એક્ટ્રેસ બનતા પહેલા કંઇક આવું કરતી હતી ટીવીની આ હોટ હસીનાઓ, જેમને આજે એક્ટિંગથી જીતી લીધું દર્શકોનું દિલ

એક્ટ્રેસ બનતા પહેલા એર હોસ્ટેસ હતી ટીવીના આ હોટ હસીનાઓ, એક્ટિંગથી જીત્યું દર્શકોનું દિલ.

એમાં કોઈ બેમત નથી કે બોલીવુડની હોટ અભિનેત્રીઓની ફેન ફોલોઇંગ જબરદસ્ત છે પણ ટેલિવિઝન એક્ટ્રેસ પણ આ બાબતે કોઈનાથી જરાય ઓછી નથી. હા, ટીવી અભિનેત્રીઓના ફેન્સનું પણ એક લાબું લિસ્ટ છે કારણ કે ટીવીની અભિનેત્રીઓ પોતાની દમદાર એક્ટિંગ દ્વારા દર્શકોમાં દિલમાં ખાસ જગ્યા બનાવી છે અને ઘર ઘરમાં નામ કમાયું છે પણ આ અભિનેત્રીઓને અહીંયા સુધી પહોંચવા માટે ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે.એક્ટિંગ કરિયરની શરૂઆત કરતા પહેલા ઘણી ટીવી એક્ટ્રેસે પોતાની સારી એવી નોકરી છોડી દીધી પણ આજે અમે તમને એ અભિનેત્રીઓ વિશે જણાવીશું જે ટીવી એક્ટ્રેસ બનતા પહેલા એર હોસ્ટેસ તરીકે કામ કરતી હતી.

1. દીપિકા કક્કડ.

image source

એર હોસ્ટેલમાંથી ટીવી એક્ટ્રેસ બનનારી અભિનેત્રીઓના લિસ્ટમાં સૌથી પહેલું નામ દીપિકા કાક્કડનું આવે છે. આજની તારીખમાં દીપિકા ટીવી ઇન્ડસ્ટ્રીની એક સફળ અને જાણીતી એક્ટ્રેસ ગણાય છે પણ એક્ટિંગ કરિયરની શરૂઆત કરતા પહેલા દીપિકા એક એર હોસ્ટેસ હતી. એમને લગભગ 3 વર્ષ સુધી એર હોસ્ટેસ તરીકે કામ પણ કર્યું પણ એમને નોકરી છોડી દીધી અને એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો. સાસુરાલ સીમર કામાં સીમરબૂ પાત્ર ભજવીને એમને ઘર ઘરમાં લોકપ્રિયતા મળી છે.

2. નેહા સક્સેના.

image source

ટીવી એક્ટ્રેસ નેહા સક્સેના સિદ્ધિવિનાયક, સજન ઘર જાના હે અને તેરે લીએ જેવી ઘણી ટીવી સીરિયલમાં કામ કર્યું છે પણ શું તમે જાણો છો કે ટેલિવિઝન એક્ટ્રેસ તરીકે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરતા પહેલા નેહા સક્સેના એક એર હોસ્ટેસ હતી. નેહાએ મુંબઈ યુનિવર્સિટીમાંથી એવિએશનનો અભ્યાસ કર્યો હતો અને થોડા સમય સુધી એવિએશન ઇન્ડસ્ટ્રીમાં કામ પણ કર્યું હતું પણ હવે એ ટીવીનું એક જાણીતું નામ છે.

3. નંદીની સિંહ.

image source

નંદીની સિંહ ટીવીનો એક જાણીતો ચહેરો છે અને એમને બોલીવુડની અમુક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જો કે એ જાણીને તમને હેરાની થશે કે એક્ટ્રેસ બનતા પહેલા નંદીની સિંહ એક એર હોસ્ટેસ હતી અને એ એક જાણીતી એરલાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે કામ પણ કરી ચુકી છે. નંદીનીએ કાવ્યંજલી, કેસર અને અદાલત જેવી ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે. એ સિવાય એ બૉલીવુડ ફિલ્મ એક ઓર એક ગ્યારહમાં પણ દેખાઈ ચુકી છે.

4. હિના ખાન.

image source

ટીવીની હોટ એક્ટ્રેસ હિના ખાનની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. પણ શું તમે જાણો છો કે ટીવીની ટોપ એક્ટ્રેસ બનતા પહેલા હિના ખાન એર હોસ્ટેસ બનવા માંગતી હતી. એર હોસ્ટેસ બનવા માટે હિના ખાને એનો કોર્સ પણ કર્યો હતો પણ થોડા સમય પછી એમને કોર્સ છોડી દીધો અને એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો. પોતાની મહેનત અને દમદાર એક્ટિંગના જોરે હીનાએ દર્શકો વચ્ચે પોતાની ઓળખ બનાવી.

5. આકાંક્ષા પુરી.

image source

ટીવીની પોપ્યુલર સિરિયલ વિઘ્નહર્તા ગણેશમાં માતા પાર્વતીનું પાત્ર ભજવી ચુકેલી એક્ટ્રેસ આકાંક્ષા પુરી પણ પહેલા એવિએશન ઇન્ડસ્ટ્રીનો ભાગ રહી ચુકી છે. એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો એ પહેલાં આકાંક્ષા એક ઇન્ટરનેશનલ કેબિન ક્રૂનો ભાગ રહી ચુકી છે. એમને ફિલ્મ કેલેન્ડર ગર્લમાં પણ કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે બિગ બોસના પૂર્વ કન્ટેસ્ટન્ટ પારસ છાબડા સાથે બ્રેકઅપને લઈને આકાંક્ષા પુરી ખૂબ જ ચર્ચામાં રહી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ