સંશોધનકર્તાઓએ કર્યો દાવો, બીજી બધી નહિં, પણ આ લાઈટથી નાબૂદ થઈ શકે છે કોરોના વાયરસ, જલદી જાણી લો તમે પણ

છેલ્લા લગભગ એક વર્ષથી વિશ્વભરમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે અને આ વાયરસને નષ્ટ કરવા દેશ વિદેશમાં વિવિધ સંશોધનો ચાલી રહ્યા છે. અમુક દેશોએ તો કોરોના સામે રક્ષણ આપતી વેકસીન શોધી પણ લીધી છે અને તેના પ્રયોગો પણ ચાલુ કરી દીધા છે. જો કે હજુ સુધી કોરોનાથી સંપૂર્ણ રીતે બચી શકાય તેવો કોઈ ઈલાજ શોધી શકાયો નથી અને આ અંગે શક્ય તેટલા વધુ સંશોધનો હાથ ધરાઈ રહ્યા છે.

image source

ત્યારે તાજેતરમાં જ કરવામાં આવેલા એક સંશોધનમાં એવો દાવો કરાયો છે કે એલઇડી લાઇટની મદદથી કોરોના વાયરસને નાબૂદ કરી શકાય છે. આઆ.આશ્ચર્ય જનક અને નવીન દાવો આમ તો હાસ્યાસ્પદ લાગે છે પરંતુ હાલ કોરોના સામે લડવા માટે આપણે અસક્ષમ છીએ એટલે આ શોધ પાછળ સંશોધન કરનારા વૈજ્ઞાનિકોનું શું કહેવું છે તે પણ જાણવું જરૂરી છે..

image source

આ સંશોધન મુજબ આ ટેક્નિકને ઍર કંડીશનિંગ અને વોટર સિસ્ટમમાં સ્થાપિત કરી શકાય છે. શોધકર્તાઓનું કહેવું છે કે પરારીંગણી (UV) પ્રકાશ ઉત્સર્જક ડાયોડ (UV LED) કોરોના વાયરસને સફળતાપૂર્વક સમાપ્ત કરી શકે છે. શોધકર્તાઓનું એમ પણ કહેવું છે કે આ ટેક્નિક સસ્તી પણ હશે.

image source

જર્નલ ઓફ ફોટો કેમિસ્ટ્રી એન્ડ ફોટો બાયોલોજીમાં પ્રકાશિત થયેલા શોધની રિપોર્ટ મુજબ વૈજ્ઞાનિકોએ વાયરસ પર અલગ અલગ તરંગો ધરાવતા યુવી એલઇડી વિકિરણની વાયરસશોધન ક્ષમતાનું આંકલન કર્યું છે જેમાં કોવિડ 19 વાયરસ પેદા કરનાર SARS-CoV-2 પણ શામેલ છે.

image source

તેલ અવિવ યુનિવર્સિટીમાં અમેરિકન સ્ટડીના સહ-લેખક હાદસ મમનેનું કહેવું છે કે એલઇડી બલ્બની પ્રણાલી અનુસાર વાયરસશોધન સિસ્ટમને વેન્ટિલેશન સિસ્ટમ અને એર કન્ડિશનરમાં સ્થાપીત કરી શકાય છે. તેમણે કહ્યું કે શોધ દરમિયાન અમને જાણવા મળ્યું કે પરારીંગણી પ્રકાશને ફેલાવનારા એલઇડી બલ્બનો ઉપયોગ કરીને કોરોના વાયરસને નાબૂદ કરી શકાય તેમ છે. આ શોધમાં અમે સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ થતા એલઇડી બલ્બનો ઉપયોગ કરીને કોરોના વાયરસને ખતમ પણ કર્યા.

ઘરના અંદર વાયરસરહિત સપાટી માટે યુવી એલઇડીનો ઉપયોગ કરવો ખતરનાક નીવડી શકે

image source

શોધકર્તાઓનું કહેવું છે કે આ સિસ્ટમને ડિઝાઇન કરી શકાય તેમ છે. અને તેને એ રીતે તૈયાર કરવી જોઈએ કે તેના સીધા પ્રકાશમાં કોઈ વ્યક્તિ ન આવી શકે. સંશોધનકર્તાઓના કહેવા મુજબ ઘરના અંદર વાયરસરહિત સપાટી માટે યુવી એલઇડીનો ઉપયોગ કરવો ખતરનાક નીવડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ