુશ્કેલીઓ, તેમ છતા હિંમત રાખીને દીકરીને જઇ રહ્યા છે મળવા

દીકરીના પિતા

image source

દેશમાં છેલ્લા એક મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે કેટલીક એવી ઘટનાઓ સામે આવી રહી છે. જેને જાણીને આપને પણ નવાઈ લાગશે. લોકડાઉનના કારણે દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અને પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ બંધ છે ત્યારે પણ કેટલીક વ્યક્તિઓ એવી છે જે પોતાના સ્નેહીજનોને મળવા માટે ચાલતા પણ નીકળી પડ્યા છે. આજે અમે આપને એવા જ એક પિતા વિષે જણાવીશું. આ પિતા પોતાની સાસરી મોકલી દીધેલ દીકરીની તબિયત ખરાબ થતા તેને હોસ્પિટલમાં એડમીટ કરી દે છે. આ વાતની જાણ તે દીકરીના પિતાને થતા તરત જ પિતા દીકરીને મળવા માટે છેલ્લા ૬ દિવસથી હાઈ વે પર ચાલતા જઈ રહ્યા છે ઉપરાંત હજી બીજા ૫ દિવસ ચાલશે.

image source

મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢ જીલ્લામાં મનકર નામની વ્યક્તિ રાયગઢમાં રહીને મજુરીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જયારે તેઓને જાણકારી મળે છે કે તેમની દીકરીને અકસ્માત થયો છે. આ વાત સાંભળીને મનકરભાઈ ૫૦૦ કિલોમીટર દુર રહેતી પોતાની દીકરીને મળવા માટે પગપાળા ચાલતા ઘરેથી નીકળી જાય છે. તાજેતરમાં લોકડાઉન લાગુ હોવાના કારણે કોઇપણ પ્રકારના વાહન વ્યવહારની સુવિધા નહી હોવાના કારણે તેઓ પગપાળા જ દીકરીને મળવા ગામડે જઈ રહ્યા છે.

image source

મનકરભાઈ પોતાના સાથીદાર શંકરભાઈની સાથે પગપાળા ગામડે જવા નીકળી ગયા છે. પોતાની સફર વિષે જણાવતા મનકરભાઈ કહે છે કે, અમે લોકો ખુબ થાકી ગયા છીએ અને આરામ પણ કરવા ઈચ્છીએ છીએ. પણ અમે આરામ કરી શકીએ તેવી સ્થિતિમાં નથી. કેમ કે, અમે ઘરે પાછા જવા ઈચ્છીએ છીએ. ઉપરાંત રસ્તામાં કેટલીક વ્યક્તિઓ અમને ભોજન આપીને મદદ કરે છે. પગપાળા લાંબી મુસાફરી હોવાથી મોબાઈલ ફોનની બેટરી પણ ખતમ થઈ ગઈ છે અને ચાર્જ કરવાની પણ કોઈ વ્યવસ્થા નથી. કેટલાક વાહનો હાઈ-વે પરથી પસાર થાય છે પણ તેઓ પોલીસના ભયથી અમારી મદદ નથી કરી રહ્યા. હવે અમે આગળ એક સંબંધીને ત્યાં રાત્રી રોકાણ કરવાના છીએ ત્યાં જઈને અમે મોબાઈલ ફોન ચાર્જ કરી લઈશું.

image source

મનકરભાઈ અને તેમના સાથી શંકરભાઈને પુણાના મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ સૂચન કર્યું કે તેઓ જ્યાં સુધી લોકડાઉન પૂર્ણ ના થાય ત્યાં સુધી પુણામાં જ રોકાઈ જાય. તેમજ તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવશે. પુણા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને પોતાની પરિસ્થિતિ વિષે જણાવતા મનકરભાઈ કહે છે કે, મારી દીકરીને ગામડે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મારી દીકરી જમવાનું બનાવી રહી હતી તે દરમિયાન દાઝી જવાના કારણે તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે. એટલા માટે હું મારી દીકરીને મળવા માટે ગામડે પહોચવા માટે અમારે હજી ૬ દિવસ સુધી પગપાળા ચાલીને પહોચવાનું છે અને અમે લોકો બીજા ૬ દિવસ ચાલવા માટે પણ તૈયાર છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ