આ ઘરની ખાસિયત છે જોરદાર, પુરાવા તરીકે જોઇ લો અંદરની તસવીરો…

” દુનિયાનો છેડો એટલે ઘર ” એ કહેવત ગુજરાતી ભાષાની સૌથી વધુ બોલાતી અને લખાતી કહેવતો પૈકી એક છે. અને વાત પણ સાચી છે. માણસને પોતાનું ઘર કેટલું વ્હાલું છે તે વખત આવ્યે ખબર પડી જ જાય. ભલેને તેનું ઘર આલીશાન બંગલો ન હોય પણ જયારે ઉનાળાના ધોમધખતા તડકામાં માણસ પરસેવે રેબઝેબ નીતરવા લાગે ત્યારે તેને પોતાનું ઘર વ્હાલું લાગે છે.

image source

જયારે ધોધમાર વરસાદ વરસતો હોય અને વરસાદ રોકાવાનું નામ ન લેતો હોય ત્યારે તેને પોતાનું ઘર વ્હાલું લાગે છે. અને ત્યારે પણ જયારે તે આધુનિક શહેરોમાં રાત્રીના સમયે કોઈ બેઘર માણસને ફૂટપાથ પર સૂતેલો જુએ છે.

image source

ઘર એટલે ઘર. ભલે તે બંગલો હોય કે ઝુંપડી. માણસ પોતાના ઘરને પોતાની પરીસ્તીથી પ્રમાણે વધુ ને વધુ સુવિધાયુક્ત અને આરામદાયક બનાવવા જીવનભર મહેનત કરે છે. અને તેમાંય નવું ઘર-મકાન બનાવવું કે ખરીદવું હોય તો એ તેના જીવનનો અમૂલ્ય સમય હોય છે.

image source

ઘર વિષે આટલી વાતો કર્યા પછી તમે આગળ વાંચવાનું ચુકી ન જતા. કારણ કે હવે અમે તમને એક એવા ઘર વિષે જણાવવાના છીએ જે જાણીને તમે ચોક્કસ નવાઈ પામી જશો.

image source

શોસ્યલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર તાજેતરમાં જ એક યુઝરે નવીન પ્રકારની પોસ્ટ કરી. ટોબી ડેવી નામના આ યુઝરે પોતાની પોસ્ટમાં એક વેબસાઈટની લિંક શેયર કરી છે જેમાં એક ઘર વેંચવા વિશેની વિગત આપેલી છે. ટોબીએ આ પોસ્ટ નીચે એવું લખ્યું છે કે તે આ ઘર લેવા ઈચ્છે છે પણ તેને સમજાતું નથી કે ઘરમાં જેટલા ઇલેક્ટ્રિક પ્લગ છે તે તેના માટે પૂરતા રહેશે કે કેમ ?

image source

તમને થશે કે ઘર હોય તો તેમાં ઇલેક્ટ્રિક પ્લગ તો હોવાના જ. એમાં વળી નવાઈ પામવા જેવું શું હોય ? પરંતુ વાત અસલમાં એમ છે કે ઇંગ્લેન્ડના મિડલસેક્સ ખાતે આવેલા ઉપરોક્ત ઘરની ખાસિયત એ છે કે તેમાં એક-બે, દશ-પંદર નહિ પણ ઢગલામોઢે ઇલેક્ટ્રિક પ્લગ લગાવેલા છે.

image source

આ ઘર 17.5 કરોડ ભારતીય રૂપિયાની કિંમતે વેચવાનું છે તેવી જાહેરાત થઇ છે. લોકો ટ્વિટર પર આ પોસ્ટ જોયા પછી ઘરમાં આટલા બધા ઇલેક્ટ્રિક પ્લગ કેમ રાખવામાં આવ્યા છે તે વિષે તરેહ તરેહની વાતો કરી રહ્યા છે. એક યુઝરે એવી કમેન્ટ કરી હતી કે આ ઘર કોઈ ઇલેક્ટ્રિશિયન નું ટ્રેનિંગ સેન્ટર લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ